(આ યોજના અનુસુચિત જાતિના (SC) ઉમેદવારો માટે છે.)
યોજનાનો હેતુ
અનુસૂચિત જાતિના ઘણા લોકો ખેત મજુરી પર નિર્ભર છે. આ જાતિના લોકો ખેતીની જમીન ખરીદ કરીને જાતે ખેતી કરી, આવકમાં વધારો કરી શકે તે આશયથી ખેતીની જમીન ખરીદવા માટે અરજદારને એકર દીઠ રૂ.૧,૦૦,૦૦૦ અને વધુમાં વધુ ૨ એકર માટે રૂ.૨,૦૦,૦૦૦ ની નાણાકીય સહાય યોજના આપવા આવે છે.
નિયમો અને શરતો
વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦ રહેશે.
સરકારી સહાય બાદ કરતાં જે લાભાર્થી જમીન ખરીદવા સક્ષમ હોય તેને જ લાભ મળવાપાત્ર છે.
કુટુંબની એક જ વ્યક્તિને જ લાભ મળવાપાત્ર છે.
સરકારી સહાયથી મળેલ જમીન લાભાર્થી ૧૫ વર્ષ સુધી બિન વેચાણને પાત્ર રહેશે .
લાભ મેળવનાર લાભાર્થી ખેતમજૂર હોવા જરૂરી છે.
રજુ કરવાના ડોક્યુમેન્ટ
- અરજદારનું આધાર કાર્ડ
- સક્ષમ અધિકારીશ્રી દ્વારા આપવા આવેલ જાતિનું પ્રમાણપત્ર
- ખેડૂત/ખેતમજુર હોવા અંગેનો તલાટી કમ મંત્રીનો દાખલો
- આવકનો દાખલો
- બાનાખતની ખરી નકલ
- જમીન વેચવા અંગેની મહેસૂલ (રેવન્યુ) ખાતાની પરવાનગી ની ખરી નકલ
- જમીનના ૭/૧૨ તથા ૮(અ) ઉતારા
- જમીન હોય એનું ૭/૧૨ / ૮(અ) / તલાટિકમ મંત્રી નો દાખલો
- બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
સોગંધનામાનો નમૂનો : અહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
રજીસ્ટ્રેશન માટે
https://esamajkalyan.gujarat.gov.in/Registration.aspx
લૉગિન માટે
https://esamajkalyan.gujarat.gov.in/index.aspx