સંતસુરદાસ યોજના(તીવ્ર દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને આર્થિક સહાય આપવા માટેની યોજના).... 


યોજનાનું નામ
સંત સુરદાસ યોજના. (તીવ્ર દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને આર્થિક સહાય આપવા માટેની યોજના)

પાત્રતાના માપદંડ
  • ૦ થી ૧૭ વર્ષની ઉમરની વ્યક્તિ
  • ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિ
  • ગ્રામ્ય વિસ્તારમાં બી.પી.એલ યાદીમાં ૦ થી ૨૦ નો સ્કોર ધરાવનાર તેમજ શહેરી વિસ્તારમાં ગરીબીરેખા હેઠળ જીવતી દિવ્યાંગ વ્યકતિને મળવાપાત્ર છે.

સહાયનું ધોરણ
રૂ.૬૦૦/- માસિક પેન્શન રાજ્ય સરકાર દ્રારા આપવામાં આવે છે.

રજુ કરવાના ડોક્યુમેન્ટ
  • રહેઠાણ નો પુરાવો (રેશન કાર્ડ/વીજળી બીલ/ડ્રાઇવિંગ લાઈસન્સ/આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક)
  • ઉમર નો પુરાવો (શાળા છોડ્યા નું પ્રમાણપત્ર/જન્મનો દાખલો(તલાટી/નગર પંચાયત રેકર્ડ ઉપરનો) પૈકી કોઈ પણ એક)
  • દિવ્યાંગ ઓળખ કાર્ડ / સીવીલ સર્જનશ્રીનું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર પૈકી કોઈ પણ એક
  • બી.પી.એલ. સ્કોર અંગે નો દાખલો/ સુવર્ણ જયંતિ કાર્ડ પૈકી કોઈ પણ એક
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક પૈકી કોઈ પણ એક



વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 
રજીસ્ટ્રેશન માટે
https://esamajkalyan.gujarat.gov.in/Registration.aspx
લૉગિન માટે
https://esamajkalyan.gujarat.gov.in/index.aspx