ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના

• આ યોજના રાજયના ફળ-શાકભાજી- ફૂલપાકો તથા નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઇડ વેચાણ કરતાં, હાટ બજારમાં વેચાણ કરતાં કે લારી વાળા ફેરીયાઓને વિનામૂલ્યે છત્રી મળવાપાત્ર રહેશે. 
• આ યોજનામાં કુટુંબ દીઠ (‌એટલે કે રાશનકાર્ડ દીઠ એક છત્રી) પુખ્ત વયની એક વ્યક્તિને છત્રી મળવાપાત્ર રહેશે.

• આઇ-ખેડૂત પોર્ટલમાં ઓનલાઇન અરજી કર્યાબાદ અરજીની પ્રિંટ મેળવી, સહી/અંગુઠો કરી અરજીમાં દર્શાવેલ સાધનિક કાગળો સહિત જે તે જિલ્લાની બાગાયત ક્ચેરી ખાતે નિયત સમયમર્યાદામાં રજૂ કરવાનાં રહેશે. 
• અરજદાર તરફથી મળેલ અરજી તથા સાધનિક કાગળોને ધ્યાને લઇ તેમની પાત્રતા ચકાસી, લક્ષ્યાંકની મર્યાદામાં જિલ્લા કચેરીમાંથી પૂર્વ મંજુરી આપવામાં આવશે. 
• એમ્પેનલ થયેલ કંપનીના અધિકૃત વિક્રેતા પાસેથી પસંદ થયેલ અરજદારે નિયત સમયમાં છત્રી મેળવવાની રહેશે. 

રાજ્યનો વર્ષ ૨૦-૨૧ નો સંભવિત લક્ષ્યાંક: 2500

અરજી કરવાની : તા 12/07/2020 થી 15/08/2020 સુધી

વધ માહિતી માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 

https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_HRT_SchemeApplicaiton.aspx