< લોકરક્ષક કેડર દસ્તાવેજ ચકાસણીના પરિણામ માટે  જરૂરી સુચના >

દસ્તાવેજ ચકાસણી માટે હાજર રહેલ ઉમેદવારો પૈકી જે અનુસચિત જન જાતિ (ST) કેટેગીરીના ઉમેદવારો છે તેઓના જાતિ પ્રમાણપત્રોની ચકાસણી સામાન્ય વહીવટ વિભાગના તા.૨૨/૧૦/૨૦૧૮ ઠરાવથી જણાવ્યા મુજબ કમિશ્નરશ્રી, આદિજાતિ વિકાસની કચેરી, ગાંધીનગર ખાતે હાલ ચાલુમાં છે. જે પ્રક્રિયા પૂર્ણ થયેથી આશરે ૧ (એક) માસ બાદ લોકરક્ષક કેડરનું પરીણામ જાહેર કરવામાં આવશે. જેથી આ અંગે લોકરક્ષક ભરતી બોર્ડ અથવા તો અન્ય કોઇ જગ્યા અથવા અધિકારીને ફોન ઉપર  પૂછ્યા  નહીં કરવા તમામ ઉમેદવારોને વિનંતી છે.