સરકારી યોજના
સંકટમોચન (રાષ્ટ્રિયકુટુંબસહાય) યોજના.... 

યોજના : સંકટમોચન (રાષ્ટ્રિયકુટુંબસહાય) યોજના....

લાભ : Rs.20,000/-
  
લાભ કોને મળી શકે ?

ગરીબી રેખા ૦ થી ર૦ નો સ્‍કોર ધરાવતા કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ (સ્ત્રી કે પૂરૂષ) નું મૃત્યુ કુદરતી રીતે અથવા અકસ્માત મૃત્યુ થાય તે કુટુંબને લાભ મળવાપાત્ર છે.
મૃત્યુ પામનાર પૂરૂષ કે સ્ત્રી ઉંમર ૧૮ વર્ષથી વધુ અને ૬૦ વર્ષથી ઓછી હોવી જોઇએ.
અવસાન થયાના ૨ વર્ષમાં અરજી કરવી જરૂરી.

લાભ શુ મળે ?

મુખ્ય કમાનારનું મૃત્યુ થતા કુટુંબને એક વખત રૂ. ૨૦,૦૦૦/- ની સહાય ડી.બી.ટી (ડાયરેક્ટ એકાઉન્ટ જમા) થી થાય છે.

અરજીપત્રક ક્યાંથી મળશે ?? 

અરજીપત્રક વિના મુલ્યે નીચેની કચેરીમાં પ્રાપ્ત છે.
જિલ્લા કલેક્ટર કચેરી.
પ્રાન્ત કચેરી.
તાલુકા મામલતદાર કચેરી અને જન સેવા કેન્‍દ્ર.
ગ્રામ પંચાયત કેન્દ્રના V.E.C કો. ઓપરેટર પાસેથી Digital Gujarat Portal પર ઓનલાઈન અરજી કરી શકાય

અરજી ક્યાં કરવી ?

આ યોજના હેઠળ શહેરી કે ગ્રામ્‍ય તમામ વિસ્‍તાર માટે સંબંધિત તાલુકા મામલતદારને અરજી કરવાની રહે છે.
લાભાર્થીને સહાયની રકમ લાભાર્થીના એકાઉન્‍ટમાં ડી.બી.ટી. દ્રારા જમા કરાવવામાં આવે છે.

નોંધ : - આ યોજના હેઠળની રકમ મંજૂર કરવાની સત્તા તાલુકા મામલતદારશ્રીઓને છે.

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો