>> સરકારશ્રીનો સૈદ્ધાંતિક નિર્ણય <<


➤ પંચાયત સેવા વર્ગ - 3 માટે હવેથી ધો.12 પાસના બદલે ગ્રેજ્યુએટ (કોલેજ પૂરી કરેલ વિદ્યાર્થી) નો જ સમાવેશ કરવામાં આવશે. 


➤ તલાટી થી લઈને ચીટનીશ સુધીના 113 સંવર્ગોમાં ભરતી નિયમો બદલાશે

➤ ગુજરાત સરકાર દ્વારા હવેથી લઘુતમ શૈક્ષણિક લાયકાતના સ્થાને કોઈપણ પ્રવાહમાં સ્નાતક (ગ્રેજ્યુએટ) અપગ્રેડ કરવાનો નિર્ણય થયેલ છે. જેની શરૂઆત પંચાયત વિભાગની ભરતીથી કરવામાં આવશે. 

➤ ગુજરાત રાજ્ય સરકાર ક્ષેત્રે પંચાયત વિભાગ પાસે 2.5 લાખથી વધુ કર્મચારીઓ છે. અને જેમાં ગ્રામ સેવક, તલાટી, નાયબ ચીટનીશ સહિતના કુલ 113 જેટલા સંવર્ગનો સમાવેશ થાય છે. આ તમામ સંવર્ગમાં ભરતી નિયમો બદલવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. 

➤ હાલમાં જે સંવર્ગમાં ભરતીની જાહેરાત પ્રસિદ્ધ થઈ ચૂકી છે તેના માટે જૂના નિયમો જ લાગુ રહેશે અને આગળની પ્રક્રિયા ચાલુ રહેશે.