એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા A-ગ્રૂપ એડમિશન રૂબરૂ કાઉન્સેલિંગ અંગે...
>>>> સ્નાતક કક્ષાના એ-ગૃપના અભ્યાસક્રમોમાં પ્રવેશ અન્વયે તા. ૧૦.૧૧.૨૦૨૦નાં યોજાનાર આગામી રૂબરૂ કાઉન્સેલીંગ માટે અતી અગત્યની સુચનાઓ
>>>> ગુજરાત રાજ્યની આણંદ, જૂનાગઢ, નવસારી તથા સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીઓમાં ધોરણ-૧૨માં (વિજ્ઞાન પ્રવાહ) પછીના સ્નાતક કક્ષાના એ-ગ્રુપના અભ્યાસક્રમો માટે બે ઓનલાઈન રાઉન્ડ તેમજ ત્રીજા ઓફલાઇન રાઉન્ડ બાદ ખાલી રહેલ જગ્યાઓ માટે ચારેય કૃષિ યુનિસર્સિટીઓ દ્વારા નક્કી થયા મુજબ જે વિદ્યાર્થીઓએ પ્રથમ અને બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ પરંતુ ફી ભરી શકેલ નથી તેવા વિદ્યાર્થીઓ માટે જ આગામી રૂબરૂ કાઉન્સેલિંગ તા.૧૦.૧૧.૨૦૨૦ નાં રોજ ગુજરાત રાજ્યની ચારેય કૃષિ યુનીવર્સિટીઓ ખાતે હાથ ધરવામાં આવનાર છે.
>>>> સ્નાતક કક્ષાના એ-ગ્રુપના અભ્યાસક્રમોમાં પ્રવેશ અન્વયે પ્રથમ અને બીજા ઓનલાઇન રાઉન્ડમાં પ્રવેશ મળેલ હોય અને જે વિદ્યાર્થીઓ ફી ભરી શકેલ નથી તેવા જ વિદ્યાર્થીઓ જો એ-ગ્રુપના અભ્યાસક્રમોમાં બાકી રહેલ બેઠકોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તેઓએ પોતાની નજીકની કોઇ પણ કૃષિ યુનિવર્સિટી ખાતે નીચે દર્શાવેલ સ્થળો પૈકી કોઇ એક સ્થળે તા.૧૦.૧૧.૨૦૨૦ના રોજ સવારે ૯.૦૦ કલાકે વેબસાઇટ a.gsauca.in પર મુકેલ મેરીટ ક્રમ પ્રમાણે કાઉન્સેલિંગ દરમ્યાન પ્રવેશ માટે ભરેલ ઓનલાઇન ફોર્મની નકલ, તમામ અસલ પ્રમાણપત્રો તથા દરેક પ્રમાણપત્રોની
>>>> એ-ગૃપમાં પ્રથમ અને બીજા રાઉન્ડના અંતે બાકી રહેલ તમામ કેટેગરીના તમામ વિદ્યાર્થીઓને મેરીટ યાદી પ્રમાણે ત્રીજા રાઉન્ડ રૂબરૂ કાઉન્સેલીંગમાં બોલાવવામાં આવેલ હતા અને તે મુજબ પ્રવેશ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ તેમ છતા બેઠકો ખાલી રહેતા ચારેય કૃષિ યુનિવર્સિટી દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ જે વિદ્યાર્થીઓએ પ્રથમ અને બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ પરંતુ ફી ભરી શકેલ નથી તેવા વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઇ કેટેગરીને ધ્યાને લીધા સિવાય જનરલ મેરીટ મુજબ આગામી પ્રવેશ કાર્યવાહી કરવામાં આવશે.
>>>> કાઉન્સેલિંગ વખતે પ્રવેશ મળ્યેથી તુરત જ ફી એકી સાથે કાઉન્સેલીંગ સ્થળ પર જ ઓનલાઇન (ડેબીટ કાર્ડ/ ક્રેડીટ કાર્ડ/ નેટ બેંકીંગથી) ભરવાની રહેશે. ફી નહિં ભરનારનો પ્રવેશ આપોઆપ રદ થશે.
>>>> રૂબરૂ કાઉન્સેલિંગનાં નિયત કરેલ સમયબાદ મોડા આવનાર વિદ્યાર્થીઓને જે તે સમયે ઉપલબ્ધ સીટ મેટ્રીક્ષના પ્રમાણે મેરીટના આધારે ઉપલબ્ધ ખાલી બેઠકો ઉપર જ પ્રવેશ આપવામાં આવશે તેમજ ખાલી સીટો ભરાઈ ગયા બાદ એડમિશન પ્રક્રિયા પૂર્ણ ગણવાની રહેશે.
>>>> રૂબરૂ કાઉન્સેલિંગમાં બોલાવવામાં આવનાર વિદ્યાર્થીઓની ટકાવારી મુજબ મેરીટ યાદી વેબસાઈટ a.gsauca.in પર તા.૦૯.૧૧.૨૦૨૦ના રોજ મુકવામાં આવશે. જેની દરેક વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ ખાસ નોંધ લેવી.
આગામી તા. ૧૦.૧૧.૨૦૨૦નાં રૂબરૂ કાઉંન્સેલીંગ માટે કાઉન્સેલીંગ સ્થળ : અહી ક્લિક કરો.
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
***********
એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા A-ગ્રૂપ એડમિશન શરૂ (બીજા રાઉન્ડ માટે)...
::: બીજા રાઉન્ડ માટે અતી અગત્યની સુચનાઓ :::
એડમીશન ફી ભરવાની તારીખ ૨૨.૧૦.૨૦૨૦ થી ૨૬.૧૦.૨૦૨૦ છે.
- ફી ભર્યા પછી એડમીશન કન્ફર્મ કરવા માટે પ્રવેશ મેળવેલ કોલેજ ખાતે ડીપોઝીટની ફી રૂ.૫૫૦૦/- તથા તમામ જરૂરી ડોક્યુમેન્ટસ સાથે હાજર થવાની તારીખ ૨૨.૧૦.૨૦૨૦ થી ૨૭.૧૦.૨૦૨૦ છે. તા.૨૪.૧૦.૨૦૨૦ તથા ૨૫.૧૦.૨૦૨૦ના રોજ જાહેર રજાના દિવસો હોય કોલેજની કામગીરી બંધ રહેશે જેની તમામ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ ખાસ નોંધ લેવા વિનંતી.
- જે વિધાર્થીનું પ્રથમ રાઉન્ડનાં Allotment માં નામ હતું અને ફી ભરી છે પરંતુ તેમને એડમીશન કન્ફર્મ કરાવેલ નથી તેમને પુન: ફી ભરવાની રહેતી નથી.
- જે વિધાર્થીને પ્રથમ ચોઈસ કરેલ કોલેજમાં એડમિશન મળે છે તેમને પ્રવેશ ફી ભરી પ્રવેશ મળેલ કોલેજ ખાતે તા.૨૭.૧૦.૨૦૨૦ નારોજ સાંજના ૪.૩૦ વાગ્યા સુધીમાં ફરજીયાત હાજર થવાનું રહેશે. પ્રવેશ ફી ભર્યા પછી જો, જે તે કોલજ પર તા.૨૭.૧૦.૨૦૨૦ સુધી હાજર નહિ થાય તો તમારો પ્રવેશ રદ્દ કરવામાં આવશે અને આગળના રાઉન્ડમાં તમારું નામ આવશે નહિ.
- અન્ય વિધાથીઓ કે જેમને બીજી અથવા તેનાથી નીચેની (ત્રીજી અથવા ચોથી અથવા પાંચમી) ચોઈસ કરેલ કોલેજમાં પ્રવેશ મળે છે, તેમને પ્રવેશ મળેલ કોલેજમાં જ એડમિશન લેવા માંગતા હોય અને આગળના રાઉન્ડમાં ભાગ ન લેવો હોય તો પણ તા.૨૬.૧૦.૨૦૨૦ સુધીમાં ફી ભરી તા.૨૭.૧૦.૨૦૨૦ નારોજ સાંજના ૪.૩૦ વાગ્યા સુધીમાં કોલેજ પર રૂબરૂ હાજર થઇ અને એડમિશન કન્ફર્મ કરાવવું ફરજીયાત છે.
- જે વિધાર્થીઓને અત્યારે એડમીશન મળે છે તેમને મળેલ કોલેજમાં એડમીશન કન્ફર્મ કરવા અથવા આગળના રાઉન્ડમાં ભાગ લેવા માંગતા હોય તેને તા.૨૬.૧૦.૨૦૨૦ સુધીમાં ફી ભરવી ફરજીયાત છે. ફી નહિ ભરવામાં આવે તો આગળના રાઉન્ડમાં તમારું નામ નીકળી જશે.
- વિધાર્થીઓ કે જેમને બીજી અથવા તેનાથી નીચેની (ત્રીજી અથવા ચોથી અથવા પાંચમી) ચોઈસ કરેલ કોલેજમાં પ્રવેશ મળે છે, તેમને આ કોલેજ માં એડમિશન પસંદ ન હોય તો, અને બીજા રાઉન્ડમાં ભાગ લેવા માંગતા હોય તો માત્ર તા.૨૬.૧૦.૨૦૨૦ સુધીમાં ફી ભરવાની રહશે અને કોલેજ પર હાજર થવાનું રહેશે નહિ.
- જે વિધાર્થીઓને કોઈપણ કોલેજમાં પ્રવેશ મળતો નથી તેમને કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેશે નહિ અને જો આવા વિધાર્થીઓ કોઈ પણ પ્રકારની ફી ભરશે તો તેમને ફી રિફંડ કે પરત કરવામાં આવશે નહિ અને તેમનો એડમિશનનો કોઈ પણ પ્રકારનો દાવો માન્ય ગણાશે નહિ.
બીજા રાઉન્ડ માટે અતી અગત્યની સુચનાઓ
1st રાઉન્ડ પછી બાકી રહેલ શીટો : અહી ક્લિક કરો
વધુ વિગત માટે : અહી ક્લિક કરો