શોધ-ખોળ મેળો
(સંશોધન મેળો)

   ૨૮ ફેબ્રુઆરી ૧૯૩૦ ના દિવસે ભારત ના મહાન વૈજ્ઞાનિક સર સી વી રામન ને પ્રકાશ ના વિખંડન ની શોધ માટે નોબલ પુરુસ્કાર એનાયત થયેલ તે સન્માન માં ભારત સરકાર ના વૈજ્ઞાનિક અને પ્રાયોગિક વિભાગ -DST દ્વારા ભારતભર માં આ તારીખ ને વિજ્ઞાન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.

    બ્રહ્માનંદ લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા આ નિમિતે જૂનાગઢ જિલ્લાના સંશોધકો, પોતાની રીતે નવી ગોઠવણી કરનાર તુક્કો, યુક્તિ, કે જુગાડ કરી સમાજ ને કૈંક નવું અને સરળ કાર્ય કરવામાં મદદરૂપ થયા હોય તેવા લોકો ને પ્રોત્સાહન આપવા એક વિશિષ્ટ કાર્યક્રમ નું આયોજન આગામી 1માર્ચ રવિવાર ના દિવસે કરવામાં આવી રહ્યું છે !!!

આ માટે સંશોધકો ને ૩ શ્રેણી માં વર્ગીકૃત કરી આવેદન મંગાવવામાં આવે છે
૧) ધોરણ ૧૨ સુધીના સ્કૂલ વિધાર્થીઓ,
૨) કોલેજ માં ભણતા સ્નાતક/અનુસ્નાતક અભ્યાસુ, અને
૩) આપમેળે સંશોધન કરી સામાજિક પ્રશ્નો ના નિરાકરણ માટે કરેલ વહેવારીક જુગાડ / યુક્તિ કાર્ય - ઉમર/અભ્યાસ અબાધિત)

સંશોધકો ને તેમના કાર્ય ને અનુરૂપ ૩ પ્રકારે રજૂઆત કરવાની તક આપવાના માં આવશે
૧) નક્કી થયેલ જગ્યાએ નિર્ધારિત સમય માં રજુઆત માટે અવસર ( કોઈ શુલ્ક ચૂકવ્યા વગર )
૨) એક ટેબલ/ખુરસી અને બેકગ્રાઉન્ડ સાથે અંદાજિત 2 ફૂટ જગ્યા ઉપર સંપૂર્ણ દિવસ દરમ્યાન રજૂઆત ( શુલ્ક ૨૫૦ રૂ)
૩ ) ટેબલ/ખુરસી અને બેકગ્રાઉન્ડ સાથે અંદાજિત 5 ફૂટ જગ્યા ઉપર સંપૂર્ણ દિવસ દરમ્યાન રજૂઆત ( શુલ્ક 500 રૂ)
( કોઈ કંપની એ પ્રોડક્ટ પ્રમોશન માટે તસ્દી ના લેવી )

ફોર્મ મેળવવા માટે સંપર્ક :
(૧)બ્રહ્માનંદ લોક વિજ્ઞાન કેન્દ્ર, પ્રેમાનંદ સ્કૂલ, મોતીબાગ રોડ, સમય સવારે ૯થી ૧ અને સાંજે ૩થી ૬  9429433449 અને
(૨) જે બાબુભાઇ જવેલર્સ, જેનિલિ શોપિંગ સેન્ટર ,એમ જી રોડ, જૂનાગઢ સમય ૧૦ થી ૧ સાંજે ૩.૩૦ થી ૮  9825222408


    આ માટે જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે ઓળખતા સંશોધક/ વૈજ્ઞાનિક કાર્ય કરતા વિધાર્થી કે વડીલ મિત્રો ને જાણ કરી તેમની અરજી અમારા સુધી પહોંચાડવા માં મદદ કરે અને ૧લી માર્ચ ના રવિવાર ના દિવસે જોવા માટે પધારી આપણી વચ્ચે કોણ શું કરી રહ્યું છે તે જાણે, બાળકો ને બતાવે અને તેમના ઉત્સાહ ને અભિવૃદ્ધિ કરે

ઓનલાઇન ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો


ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ : 21/2/2020