MKU (મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી) દ્વારા પરીક્ષા દરમિયાન હોસ્ટેલ સુવિધા અંગે.... 



તા.૨૫/૦૬/૨૦૨૦ થી શરૂ થતી યુ.જી. સેમેસ્ટર – ૬ અને પી.જી. સેમેસ્ટર – ૨ અને ૪ની પરીક્ષા સંદર્ભે જે વિદ્યાર્થીઓ કે જેઓ યુનિવર્સીટી હોસ્ટેલમાં રહે છે તે સિવાયના સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ તથા ભાવનગર અને બોટાદ જીલ્લા સિવાયના વિદ્યાર્થીઓ કે જેઓ ભાવનગર શહેરના પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપવાના છે અને પરીક્ષા દરમિયાન ભાવનગર શહેર ખાતે રોકાણ થાય તેમ હોય, તેવા પરીક્ષાર્થીઓ માટે યુનિવર્સીટી દ્વારા હોસ્ટેલમાં રહેવાની સગવડતા ઉભી કરવાનું નક્કી કરેલ છે. જે માટે વિદ્યાર્થીએ નીચે મુજબની વિગતો સાથેનું ફોર્મ તા.૧૫/૦૬/૨૦૨૦ સુધીમાં નિયત નમૂનામાં ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે. નિયત સમય મર્યાદામાં આવેલ અરજીના આધારે જે વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાતે રૂમ ફાળવવામાં આવનાર હોય તેમને S.M.S. / ઇ-મેઈલ દ્વારા જાણ કરવામાં આવશે.

યુનિ. હોસ્ટેલ માં રહેવા માટે વિદ્યાર્થીએ જરૂરી ઓઢવા-પાથરવાની તથા જમવાની વ્યવસ્થા જાતે કરવાની રહેશે તથા હાલની કોરોના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લેતા સોશિયલ ડીસટન્સનાં ચુસ્ત પાલન સાથે માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે તથા જરુરી સાફ-સફાઈની વ્યવસ્થા કરવાની રહેશે. આ ઉપરાંત હોસ્ટેલના અને યુનિવર્સીટીના નિયમોનું તથા સરકારશ્રીની વખતો વખતની સુચના અને આદેશોનું પાલન ફરજીયાતપણે કરવાનું રહેશે.

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

ફોર્મ માટે : અહી ક્લિક કરો

___________________

MKU (મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી) દ્વારા પરીક્ષા કેન્દ્રો .... 

પરીક્ષા કેન્દ્રો માટે : અહી ક્લિક કરો

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો