ગુજરાત સરકારનો મોટો નિર્ણય, શાળાઓમાં નવરાત્રિ વેકેશન કરાયું રદ્દ


ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગયા વર્ષથી શરૂ કરવામાં આવેલું નવરાત્રી વેકેશન રદ કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. કેબિનેટની મળેલી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું. આમ હવેથી શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન રાબેતા મુજબ જ આપવામાં આવશે.

ચાલુ શૈક્ષણિક વર્ષમાં 21 દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવશે. સમગ્ર શૈક્ષણિક સત્રમાં 80 રજાઓ અને 246 દિવસના અભ્યાસના દિવસો રહેશે. આ ઉપરાંત ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા 5 માર્ચ 2020 થી શરૂ થશે.