આંગણવાડી
ICDC (સંકલિત બાળ વિકાસ યોજના)
દ્વારા ભરતી...
પોસ્ટ
હેલપર, વર્કર
10 પાસ પર ભરતી..
ભરતી માટેની સપૂર્ણ માહિતી જોવા માટે
નીચે આપેલા જિલ્લા પર ક્લિક કરો
>>> નીચે આપેલ આપેલ જિલ્લા માટે ભરતીની છેલ્લી તારીખ : 13/09/2020 (રાત્રે 12:00 વાગ્યા) સુધી.જરૂરી ડૉક્યુમેન્ટ
- ફોટો/સહી
- લાયકાત પ્રમાણેની માર્કશીટ
- જાતિનો દાખલો
- આધાર કાર્ડ
- રહેવાસી અંગેનું પ્રમાણપત્ર (ઓછામાં ઓછા 1 વર્ષની સ્થાનિક નિવાસી અંગેનું મામલતદારશ્રી દ્વારા આપવામાં આવતું પ્રમાણપત્ર)
- સોગંધનામું
રહેવાસી અંગેના દાખલાનો નમૂનો ડાઉનલોડ કરવા માટે : અહી ક્લિક કરો
એફિડેવિટ (સોગંધનામું) નમૂનો : અહી ક્લિક કરો
(૧) મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત સંકલિત બાળ વિકાસ સેવા યોજનામાં આંગણવાડી કાર્યકર/તેડાગરની ભરતી પ્રકિયા માટે સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાહર પાડવામાં આવેલ ઠરાવ ક્ર્માંક નં. આઇસીડી/૧૦૨૦૧૯/૧૬૫૨/બ (પાર્ટ-૨), તા.૨૫/૧૧/૨૦૧૯ થી આંગણવાડી કાર્યકર/તેડાગરની પસંદગી માટેના ધોરણો, કાર્યકર/તેડાગર સેવાપોથી EHRMS, અને ઓનલાઇન ભરતી પ્રક્રિયા અંગેની ધોરણો, માનદસેવા, સમીક્ષા, શિસ્ત બાબતના નિયમોને આધીન રહેશે.
(૨) અરજદાર દ્રારા એકવાર ઓનલાઇન અરજી કન્ફર્મ થયા બાદ સુધારાને અવકાશ રહેશે નહી.
(૩) અરજીફોર્મમા ભરેલ માહિતી અને અપલોડ કરેલા દસ્તાવેજોની વિગતોમાં કોઇ પણ વિસંગતતા હશેતો અરજદારની ઉમેદવારી રદ્દ ગણાશે. અપલોડ કરેલ દસ્તાવેજો બરાબર વાંચી શકાય તે પ્રકારના હોવા જોઇએ.
(૪) જે કિસ્સાઓમાં અરજદારે એક કરતા વધારે પ્રયત્ન કરી પરીક્ષા પાસ કરેલ હશે તો તેવા કિસ્સાઓમાં અરજદારએ દરેક પ્રયત્નની માર્કશીટ સ્કેન કરી અપલોડ કરવાની રહેશે. એકથી વધુ પ્રયત્ને પાસ થનાર ઉમેદવારે જે તે માર્કશીટનાં પાસ થયેલા વિષય/વિષયોનાં ગુણ જ ગણવાનાં રહેશે. નાપાસ થયેલ વિષય/વિષયોનાં ગુણ બાદ કરીને કુલ ગુણ ગણવાના રહેશે. ત્યારબાદ ફરીથી પાસ થયેલ વિષય/વિષયોનાં ગુણ ગણવા. આમ, કુલ ૭ વિષયનાં કુલગુણ ૭૦૦ હોય તો જુદી-જુદી માર્કશીટ પૈકી ૭૦૦ માંથી પાસ થયેલ વિષયોના ગુણ જ ગણવા. દા.ત. કુલ-ગુણ ૭૦૦ માંથી ૩૨૫ મેળવેલ ગુણ હોય જેમાં એક વિષયમાં ૨૫ ગુણ સાથે નાપાસ હોય તો મેળવેલ ગુણ ૩૦૦ ગણવાનાં રહેશે. ત્યારબાદ તે વિષયમાં ૫૦ ગુણ હોય તો કુલ ગુણ ૭૦૦ માંથી મેળવેલ ગુણ ૩૫૦ થશે.
(૫) જે કિસ્સામાં માર્ક્સશીટમાં ગ્રેડ/સ્કોર દર્શાવેલ હોય તે કિસ્સામાં યુનિવર્સિટી/કોલેજ દ્વારા જારી કરવામાં આવેલ ગ્રેડ/સ્કોરમાંથી ગુણની ગણતરી અથવા યુનિવર્સિટી/કોલેજ પાસેથી જ એ ગણતરી થયેલ માર્ક્સનું પ્રમાણપત્ર/માર્ક્સશીટ ફરજિયાત અપલોડ કરવાનું રહેશે
(૬) આ અરજી પત્રક માત્ર ઉમેદવારી નોંધવવા માટે છે. તે નિમણૂંક અંગેની દાવેદારી સબબ ગણવામાં આવશે નહી.
(૭) અરજદારનું નામ અંગ્રેજી અને ગુજરાતીમાં, અને આ સિવાયની તમામ વિગતો અરજદાર દ્વારા અંગ્રેજીમાં ભરવાનુ રહેશે.