અનુસુચિત જાતિના (SC) વિદ્યાર્થીઓએ માટે વિદેસ અભ્યાસ લોન...  


વિદેશ અભ્યાસ લોન 

છેલ્લી તા. : 15/03/2021 





વિધ્યાર્થીઓ ને વિદેશમાં અભ્યાસ માટે લોન

યોજનાનો હેતુ
અનુસૂચિત જાતીના લોકોની નબળી આથિક અને સામાજિક પરિસ્થિતિના કારણે અનુસૂચિત જાતીના તેજસ્વી કારકીર્દી ધરાવતા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જઈ શકતા નથી માટે આર્થિક મદદરૂપ થવા ₹.૧૫.૦૦ લાખની લોન ૪%ના વ્યાજના દરે આપવામાં આવે છે.

નિયમો અને શરતો
  • મુળ ગુજરાત રાજયના વતની હોવા જોઇએ.
  • સ્‍નાતક કક્ષાએ ૫૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવ્‍યા હોય તેઓને પોસ્‍ટ ગ્રેજયુએટ,પી.એચ.ડી,કે ઉચ્‍ચ કક્ષાના સંશોધનઅને કોમ્‍પ્‍યુટર ક્ષેત્રના અભ્‍યાસક્રમો માટે લોન.
  • ધોરણ-૧૨ પછી વિદેશમાં ચાલતા ટેકનિકલ અને પ્રોફેશનલ અભ્યાસક્રમો માટે લોન.
  • યોજનાનો લાભ પુત્રવધુને આપી શકાશે પરંતુ કુટુંબ દીઠ ફકત એકજ વ્‍યકિતને મળવાપાત્ર.
  • કોઇ આવક મર્યાદા નથી
  • લોન મેળવનાર લાભાર્થી એ અભ્‍યાસક્રમ પૂર્ણ કર્યા બાદ ભારતમાં તેમની સેવાઓ ઓછામાં ઓછી પાંચ વર્ષ માટે આપવાની રહેશે.
  • લોનની વસુલાત વિદ્યાર્થીનો અભ્‍યાસક્રમ પૂર્ણ થયા પછી ૬ માસ પછીથી શરૂ કરવામાં આવે છે. પરંતુ લોનની વસુલાત ૧૦ વર્ષમાં પૂર્ણ કરવાની રહેશે.મુળ રકમ ભરપાઇ થયા બાદ વ્યાજ ૫ણ તે પ્રમાણે વસુલ કરવાનુ રહેશે.
  • લાભાર્થીએ તેના લોનના નાણા મળ્યાની તારીખથી એક માસની અંદર અભ્યાસક્રમ શરૂ કરવાનો રહેશે. વળી લાભાર્થીએ તેના અભ્યાસક્રમનો પ્રગતિનો ત્રિમાસિક અહેવાલ સબંધિત શૈક્ષણિક સંસ્થા પાસેથી મેળવી નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગરને નિયમિત રજુ કરવાનો રહેશે.
  • વિદ્યાર્થી વિદેશની જે સંસ્થામાં શિક્ષણ મેળવે તે સંસ્થા જે તે સરકાર ધ્વારા માન્ય થયેલ હોવી જોઇએ અને મેળવેલ ડીગ્રી જે તે દેશમાં સ્વીકૃત થયેલી હોવી જોઇએ.
  • લાભાર્થીએ બે સધ્ધર જામીન રજુ કરવાના રહેશે.
  • વિદેશમાં જતાં ૫હેલા અરજદારે પાસપોર્ટ,સ્ટુડન્ટ વિઝા,વિદેશમાંની માન્ય યુનીવર્સીટીમાં પ્રવેશ મળ્યા અંગેનો ૫ત્ર વગેરે આધારા રજુ કરવાના રહેશે.
  • આવા અભ્યાસક્રમમાં દાખલ થવા ઇચ્છતા ઉમેદવારના કોઇ સગા સંબંધી વિદેશમાં રહેતા હોય તો તાલીમાર્થીને તેઓ દ્વારા નાણાંકીય જવાબદારી માટેપુરસ્કૃત કરેલ હોવા જોઇએ નહી.
  • ધોરણ-૧૦ પાસ કર્યા ૫છી આઇ.ટી.આઇ.નો બે વર્ષનો અથવા તેથી વધુ સમયનો માન્યતા પ્રાપ્ત કોર્ષ કરેલ હોય અને તે માટેની એન.સી.વી.ટી અથવા જી.સી.વી.ટી.ની ૫રીક્ષા પાસ કરેલ હોયતો તે વિદ્યાર્થીઓએ પોતાની ૫સંદગી અનુસાર ગુજરાત માધ્યમીકઅને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડ ની ધો. ૧૨ ની અથવા ગુજરાત ઓ૫ન સ્કુલ એકઝામીનેશનની અંગ્રેજી વિષયની ૫રીક્ષા પાસ કરે તો તે વિદ્યાર્થીઓને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ ૫છીના અભ્યાસક્રમોમાં પ્રવેશના હેતુસર ધો.૧૨ ની સમકક્ષ ગણવામાં આવશે.
  • જે વિદ્યાર્થીએ ધો.૧૦ ૫છી પોલીટેકનીકમાં ત્રણ વર્ષનો ડીપ્લોમાં કોર્ષ કરેલ હોય તે વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ માટે ધો.૧૨ ની સમકક્ષ ગણવામાં આવશે.
  • વિઝા અને એરટીકીટ રજુ કર્યા પછી જ મંજુરીની કાર્યવાહી કરવામાં આવશે.

રજુ કરવાના ડોક્યુમેન્‍ટ
  • રહેઠાણ ના પુરાવા :(રેશનકાર્ડ/વીજળી બિલ /લાઇસન્સ/ભાડાકરાર/ચુટણી કાર્ડ)
  • અરજદાર ની જાતિ/પેટા જાતિ નો દાખલો
  • શાળા છોડયાનો દાખલો
  • શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો
  • વિધાથીનું સોગધનામુ(અસલમાં)
  • પાસપોર્ટ
  • વિઝા
  • એર ટીકીટ
  • લોન ભારપાઇ કરવા અગે પાત્રતાનો દાખલો
  • રૂા.100/-ના સ્ટેમ્પ પર જામીનદારનું જામીનખતાનો નમુનો પરિશિષ્ટ – ગ
  • મિલકતના વેલ્યુએશન રીપોર્ટ
  • મિલકતના આધાર (તાજેતરના 7-12 ના ઉતારા/ઇન્ડેક્ષ રજુ કરવી.)
  • રૂા.100/-ના સ્ટેમ્પ પર જામીનદારનું જામીનખતાનો નમુનો પરિશિષ્ટ – ગ
  • મિલકતના વેલ્યુએશન રીપોર્ટ
  • મિલકતના આધાર(તાજેતરના 7-12 ના ઉતારા/ઇન્‍ડેક્ષ રજુ કરવી.)
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો 

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

રજીસ્ટ્રેશન માટે 
https://esamajkalyan.gujarat.gov.in/Registration.aspx
લૉગિન માટે 
https://esamajkalyan.gujarat.gov.in/index.aspx