સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વિદેશ અભ્યાસ લોન માટે અરજી.... 


વર્ષ ૨૦૨૦-૨૧ માટે વિદેશ અભ્યાસ લોન યોજના (સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ SEBC) હેઠળ લોન મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ પાસેથી વર્ષ ૨૦૨૦-૨૧ માટે લોન અરજીઓ સ્વીકારવા માટે તા.૦૬/૦૨/૨૦૨૧ થી તા.૨૦/૦૨/૨૦૨૧ સુધી અથવા વધુમાં વધુ ૫૦ અરજીઓ મળે તે બે માંથી જે વહેલુ

છેલ્લી તા. : 20/02/2021 

વિદ્યાર્થીર્ઓને વિદેશમાં અભ્યાસ માટે લોન

પાત્રતાના માપદંડ
  • ધોરણ-૧૨ પછી વિદેશમાં જતા વિદ્યાર્થીઓ માટે ધોરણ-૧૨ માં ઓછામાં ઓછા ૬૫% ટકા કે તેથી વધુ ગુણ. (NT/DNT, વધુ પછા,, અતિ પછાત માટે ૫૫ %)
  • સ્નાતક (ગ્રેજ્યુએટ) પછી વિદેશમાં જતા વિદ્યાર્થીઓ માટે સ્નાતક (ગ્રેજ્યુએટ) માં ઓછામાં ઓછા ૬૦% ટકા કે તેથી વધુ ગુણ. (NT/DNT, વધુ પછાત, અતિ પછાત માટે ૫૦ %)
  • (આ. પ. વર્ગ માટે) સ્નાતક (ગ્રેજ્યુએટ) પછી વિદેશમાં જતા વિદ્યાર્થીઓ માટે સ્નાતક (ગ્રેજ્યુએટ) માં ઓછામાં ઓછા ૬૦% ટકા કે તેથી વધુ ગુણ.
સહાયનું ધોરણ
  • વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે રૂ.૧૫.૦૦ લાખની લૉન આપવામા આવશે.
  • (સા. અને શૈ. પ. વર્ગ / SEBC)ધોરણ-૧૨ પછી ડિપ્લોમા / સ્નાતક અથવા સમકક્ષ અભ્યાસક્રમો માટે.
  • (સા. અને શૈ. પ. વર્ગ / SEBC) સ્નાતક (બેચલર ડિગ્રી) પછી અનુસ્નાતક કક્ષાના (Post Graduate)અભ્યાસક્રમ માટે.
  • (આ. પ. વર્ગ ) સ્નાતક (બેચલર ડિગ્રી) પછી અનુસ્નાતક કક્ષાના (Post Graduate)અભ્યાસક્રમ માટે.
આવક મર્યાદા
  • સા. અને શૈ. પ. વર્ગ / SEBC માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૧૦.૦૦થી ઓછી.
  • આ. પ. વર્ગ / EBC માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૪.૫૦ લાખ કે તેથી ઓછી.
  • વ્યાજનો દર
  • વાર્ષિક ૪ ટકા લેખે સાદુ વ્યાજ.નિયમિત લોન/વ્યાજ ભરવામાં કસુરવાર થયેથી ૨.૫ ટકા લેખે દંડનીય વ્યાજ.
લોન કેવી રીતે પરત કરવી
  • વિદ્યાર્થીના અભ્યાસ પૂર્ણ થયાના એક વર્ષ બાદ વસુલાત શરૂ કવામાં આવશે..

રજુ કરવાના ડોક્યુમેંટ
  • અરજદારનો જાતિનો દાખલો
  • કુટુંબની આવકનો દાખલો,આઇ. ટી. રીટર્ન, ફોર્મ -૧૬
  • અરજદારની અભ્યાસની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, અને ટકાવારીના આધારો
  • વિદેશના અભ્યાસનો ઓફરલેટર/ I–20 / Letter of Acceptence.
  • વિદ્યાર્થીના પાસપોર્ટની નકલ
  • વિદ્યાર્થીના જે તે દેશના વીઝાની નકલ
  • એર ટીકીટની નકલ
  • અરજદારના ફોટો
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

પરિશિષ્ટ 1 થી 5 ડાઉનલોડ માટે : અહી ક્લિક કરો

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

રજીસ્ટ્રેશન માટે 
https://esamajkalyan.gujarat.gov.in/Registration.aspx
લૉગિન માટે 
https://esamajkalyan.gujarat.gov.in/index.aspx