RTE (Right to Education)
કોલલેટર પ્રિન્ટ કરી તા.25/06/2019 સુધીમાં એડમિશન મેળવી લેવું.
⇛ આર.ટી. ઈ. 2019 બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવવા https://rte.orpgujarat.com પર એપ્લિકેશન નંબર, જન્મતારીખ નાખી પ્રવેશપત્રની પ્રિન્ટ મેળવી જે તે શાળામાં શાળા સમય દરમિયાન તા. 25/6/2019 સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે રૂબરૂ જઈ પ્રવેશ મેળવી લેવો. અન્યથા પ્રવેશ રદ થશે.
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો.
https://rte.orpgujarat.com/ApplicationFormStatus/AdmitCard
(કોલ લેટર મોબાઈલ માં ડાઉનલોડ નહીં કરી શકો.)
RTE અંતર્ગત શાળાની પસંદગી ફરી કરી શકાશે
બીજા રાઉન્ડ માટે ફરી શાળા પસંદગી શરૂ.
(તા. 12/06/2019 થી 15/06/2019 સુધી શાળાની ફરી પસંદગી કરી શકાશે.)
(પહેલા રાઉન્ડ માં જે બાળકનું એડમિશન નથી થયેલ તે ફરી શાળા પસંદગી કરી શકશે અને જેને શાળાની પસંદગી ફરી ના કરવી હોય તે લૉગિન કરી પસંદ કરેલ શાળા માં કોઈ ફેરફાર કર્યા વગર Next Step પર ક્લિક કરી Conform બટન પર ક્લિક કરી બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશે. )
અગાઉની માહિતી
RTE અંતર્ગત શાળામાં પ્રવેશ મેળવેલ બાળકના પ્રેવેશપત્ર ડાઉનલોડ કરી તા. 13/05/2019 પહેલા મળેલી શાળામાં ડોકયુમેંટ જમા કરાવો.
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ, લેપટોપ અથવા મોબાઇલ બ્રાઉઝરમાં ઓપન કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો.
https://rte.orpgujarat.com/ApplicationFormStatus/AdmitCard
ડાઉનલોડ થવામાં કઈ પ્રોબ્લેમ આવે તો નીચેના મોબાઇલ નંબર પર ફોર્મ નો ફોટો વ્હોટ્સએપ કરો.
92650 38678
RTE હેઠળ પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર થયા બાદ પ્રવેશ ફાળવેલ જે તે શાળામાં જઈ વિદ્યાર્થીઓએ સમયમર્યાદામાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે. તથા, જે તે શાળાએ જરૂરી તમામ ડોક્યુમેન્ટ જમા કરાવી વેબપોર્ટલ પર સમયમર્યાદામાં અપલોડ કરવાનાં રહેશે. સમયમર્યાદામાં પ્રવેશ ન મેળવનાર વિદ્યાર્થીનો RTE પ્રવેશ રદ કરવામાં આવશે. ત્યારબાદ બીજા રાઉન્ડમાં પ્રવેશ ફાળવતા પહેલાં પ્રથમ રાઉન્ડનાં અંતે પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને SMSથી જાણ કર્યા બાદ જણાવેલ સમયમર્યાદામાં વેબપોર્ટલ પર જઈ પોતાનો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખી લોગ ઈન થઈ ખાલી જગ્યા વાળી ઉપલબ્ધ શાળાઓ પૈકી પોતાની પસંદગી મુજબની શાળાઓ પુનઃ પસંદ કરી શકશે. જો SMS ના મળે તોપણ પ્રથમ રાઉન્ડ બાદ વેબપોર્ટલ પર જઈ આપ પસંદગીની શાળામાં જણાવેલ સમયગાળા દરમિયાન ફેરફાર કરી શકશો. પ્રથમ રાઉન્ડમાં જે વિદ્યાર્થિઓને પ્રવેશ ફાળવેલ હોય અને જે તે શાળામાં પ્રવેશ મેળવેલ હોય કે ના મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્ડ બાદ અને બીજા રાઉન્ડ પહેલા પુનઃ શાળાની પસંદગી કરી શકશે નહી.
-: શાળા ફાળવણીઓ કેવી રીતે કરવામાં આવી ... :-
શાળા ફાળવણી ઠરાવ મુજબ નીચે દર્શાવેલ કેટેગરીનાં અગ્રતાક્રમ મુજબ કરવામાં આવશે. 1) અનાથ બાળક 2) સંભાળ અને સંરક્ષણની જરૂરીયાતવાળુ બાળક 3) બાલગૃહનાં બાળકો 4) બાળમજુર/સ્થળંતરીત મજૂરનાં બાળકો 5) મંદ બુદ્ધિ/સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરીયાતવાળા બાળકો/શારીરિક રીતે વિકલાંક અને વિકલાંગ ધારા-૨૦૧૬ની કલમ ૩૪(૧)માં દર્શાવ્યા મુજબનાં તમામ દિવ્યાંગ બાળક 6) HIVથી અસરગ્રસ્ત બાળકો 7) ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી/અર્ધ લશ્કરી/પોલિસદળનાં જવાનનાં બાળકો 8) ૦ થી ૨૦ આંક ધરાવતા તમામ કેટેગરી (SC, ST, SEBC, જનરલ તથા અન્ય) ના BPL કુંટુંબના બાળકો 9) અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીના બાળકો 10) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ / અન્ય પછાત વર્ગ / વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો સદર કેટેગરીમાં વિચરતી અને વિમુક્ત જાતિના બાળકોને પ્રવેશમાં પ્રથમ અગ્રતા આપવાની રહેશે. 11) જનરલ કેટેગરી/ બિન અનામત વર્ગના બાળકો દરેક કેટેગરીમાં આપે પસંદ કરેલી પ્રથમ (૧) ક્રમની શાળામાં જગ્યા હશે તો તે શાળા ફાળવવામાં આવશે. જો પ્રથમ (૧) ક્રમની શાળા વધુ અગ્રતા વાળા બાળકોથી ભરાઈ ચુકી હશે તો બીજા (૨) ક્રમની શાળા ફાળવવામાં આવશે. આમ આપે પસંદ કરેલી શાળાઓ પૈકી પસંદગી ક્રમ મુજબ શાળા ફાળવાશે. જો પસંદ કરેલ કોઈ પણ શાળામાં જગ્યા ખાલી નહીં હોય તો પ્રવેશ મળી શકશે નહીં. આથી શાળા પસંદ કરતી વખતે ઘરથી શાળાનું અંતર, શાળાનું સરનામું, શાળાનું માધ્યમ વગેરે ચકાસી વધારે સંખ્યામાં શાળાઓ પસંદગી કરવી હિતાવહ છે. જેથી, પ્રવેશ મળવાની શક્યતા વધુ રહે છે.
આપની કેટેગરીની અગ્રતાક્રમ અને આવકની અગ્રતા મુજબ તથા શાળાના પસંદગી ક્રમ મુજબ આપને પ્રવેશ ફાળવામાં આવશે. જો આપની પસંદગીની ક્રમ નં ૧ ની શાળા ની સીટો ભરાઇ ગઇ હશે તો ક્રમ નં ૨ ની શાળામાં પ્રવેશ મળશે. અને જો ક્રમ ૨ની શાળાની સીટો ભરાઈ ગઈ હશે તો ક્રમ ૩ની શાળામાં પ્રવેશ મળશે. આમ ક્રમશઃ આવતી શાળાઓમાં પ્રવેશ ફાળવવામાં આવશે.
ઓનલાઈન પ્રવેશ ફાળવ્યા બાદ જરૂરી આધાર-પુરાવા સાથે જે તે શાળાનો શાળા સમયે સંપર્ક કરવાનો રહેશે. જે તે શાળા તમારી પાસે જરૂરી આધાર-પુરાવા માંગશે. તમો જરૂરી અધાર-પુરાવા રજૂ કરતા હોય તો પણ શાળા પ્રવેશની ના પાડે તો તાત્કાલિક જે તે જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી/ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી / (મહાનગરપાલિકા વિસ્તારની શાળા માટે જિલ્લા શિક્ષણાધિકારીને મળવું)ની કચેરી ખાતે રૂબરૂ જઈ વાંધા અરજી આપવાની રહેશે.
-: ખાસ નોંધ :-