દિવ્યાંગ લગ્ન સહાય યોજના...
Direct Social defence (niyaમક સમાજ સુરક્ષા)...
>>>> યોજનાનું નામ
>>>> પાત્રતાના માપદંડ
>>>> સહાયનો દર
>>>> રજુ કરવાના ડોક્યુમેન્ટ
Direct Social defence (niyaમક સમાજ સુરક્ષા)...
>>>> યોજનાનું નામ
દિવ્યાંગ લગ્ન સહાય યોજના
>>>> પાત્રતાના માપદંડ
- કન્યાની ઉંમર ૧૮ વર્ષથી ઉપર અને છોકરાની ઉંમર ૨૧ વર્ષથી વધુ હોવી જોઇએ.
- આ યોજનાનો લાભ ફકત એક જ વખત (એક યુગલદીઠ) મળવાપાત્ર રહેશે.
- આ યોજના હેઠળ નિચે પત્રકમાં દર્શાવેલ દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ આપવામાં આવે છે.
- આ યોજના હેઠળ લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય મેળવવા અરજી કરવાની હોય છે.
>>>> સહાયનો દર
આ યોજના હેઠળ દિવ્યાંગથી દિવ્યાંગ વ્યકિત લગ્ન કરે ત્યારે રુ.પ૦,૦૦૦/- + .પ૦,૦૦૦/- મળીને કુલ રૂ. ૧૦૦૦૦૦/- તેમજ સામાન્ય/ વ્યકિતથી દિવ્યાંગ વ્યકિત લગ્ન કરે ત્યારે રૂ. રુ.પ૦,૦૦૦/- ની સહાય ચુકવવામાં આવે છે.
>>>> રજુ કરવાના ડોક્યુમેન્ટ
- કન્યા/કુમારનો સિવિલ સર્જનશ્રીનો દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ
- રહેઠાણ નો પુરાવો (રેશન કાર્ડ/વીજળી બીલ/ડ્રાઇવિંગ લાઈસન્સ/આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક)
- અરજદારનું શાળા છોડયાનું પ્રમાણપત્ર
- કન્યા/કુમારનું શાળા છોડયાનું પ્રમાણપત્ર
- અરજદારનો સિવિલ સર્જનશ્રીનો દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ
- બંનેના સંયુકત લગ્ન વખતના ફોટા
- લગ્ન કંકોત્રી
- બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક
- લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર
આ યોજના હેઠળ નીચે પત્રકમાં દર્શાવેલ દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ આપવામાં આવે છે.
👇👇👇
>>> વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
>>> વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
https://esamajkalyan.gujarat.gov.in/index.aspx