RTE  (Right to Education)

ધો.1 થી બાળકો ને પ્રાઈવેટ સ્કૂલમાં ફ્રી એડમિશન
(વાલીની પસંદગીની કોઈ પણ પ્રાઈવેટ સ્કૂલમાં એડમિશન)

  • ફોર્મ શરૂ થવાની તારીખ :  25/06/2021
  • છેલ્લી તારીખ  : 05/07/2021 

નોંધ : 
>>>  કાળજી પૂર્વક ફોર્મ ભરવું, ક્યાય પણ ભૂલ ના રહે તેની કાળજી લેવી.  

>>> કન્ફર્મ કરેલ અરજીમાં અરજદાર પોતાનો રજીસ્ટર મોબાઇલ નંબર બદલવા માગતા હોય તેઓ ઓનલાઈન એપ્લીકેશનમાં Edit નો ઉપયોગ કરી સુધારો કરી શકશે. નવા રજીસ્ટર મોબાઈલ નંબર ઉપર હવે પછીના મેસેજ આવશે તેનું ધ્યાન રાખવું.

ગુજરાત સરકારની R.T.E. યોજના હેઠળ શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં ધો.૧ માં આવનાર બાળકો કે જે બાળકનો જન્મ ૫ થી ૭ વર્ષની વચ્ચે હોય તો તે બાળકોના વાલીઓ પોતે વેબસાઈટ પર ઓનલાઇન ફોર્મ ભરી R.T.E અંતર્ગત પોતાના બાળકને પોતાની પસંદગીની શાળામાં ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમમાં એડમિશન મેળવી ધો ૧ થી ૮ સુધી શાળા ફી , પુસ્તકો , યુનિફોર્મનો ખર્ચ સરકાર દ્વારા મેળવી શકે છે.


 અરજી કરવા માટે અત્યાર થી ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરી રા‌ખો. 

R.T.E અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ

૧. વિદ્યાર્થીનો જન્મનો દાખલો
૨. વિદ્યાર્થીનું આધાર કાર્ડ
૩. માતાપિતાનું આધાર કાર્ડ 
૪. આવકનો દાખલો (મામલતદારનો)
૫. લાઇટબિલ , રેશનકાર્ડ , વેરા બીલ (કોઈ પણ એક)
૬. બેંક પાસબુક (માતા અથવા પિતા અથવા બાળકની બેન્ક પાસબુક) 
૭. વિદ્યાર્થીના બે ફોટા
૮. પિતાનો જાતિનો દાખલો
9. BPL નો દાખલો (જો BPL કેટેગરીમાં આવતા હોય તો) 
(નોંધ: BPL રેશન કાર્ડ માન્ય ગણવામાં આવશે નહીં.)
નોંધ : જો ડૉક્યુમેન્ટ લિસ્ટમાં કોઈ ફેરફાર હશે તો ફોર્મ શરૂ થયાના સમયે મૂકવામાં આવશે... 


ફોર્મના નમૂના માટે : અહી ક્લિક કરો

વારંવાર પૂછાતા પ્રશ્નો : અહી ક્લિક કરો

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો



::: હેલ્પલાઇન નંબર ::: 

વર્ષ -2020 એડમિશનની માહિતી જોવા : અહી ક્લિક કરો