MKU (મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી) ભાવનગર દ્વારા માઈગ્રેશન સર્ટિ ફોર્મ...


વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

માઈગ્રેશન સર્ટીફીકેટ મેળવવા માટેનું ફોર્મ ભરવા અન્વયે આવશ્યક સૂચનાઓ : 👇👇

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાંથી અન્ય યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી લીધા બાદ જ માઈગ્રેશન સર્ટીફીકેટ મેળવવા માટેનું ફોર્મ ભરવાનું રહેશે.

માઈગ્રેશન સર્ટીફીકેટ અંગેની પ્રક્રિયા ઓનલાઈન હોય વિદ્યાર્થી પાસે પોતાનું ઈ-મેઈલ આઈ.ડી. હોવું ફરજીયાત છે જેથી ફોર્મ ભરતી વખતે બે વખત ચેક કરીને સાચું ઈ-મેઈલ આઈ.ડી. નાખવાનું રહેશે.

માઈગ્રેશન સર્ટીફીકેટ ફોર્મ ભરતી વખતે જે કોલેજમાં પ્રવેશ મેળવેલ છે તે કોલેજનું સાચું ઈ-મેઈલ આઈ.ડી. બે વખત ચેક કરીને નાખવાનું રહેશે અન્યથા ફોર્મ ભરી શકાશે નહિ અને માઈગ્રેશન સર્ટીફીકેટ મળી શકશે નહિ.
માઈગ્રેશન સર્ટીફીકેટ અંગે ભરેલ ફી પરત મળવાપાત્ર નથી.

માઈગ્રેશન સર્ટીફીકેટ ફોર્મ સાથે જરૂરી આધારો જોડવા ફરજીયાત છે અન્યથા માઈગ્રેશન સર્ટીફીકેટ મળી શકશે નહિ.

માઈગ્રેશન સર્ટીફીકેટ ફોર્મ સાથે જરૂરી આધારો ન જોડેલ હોય કે અધૂરા જોડેલ હોય તે વિદ્યાર્થીને મોબાઈલમાં SMS દ્વારા Need Correctionનો મેસેજ મળ્યેથી 48 કલાકમાં જ ફોર્મ Edit કરવાનું રહેશે અન્યથા ફોર્મ Auto Reject થઈ જશે અને બીજી વખત ફોર્મ ભરવું પડશે જેની સઘળી જવાબદારી વિદ્યાર્થીની રહેશે.

માઈગ્રેશન ફોર્મ ભરતી વખતે નીચે મુજબના જરૂરી આધારો PDF ફાઈલ સ્વરૂપે જ અપલોડ કરવાના રહેશે.
  • અંતિમ અભ્યાસ કરેલ કોલેજ કે ભવન ખાતેથી મળેલ ટ્રાન્સફર સર્ટીફીકેટની અસલ સ્કેન કોપી
  • અંતિમ પાસ કરેલ અભ્યાસક્રમની આખરી માર્કશીટની અસલ સ્કેન કોપી
  • નીચે જણાવેલ આધારો પૈકી કોઈપણ એક આધાર ફરજિયાત અપલોડ કરવાનો રહેશે.
  1. પ્રવેશ મેળવેલ કોલેજ ખાતે ફી ભર્યાની અસલ પહોંચની સ્કેન કોપી
  2. પ્રવેશ મેળવેલ કોલેજ ખાતેથી મળેલ અસલ આઇડેન્ટિટીકાર્ડની સ્કેન કોપી
  3. પ્રવેશ મેળવેલ કોલેજ ખાતેથી મેળવેલ અસલ બોનાફાઈડ સર્ટીફીકેટની સ્કેન કોપી
  4. એડમિશન ઓર્ડર કે એલોટમેન્ટ લેટર
  5. પ્રવેશ આપનાર કોલેજ દ્વારા વિદ્યાર્થીએ સંબંધિત કોર્સમાં પ્રવેશ મેળવેલ છે અને તે અન્વયે માઈગ્રેશન રજૂ કરવું તે અંગેનો અસલ પત્રની સ્કેન કોપી
  6. જો અંતિમ પાસ કરેલ સ્નાતક અભ્યાસક્રમ મેડીકલ, હોમિયોપેથી કે ડેન્ટલ હોય તો ઇન્ટર્નશિપ કમ્પ્લીશન સર્ટીફીકેટની અસલ સ્કેન કોપી

<< નોંધ >>
  1. માઈગ્રેશન સર્ટીફીકેટ અંગેની પુછપરછ માટે academic.certi@mkbhavuni.edu.in પર ઈ-મેઈલ દ્વારા અથવા હેલ્પલાઇન નં.૦૨૭૮-૨૪૩૦૦૦૨/૬/૭ (એક્ષટેન્શન નં.507) પર ફોનથી ઓફીસ સમય દરમિયાન સંપર્ક કરવા વિનંતી.
  2. બીજો/ચોથો શનિવાર અને રવિવાર તેમજ જાહેર રજાના દિવસો સિવાયના દિવસોમાં ઓફીસ સમય દરમિયાન જ વેરિફિકેશન થઈ શકશે.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 
👇👇👇
https://www.mkbhavuni.edu.in/ApplicationPortal/?page=MGC