બિન-અનામત વર્ગ માટે અલગ અલગ સ્કોલરશીપ યોજના.

ટેકનીકલ હેલ્પલાઈન : 079-67779700
(સમય : 10:30 AM to 12:30 PM and 2:00 PM to 6:00 PM - સોમવાર થી શુક્રવાર)



(1) જી(JEE), ગુજકેટ(GUJCET), નીટ(NEET) પરીક્ષા માટે કોચીંગ સહાય.


યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો ⟱

બિનઅનામત વર્ગના ધોરણ-૧૨ના વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ પછી મેડીકલ, એન્જીનીયરીંગમાં પ્રવેશ ની જરૂરી પરીક્ષાઓ જેવી કે જી(JEE),ગુજકેટ, નીટ,ની તૈયારી ના કોચિંગ માટે, ધોરણ-૧૦માં ૭૦ ટકા હોય તેવા વિદ્યાર્થીઓ ને ત્રણ વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતી સંસ્થાઓમાં કોચીંગ માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂા.૨૦,૦૦૦ અથવા ખરેખર ફી એ બે પૈકી જે ઓછુ હોય તે કોચિંગ સહાય આપવામાં આવશે.


➤ લાયકાતના ધોરણો: ધો-૧૦ માં ૭૦ ટકા કે તેથી વધુ માર્કસમેળવેલ હોવા જોઈએ.
➤ આવકમર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૪.૫૦ લાખ કે તેથી ઓછી.



(2) યોજનાનું નામ : ભોજન બીલ સહાય


યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો ⟱

બિનઅનામતવર્ગનાવિદ્યાર્થીઓનેસ્નાતકકક્ષાનામેડીકલ, ડેન્ટલ, ટેકનીકલ, પેરા મેડીકલમાં અભ્યાસ કરતાં અને પોતાના પરિવારથી દુર પોતાના તાલુકામાં શૈક્ષણિક વ્યવસ્થા ન હોય અને તાલુકા બહાર રહી અભ્યાસ કરતા હોય તેવા સરકારી/ અનુદાનિત સિવાયના છાત્રાલયમાં રહી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ૧૦ માસ માટે માસિક રૂા.૧૨૦૦/- લેખે ભોજનબીલ સહાય મળવાપાત્ર થશે.

➤ કોઇપણ સમાજ /ટ્રસ્ટ /સંસ્થા દ્વારા સંચાલીત કન્યા છાત્રાલયોમાંરહીને ધો. ૯થી૧૨ માં અભ્યાસ કરતી કન્યાઓને પણ ઉપર મુજબની ફુડબીલ સહાય મળવાપાત્ર થશે.
➤ આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૪.૫૦ લાખ કે તેથી ઓછી રહેશે.


(3) શૈક્ષણિક અભ્યાસ યોજના

યોજનાનું સ્વરૂપ/લોન સહાયના ધોરણો ⟱ 

રાજ્યમાં ચાલતા મેડીકલ, ડેન્ટલના સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો વ્યવસાયિક અભ્યાસક્રમો, ઇજનેરી, ટેકનોલોજી,ફાર્મસી, આર્કિટેકચર, આર્યુવેદિક, હોમીયોપેથી, ફિઝીયોથેરાપી, વેટરનરી વગેરે સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો,નર્સિંગ (સ્નાતક કક્ષા) નાં વગેરે અભ્યાસક્રમો માટે (હાયર એજ્યુકેશન જેવા કે બીબીએ,બીકોમ,બીએસી,બીએ વિગેરેસિવાય,) સમગ્ર અભ્યાસક્રમની કુલ ટ્યુશન ફી અથવા રૂા.૧૦.૦૦ લાખ તે બે પૈકી જે ઓછું હોય તે પ્રમાણેની લોન ૪ ટકાના સાદા વ્યાજે નિગમ તરફથી આપવામાં આવશે.

