ધો- 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ખૂશખબર.......
ગુજરાત બોર્ડ ગાંધીનગર
સરકારે લીધો આ મહત્વનો નિર્ણય

⇛ હવેથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ પોતાની વતનની કોઈ પણ શાળાનું પરીક્ષા કેન્દ્ર પસંદ કરી શકશે. 

હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થી વતનમાંથી પરીક્ષા આપી શકશે. 

⇛ પરીક્ષા કેન્દ્રનું વાતાવરણ યોગ્ય નહી હોય તો નજીકના અન્ય પરીક્ષા કેન્દ્ર પરથી વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે.

⇛ ધોરણ 10 અને 12માં હાજરી ખૂટતી હોય એટલે કે 65 ટકાથી ઓછી હાજરી વાળા વિદ્યાર્થીઓ ખાનગી પરીક્ષાર્થી તરીકે ફોર્મ ભરી શકશે. 

⇛ જો કે કાગળ પર ચાલતી શાળાની મંજૂરી આપોઆપ રદ્દ થશે. 

⇛ શિક્ષણ વિભાગ તમામ શાળાઓને નોંધણી પત્ર પણ આપશે. 

⇛ બીજી તરફ નોન ગ્રાન્ટેડ શાળાઓ ધોરણ 10માં પરિણામ પહેલા પ્રવેશ આપતી હતી. જે હવે આપી શકાશે નહી. 

⇛ હવે ધોરણ 10નું બોર્ડનું પરિણામ આવ્યા બાદ જ ધોરણ 11માં પ્રવેશ આપવામાં આવશે.

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો