એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા એડમિશન માટે બીજો રાઉન્ડ જાહેર
::: કોર્સ ::: B ગ્રૂપ માટે
- B.Sc. (હોનર્સ) એગ્રીકલ્ચર
- B.Sc. (હોનર્સ) હોર્ટિકલ્ચર
- B.Sc. (હોનર્સ) ફોરેસ્ટી
- B.Tech. બાયોટેક્નોલોજી
"ઉમેદવારોએ કોલેજ ખાતે પ્રવેશ કન્ફર્મ કરાવતી વખતે રજૂ કરવાના થતાં પ્રમાણપત્રોની યાદી"
👇👇👇
>>> કટ ઓફ માર્કસ સેકન્ડ ઓનલાઈન રાઉન્ડ : અહી ક્લિક કરો
>>> પ્રથમ રાઉન્ડ બાદ ખાલી રહેલી બેઠકોની યાદી (કેટેગરી વાઇઝ)- Revised : અહી ક્લિક કરો
બી-ગ્રુપ એડમિશનને લગતી કોઈપણ પ્રકારની માહીતી કે પ્રશ્નો અંગે માત્ર help.bgsauca2020@aau.in પર ઇ-મેલ કરવો
સ્નાતક કક્ષા(બી-ગૃપ)ના અભ્યાસક્રમોમાં પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળેલ વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચના
(૧) પ્રથમ રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને તેમની પ્રથમ પસંદગીની કોલેજમાં એડમિશન મળેલ છે. તેમણે પ્રવેશ ટોકન ફી (વિદ્યાર્થીઓ માટે રૂ.૮૨૦૦/- અને વિદ્યાર્થિનીઓ માટે રૂ.૩૨૦૦/-) ઓનલાઈન ભરી તા.૦૯.૧૧.૨૦૨૦ થી તા.૧૧.૧૧.૨૦૨૦ સુધીમાં સાંજે ૦૫.૩૦ કલાક સુધીમાં પ્રવેશ મળેલ કોલેજ ખાતે ફરજીયાત હાજર થઈ જવાનું રહેશે. તેમજ બાકીની રૂ.૫૫૦૦/- ડિપોઝિટ રૂબરૂ ભરવાની રહેશે. જે વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં પ્રથમ પસંદગીની કોલેજમાં પ્રવેશ મળેલ છે. તેવા વિદ્યાર્થીઓના નામનો સમાવેશ આગળના રાઉન્ડમાં કરવામાં આવશે નહીં.
(૨) પ્રથમ રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને તેમની પ્રથમ પસંદગી સિવાયની કોલેજમાં એડમિશન મળેલ છે. અને જેઓને આગળના રાઉન્ડમાં ભાગ લેવો હોય તેમણે ફક્ત ટોકન ફી (વિદ્યાર્થીઓ માટે રૂ.૮૨૦૦/- અને વિદ્યાર્થિનીઓ માટે રૂ.૩૨૦૦/-) તા.૦૯.૧૧.૨૦૨૦ થી તા.૧૧.૧૧.૨૦૨૦ સુધીમાં ઓનલાઈન ભરવાની રહેશે પરંતુ પ્રવેશ મળેલ કોલેજ ખાતે હાજર થવાનું રહેશે નહીં. જેની સર્વે વિદ્યાર્થીઓએ નોંધ લેવી.
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
>>> એપ્લિકેશન ફોર્મ કે ચલણ અંગેની કોઈપણ પ્રકારની માહીતી કે પ્રશ્નો અંગે માત્ર help.bgsauca2020@aau.in પર ઇ-મેલ કરવો
>>> તા.૨૭-૧૦-૨૦૨૦ ના રોજ જાહેર થનાર મોક રાઉન્ડ મોકૂફ રાખવામાં આવેલ છે જેની નોધ લેવી
ફોર્મ તા. : 12/10/2020 થી 19/10/2020
ફી : Rs.200/- + બેન્ક ચાર્જ + ફોર્મ ચાર્જ
::: સુધારો કરેલ તારીખો :::
>>>>> "ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં સ્નાતક કક્ષાના બી-ગૃપના અભ્યાસક્રમો માટે ધોરણ-૧૨ (વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષામાં ફિઝીક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીના માત્ર થિયરીમાં (ગ્રેસિંગ માર્ક્સ સિવાય) SC/ST કેટેગરી માટે ઓછામાં ઓછા ૧૦૫ માર્કસ તેમજ SEBC/EWS/GENERAL કેટેગરી માટે ઓછામાં ઓછા ૧૨૦ માર્કસ હોય તેવા જ વિદ્યાર્થીઓએ ઓનલાઈન ચલણ ફોર્મ ભરવું."