➤ લાયકાતના ધોરણો : ધો-૧૨ માં ૬૦ ટકા કે તેથી વધુ.
➤ વ્યાજનો દર : વાર્ષિક ૪ ટકા લેખે સાદુવ્યાજ
➤ આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૬.૦૦ લાખ કે તેથી ઓછી.
➤ અરજદાર બિન અનામત વર્ગના હોવા જોઈએ.
➤ શૈક્ષણિક યોજનાઓ માટેનાં પાત્રતા અને ધિરાણના માપદંડ
➤ ગુજરાત રાજયની કોઇપણ શાળામાંથી ધોરણ-૧૨ માં ૬૦ ટકા કે તેથી વધુ સાથે પાસ કરેલ હોવું જોઇએ.
➤ જે તે અભ્યાસક્રમના સબંધિત કાઉન્સિલની માન્યતા પ્રાપ્ત હોઇ તેવા અભ્યાસક્રમ માટે લોન મળવા પાત્ર થશે.
➤ અરજદાર ગુજરાતના હોવા જોઇએ અને બિન અનામત વર્ગના હોવા જોઇએ.
➤ સંબધિત અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યા અંગેનો પુરાવો રજુ કરવાનો રહેશે.
➤ ધિરાણનો વ્યાજ દર વાર્ષિક ૪ ટકા સાદું વ્યાજ રહેશે. પ્રતિ વર્ષ જેટલુ ધિરાણ આપવામાં આવશે. તે મુજબ જ સાદુ વ્યાજ ગણવામાં આવશે.
➤ વિધવા અને અનાથ લાભાર્થીને અરજદારને અગ્રીમતા આપવાની રહેશે.
➤ અભ્યાસ વચ્ચેથી છોડી દેનાર કે નિશ્વિત સમય મર્યાદામાં ડીગ્રી ન મેળવી શકનારની લોન એક સાથે વસુલ કરવાને પાત્ર થશે તેમજ વ્યાજ સહાય મળવાપાત્ર રહેશે નહી.
➤ રાજ્યની શૈક્ષણિક યોજનાઓ માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ૬.૦૦ લાખ રેહેશે.


લોન માટેનાં જામીન / દસ્તાવેજ:

➤ સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ રૂા.૭.૫૦ લાખ કે તેથી ઓછી હોય તો તેમણે કોઈ મિલ્ક્ત ગીરો(મોર્ગેજ) કરવાની રહેશે નહીં ફક્ત બે સધ્ધર જામીનનું જામીન ખત રજૂ કરવાનું રહેશે.
➤ સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ રૂા.૭.૫૦ લાખ કરતાં વધારે હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઇ સગા સબંધીની સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.
➤ દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ બ્લેન્ક(BLANK) ચેક આપવાના રહેશે.
લોનની પરત ચુકવણી:
➤ રૂા.૫.૦૦ લાખ સુધીની કુલ લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના ૧ વર્ષ બાદ ૫ (પાંચ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં લોનની રકમ વ્યાજ સથે ભરવાની રહેશે.
➤ રૂા.૫.૦૦ લાખથી વધુની લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના ૧ વર્ષ બાદ ૬(છ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં લોનની રકમ વ્યાજ સાથે ભરવાની રહેશે.
➤ ભરપાઇ થતી લોનના નાણાં પ્રથમ વ્યાજ પેટે જમા લેવામાં આવશે.
➤ લોન લેનાર નિશ્રિત સમય મર્યાદા પહેલા પણ લોનની પરત ચુકવણી કરી શકાશે.



(4) વિદેશ અભ્યાસ લોન

યોજનાનું સ્વરૂપ / લોન સહાયના ધોરણો : ⟱

➤ ધોરણ-૧૨ પછીફકત M.B.B.S માટે, ડિપ્લોમા પછી ડીગ્રીમાટે,સ્નાતક પછી અનુસ્નાતક માટે, અને રિસર્ચ જેવા ટેકનિકલ, પેરામેડીકલ, પ્રોફેશનલ વગેરે જેવા કોઇપણ પ્રકારના વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે કુલ રૂ.૧૫..૦૦ લાખની વિદેશ અભ્યાસ લોન નિગમ તરફથી આપવામાં આવશે.
➤ લાયકાતના ધોરણો : ધો-૧૨ માં ૬૦ ટકા કે તેથી વધુ.
➤ વ્યાજનો દર : વાર્ષિક ૪ ટકા લેખે સાદુ વ્યાજ.
➤ આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૬.૦૦ લાખ કેતેથી ઓછી.


