સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા PG (પોસ્ટ ગ્રેજ્યુએટ) ડિપાર્ટમેન્ટ એડમિશન શરૂ.
ફોર્મ ભરવાની તારીખ : 16/05/2019 થી 27/05/2019 સુધી
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાઓપન કરી ફોર્મ http://admission.saurashtrauniversity.edu/Registration_Forms/Dept_wise_Registration_Form.aspx
ડૉક્યુમેન્ટ વેરિફિકેશન ની તારીખ : 30/05/2019
પ્રોવિઝનલ મેરિટની તારીખ : 03/06/2019
ફાઇનલ મેરિટની તારીખ : 05/06/2019
પ્રથમ પ્રવેશ યાદી : 07/06/2019
પ્રોવિઝનલ મેરિટની તારીખ : 03/06/2019
ફાઇનલ મેરિટની તારીખ : 05/06/2019
પ્રથમ પ્રવેશ યાદી : 07/06/2019
અરજી ફી : રૂ. 160/- + બેન્ક ચાર્જ
ફોર્મ ભરવા માટે જરૂરી
ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હજારમાં
હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. ધોરણ-12 ની
માર્કશીટ
4. ગ્રેજ્યુએશનની માર્કશીટ
5. LC ( લિવિંગ સર્ટિ)
6. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
પ્રવેશ અંગેની જાહેરાત
સને 2019-20 નાં
શૈક્ષણિક વર્ષ માટે સૌરાષ્ટ્ર યુનીવર્સીટી સ્થિત અનુસ્નાતક ભવનોના અભ્યાસક્રમોમાં
પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ વેબસાઈટ admission.saurashtrauniversity.edu
પર ઓનલાઈન અરજી તા. 27-05-2019 સુધીમાં
કરવાની રહેશે. તેમજ ઓનલાઈન પેમેન્ટ ગેટવેથી અરજી ફી રૂ.160 + પેમેન્ટ
ગેટવે ચાર્જ ભરવાનો રહેશે.
આ ઉપરાંત યુનીવર્સીટી સંલગ્ન કોલેજોના અનુસ્નાતક
કેન્દ્રોના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ એ પ્રવેશ માટે તા.27-05-2019
સુધીમાં સંબંધિત સંસ્થાનો સંપર્ક કરવાનો રહેશે.
A નીચે મુજબના અભ્યાસક્રમોની પ્રવેશ પ્રક્રિયા
સંબંધિત ભવન / અનુસ્નાતક સંસ્થા દ્વારા કરવામાં આવશે.
નોંધ
1. અનુસ્નાતક અભ્યાસક્રમોની વિગતવાર માહિતી સંબંધિત
ભવન/અનુસ્નાતક સંસ્થામાંથી મળી શકશે.
2. ઉપર્યુકત A વિભાગના
અભ્યાસક્રમોની પ્રવેશ પ્રક્રિયા જે તે ભવન / અનુસ્નાતક સંસ્થા દ્વારા કરવામાં
આવશે.
3. ઉપર્યુંક્ત B વિભાગના
અભ્યાસક્રમોની પ્રવેશ પ્રક્રિયા કેન્દ્રીયકૃત પ્રવેશ સમિતિ દ્વારા કરવામાં આવશે.
4. એમ.એ., એમ.કોમ., એમ.એસસી.,એમ.જે.એમ.સી.,
એમ.આર.એસ. માટે સ્નાતક કક્ષાએ ઓછામાં ઓછા 48% પ્રવેશ
લાયકાત રહેશે. તથા એમ.ફિલ. અભ્યાસક્રમ માટે અનુસ્નાતક કક્ષાએ ઓછા માં ઓછા 55%
પ્રવેશ લાયકાત રહેશે.
- અનામત વર્ગના વિદ્યાર્થીઓને પ્રવેશ લાયકાતમાં નિયમોનુસાર છૂટછાટ
આપવામાં આવશે.
5. મેળવેલ ગુણના મેરીટ/પ્રવેશ પરીક્ષા ( જો જોગવાઈ
હોય તો) ના આધારે પ્રવેશ આપવામાં આવશે.
6. ભવનો/અનુસ્નાતક સંસ્થાની યાદી સૌરાષ્ટ્ર
યુનીવર્સીટીની વેબસાઈટ / નોટીસ બોર્ડ પર ઉપલબ્ધ છે.
7. જે અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવાનો થતો હોય તે
અભ્યાસક્રમમાં પ્રવેશની લાયકાત માટેની ડીગ્રી / અભ્યાસક્રમ નું પરિણામ સૌરાષ્ટ
યુનીવર્સીટી દ્વારા જાહેર કરવાનું બાકી હોય તેવા વિદ્યાર્થીઓ પણ પ્રવેશ માટે અરજી
કરી શકશે અને પરિણામ જાહેર થયા ની તારીખથી દિન 10 માં માર્કશીટ
રજુ કરવાની રહેશે.
* ઓનલાઇન અરજી કરી અને ફી ભર્યા બાદ નીચેના
ડોક્યુમેન્ટ વિદ્યાર્થીએ સબંધિત ભવનમાં તા. 27/05/2019 સુધીમાં
મળીજાય તે રીતે મોકલી આપવાના રહેશે.
- ફી ભર્યાબાદ ઓનલાઇન અરજી નું પ્રિન્ટઆઉટ
સ્વપ્રમાણિત નકલ
- જરૂરી તમામ સર્ટીફીકેટ ની સ્વપ્રમાણિત નકલ
- જરૂરી તમામ ગુણપત્રકોની સ્વપ્રમાણિત નકલ
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)