ફ્રી સિલાઈ મશીન..... 


>>>  યોજનાનો હેતુ
નાનો ધંધો-રોજગાર કરવા ઇચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા- રોજગાર અનુરૂપ કિટ્‍સ આપવામાં આવે છે.

>>>  નિયમો અને શરતો
*****   અરજદારશ્રીની વય મર્યાદા ૧૮ થી ૬૦ વર્ષ હોવી જોઇએ.
*****   અનુસૂચિત જાતિના લોકો કે જેઓની વાર્ષિક મર્યાદા ગ્રામ્યવિસ્તારમાં ₹ ૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તારમાં ₹. ૧,૫૦,૦૦૦ ધરાવતા હોય.
*****   અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિ માટે કોઇ આવક મર્યાદા નથી.
*****   લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાવ લાભ લીધેલ હશે તો પુન: આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર નથી.

*****   સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના ઇસમોને તેઓનું જીવન ગરિમા પુર્ણ રીતે જીવી શકે અને જાતે જ નાના વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે માનવ ગરીમા યોજના અમલમાં આવેલ છે.
*****   માનવ ગરીમા યોજનામાં દરજી કામ, વિવિધ પ્રકારની ફેરી,પંચર કીટ,બ્યુટી પાર્લર, દુધ-દહીવેચનાર,મોબાઇલ રીપેરીંગ વિગેરે જેવા કુલ-૨૮ વ્યવસાય(ટ્રેડ)માં રૂ.૨૫,૦૦૦/-ની મર્યાદામાં વિના મુલ્યે સાધન સહાય (ટૂલ કીટ્સ) આપવામાં આવે છે


>>>  કુલ –૨૮ પ્રકારના વ્યવસાય માટે ટૂલ કિટ્સ આપવામાં આવે છે.(યાદી નીચે મુજબ છે.)
  • દરજીકામ (ફ્રી સિલાઈ મશીન)

>>>  રજુ કરવાના ડોક્યુમેન્‍ટ
  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ/પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજો પૈકી કોઈ એક)
  • અરજદારની જાતિ નો દાખલો
  • વાર્ષિક આવક નો દાખલો
  • અભ્યાસનો પુરાવો
  • વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો
  • બાંહેધરીપત્રક (નોટરાઇઝ સોગદનામું)
  • એકરારનામું
***   બાહેંધરી અને સોગંધનામું (નમૂનો) : અહી ક્લિક કરો

>>> (જે ધંધા કે રોજગાર માટે ફોર્મ ભરવા માંગો છો તે અંગેનું અનુભવનું પ્રમાણપત્ર જો ફોર્મ ભરતા સમયે અપલોડ કરેલ હશે તો તે ઉમેદવારને જે તે ધંધાની ટૂલ કીટસ (સાધનો) પહેલા મળશે...)
>>> ફોર્મ ભરતા સમયે ખૂબ જ કાળજી લેવી, અને ફોર્મની સંપૂર્ણ વિગત ધ્યાનપૂર્વક વાંચી લેવી, ફોર્મ ભર્યા બાદ તમામ વિગત એક વાર જાતે તપાસી લેવી... 
>>> ફોર્મ ભરતા સમયે જો બની શકે તો તમામ ઓરીજનલ ડૉક્યુમેન્ટ અપલોડ કરવા.

હાલ આ વર્ષ માટે (2021) ફોર્મ ચાલુ થયેલ નથી...


વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

ફોર્મ ભરવા માટે મુંજવતા પ્રશ્નોના જવાબ... 




ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
રજીસ્ટ્રેશન માટે
https://esamajkalyan.gujarat.gov.in/Registration.aspx
લૉગિન માટે
https://esamajkalyan.gujarat.gov.in/index.aspx