લોન માટેનાં જામીન / દસ્તાવેજ:

➤ સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ રૂા.૭.૫૦ લાખ કે તેથી ઓછી હોય તો તેટલી રકમ ભરી શકે તેવા બે સધ્ધર જામીનનું જામીન ખત રજૂ કરવાનું રહેશે.
➤ સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ રૂા.૭.૫૦ લાખ કરતા વધતી હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઇ સગા સબંધીની સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.
➤ દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચબ્લેન્ક(BLANK)ચેક આપવાના રહેશે.

લોનની પરત ચુકવણી:
➤ રૂા.૫.૦૦ લાખ સુધીની કુલ લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના ૧ વર્ષ બાદ ૫ (પાંચ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે.
➤ રૂા.૫.૦૦ લાખથી વધુની લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના ૧ વર્ષ બાદ ૬(છ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે.
➤ ભરપાઇ થતી લોનના નાણાં પ્રથમ વ્યાજ પેટે જમા લેવાનાં રેહેશે.
➤ લોન લેનાર નિશ્રિત સમય મર્યાદા પહેલા પણ લોનની પરત ચુકવણી કરી શકાશે.




(5) ટયુશન સહાય

યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો: ⟱
➤ ટ્યુશન સહાયની યોજનામાં શાળા / કોલેજમાં ભરેલ શિક્ષણ કે ટ્યુશન ફી મળવાપાત્ર નથી. શાળા કોલેજ સિવાય બહાર વધારાનુ ટયુશન લેવામાં આવે તે અન્વયેની રકમ સહાય તરીકે મળવા પાત્ર થાય છે

➤ બિનઅનામતવર્ગનાવિદ્યાર્થીઓનેધોરણ-૧૦માં ૭૦ ટકા મેળવેલ હોય અને ધોરણ-૧૧,૧૨માંવિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરતાં હોયતેવાવિદ્યાર્થીઓનેપ્રતિ વર્ષ વાર્ષિક રૂા.૧૫,૦૦૦/- ટયુશન પ્રોત્સાહક સહાયઆપવામાં આવશે.
➤ કોઈ પણ સમાજ/ટ્રસ્ટ/સેવાભાવી સંસ્થા દ્વ્રારા સંચાલીત ટયુશન/કોચીંગ ક્લાસમાં અભ્યાસ કરતાં લાયકાત ધરાવતાંવિદ્યાર્થીઓનેઉપરમુજબ નીસહાય મળવા પાત્ર થશે.
➤ લાયકાતના ધોરણો : ધો-૧૦ માં ૭૦ ટકા કે તેથી વધુ.
➤ દરેક વર્ષમાં માત્ર એકજ વાર સહાય મળવાપાત્ર થશે.
➤ આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૪.૫૦ લાખ કે તેથી ઓછી.




(6) સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમસહાય

યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો: ⟱

➤ બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને યુ.પી.એસ.સી(U.P.S.C), જી.પી.એસ.સી (G.P.S.C.)વર્ગ-૧, વર્ગ-૨ અને વર્ગ-૩, ગૌણ સેવા પસંદગી મંડળ,પંચાયત સેવા પસંદગી મંડળતથા ભારત સરકારના રેલ્વે, બેંકો વગેરેમાં થતી ભરતીપરીક્ષાઓ માટે માન્યતા/પસંદ કરેલ સંસ્થાઓમાં અભ્યાસ કરતાં તાલીમાર્થીઓને તાલીમાર્થી દીઠ રૂા.૨૦,૦૦૦ અથવા ખરેખર ચુકવવાની થતી ફી એ બે માંથી જેઓછુ હોય તે સહાય તરીકે મળવાપાત્ર થશે.


➤ લાયકાતના ધોરણો : ધો-૧૨ માં ૬૦ ટકા કે તેથી વધુ.


➤ આવકમર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૪.૫૦ લાખ કે તેથી ઓછી.