>>>>> ગુજરાત સરકારશ્રીના નોટીફીકેશન ક્રમાંક-ગકવ-૨૦૧૫૧૬-GOI-II-ક.૨ (પાર્ટ-૩), તા.૨૮.૦૯.૨૦૨૦ અન્વયે રાજ્યની ચારેય કૃષિ યુનિવર્સિટીઓ(આણંદ, જુનાગઢ, નવસારી, સરદારકૃષિનગર)ની પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય તેમજ ફિશરીઝ મહાવિદ્યાલય (જુકૃયુ, વેરાવળ અને નકૃયુ, નવસારી) કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરમાં તબદીલ થયેલ હોવાથી આ ચારેય કોલેજોનો સમાવેશ હવેથી આગામી બી-ગ્રુપ પ્રવેશ પ્રક્રિયા ૨૦૨૦-૨૧માં થશે નહી. જેથી B.V.Sc. & A.H., તેમજ B.F.Sc. અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવાં માગતા વિદ્યાર્થીઓએ અલગથી કામધેનું યુનિવર્સિટી,ગાંધીનગરમાં ફોર્મ ભરવાનું રહેશે. સદર કોર્ષ બાબતે વધુ માહીતી માટે કામધેનું યુનિવર્સિટી,ગાંધીનગરમાં નો સંપર્ક કરવાનો રહેશે.
>>>>> "સને ૨૦૨૦-૨૧ના સ્નાતક કક્ષાના "બી" ગૃપના અભ્યાસક્રમોમાં જે ઉમેદવારોના ઓનલાઈન ફોર્મમાં ભૂલ છે. તેવા ઉમેદવારોની યાદી વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે. જેથી આવા ઉમેદવારોએ તા.૨૨.૧૦.૨૦૨૦ સાંજે ૦૬.૦૦ વાગ્યા સુધીમાં ઓનલાઈન ફોર્મમાં થયેલ ભૂલનો સુધારો કરી ફોર્મ ફરીથી સબમિટ કરવાનું રહેશે. ઓનલાઈન ફોર્મમાં ઉમેદવાર દ્વારા થયેલ ભૂલનો સુધારો જો સમયમર્યાદામાં કરવામાં નહીં આવે તો તેવા ઉમેદવારોનું નામ પ્રવેશ પ્રક્રિયામાંથી રદ્દ થઈ જશે."
>>>>> જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ ચોઇસ ફીલીગ કરેલ નથી તેઓએ તારીખ ૨૩-૧૦-૨૦૨૦ , સાંજના ૮ વાગ્યા સુધીમાં ચોઈસ ફીલિંગ કરવાની રેહશે અન્યથા તેમનું નામ મેરીટ લીસ્ટમાં સમાવેશ કરવામાં આવશે નહી.>>>> એપ્લિકેશન ફોર્મ કે ચલણ અંગેની કોઈપણ પ્રકારની માહીતી કે પ્રશ્નો અંગે માત્ર help.bgsauca2020@aau.in પર ઇ-મેલ કરવો
બી-ગ્રૂપ એડમિશન બુકલેટ માટે : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
::: જરૂરી ડૉક્યુમેન્ટ :::
- ફોટો/સહી
- ધો.10 અને 12 ની માર્કશીટ
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- આધાર કાર્ડ
- ગુજકેટની માર્કશીટ
- જાતિનો દાખલો
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- 7 12 / 8A નો દાખલો (ખેડૂત પુત્ર માટે)
વિશેષ ખુબ અગત્યનુ
-> ઓનલાઈન ફોર્મ વેરિફિકેશન થયા બાદ વિદ્યાર્થીએ ફોર્મમાં દર્શાવેલ ઈમેલ/ફોન નંબર ઉપર મેસેજ આવી જશે ત્યારબાદ વિદ્યાર્થીએ કોલેજની ચોઈસ ફિલિંગ કરવી ફરજિયાત છે.
-> કોલેજ ચોઈસ ફિલિંગ કર્યા બાદ કોલેજ ચોઈસ લોક કરવી ફરજિયાત છે.
-> જે વિદ્યાર્થીઓએ ચોઈસ ફિલિંગ કરેલ નહીં હોય તેઓનું નામ મેરીટ લીસ્ટમાં સામેલ કરવામાં આવશે નહીં.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
ચલણ ફોર્મ માટે
http://b.gsauca.in/Form_student_challan_registration.aspx?action_main=challan_print
ચલણ ની ફરી પ્રિન્ટ માટે
http://b.gsauca.in/Form_Online_Challan_Print.aspx?action_main=online_challan_print
ફોર્મ માટે
http://b.gsauca.in/Form_Student_Challan_Search.aspx?action_main=registration
ફોર્મમાં સુધારો
http://b.gsauca.in/Form_Student_Application_Search.aspx?action_main=registration_edit
ફોર્મની પ્રિન્ટ
http://b.gsauca.in/Form_Student_Application_Search.aspx?action_main=registration_print
ચોઈસ ફિલિંગ
http://b.gsauca.in/Form_Student_Application_Search.aspx?action_main=choice_filling
એપ્લીકેશન સ્ટેટસ જોવા માટે
http://b.gsauca.in/Form_Student_Application_Search.aspx?action_main=application_status
::: અગત્યની તારીખો :::