અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકની આદર્શ નિવાસી શાળા પ્રવેશ...


  • આદર્શ નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પ્રવેશના નિયમોઃ
  • આદર્શ નિવાસી શાળાઓમાં ધો. ૯ તથા ન્યુ એસ.એસ.સી. પછાતવર્ગના તેમજ અન્ય પછાતવર્ગના વિદ્યાર્થીઓ માટે નિયત કરેલ ટકાવારી પ્રમાણે પ્રવેશ મેળવી શકાશે.
  • સમાજ કલ્યાણ વિભાગની નિવાસી શાળામાં અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ, વિકસતિ જાતિ, વિચરતી અને વિમુકત જાતિ તથા આર્થિક રીતે પછાત એવા સમાજના નબળા વર્ગોના વિદ્યાર્થીઓને સરકાર વખતોવખત નક્કી કરે તે ધોરણે દાખલ કરવામાં આવશે.
  • આદર્શ નિવાસી શાળામાં દાખલ થવા ઇચ્છતા વિદ્યાર્થીને ખાતાએ નક્કી કરેલ અરજી પત્રકમાં ઠરાવેલ તારીખ સુધીમાં અરજી કરવાની રહેશે. આ અરજી પત્રકો મફત પુરા પાડવામાં આવશે અરજી પત્રકો સંપુર્ણ વિગતોમાં ભરી જરૂરી પ્રમાણિત નકલો જોડી મોકલવાના રહેશે અધુરા અરજી પત્રકો સ્વીકારવા, ગણતરીમાં લેવામાં આવશે નહીં તેમજ ખોટી માહિતી પુરી પાડી હશે તો વિદ્યાર્થીઓના પ્રવેશ રદ્દ કરવામાં આવશે.
  • આદર્શ નિવાસી શાળામાં આવતા પ્રવેશ વિદ્યાર્થીના વર્ષ દરમ્યાન જોવા મળતા વર્તન, વર્તણુંક, રહેણી, કરણી, શૈક્ષણિક સિદ્ધીઓને ધ્યાને લઇ એક જ શૈક્ષણિક વર્ષ પુરતો રહેશે.
  • ખાસ ફરજ પરના અધિકારી જગ્યાના પ્રમાણમાં જાતિ, જુથવાર ટકાવારી પ્રમાણેની જગ્યાની ઉપલબ્ધી પ્રમાણે યાદી તૈયાર કરશે.
  • જુના વિદ્યાર્થી પૈકી બીજા વર્ષમાં નિવાસી શાળામાં ચાલુ રહેવા માંગતો હોય તો વિદ્યાર્થીએ છેલ્લા વર્ષનું વાર્ષિક પરીક્ષામાં ઓછામાં ઓછા બીજા વર્ગમાં પાસ થયેલ હોય તો જ પ્રવેશ માટે વિચારવામાં આવશે. આ પ્રવેશના નિયમો નિયમ-૪ ને આધીન રહેશે.
  • ૫૦% ઓછા ગુણ મેળવેલ વિદ્યાર્થીઓને સરકારશ્રીએ છુટછાટ આપી હોય તે સિવાય પ્રવેશ માટે પાત્ર ગણવામાં આવશે નહીં.
  • આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીએ ખાતાએ નક્કી કરેલ નિતી નિયમો પરિશિષ્‍ટ- અ નુ ચુસ્ત રીતે પાલન કરવાનું રહેશે.
  • દરેક વિદ્યાર્થીને શાળામાં પ્રવેશ મેળવતી વખતે નિયત કરેલ બાહેંધરી પત્ર આપવાનો રહેશે.
  • કોઇપણ વિદ્યાર્થીએ શાળામાં પ્રવેશ મેળવ્યા બાદ કોઇ ચેપી રોગ, ગુપ્‍ત રોગ, કે સ્પર્શજન્ય રોગ થાય તો તેવા વિદ્યાર્થીને સાજા થાય ત્યા સુધી શાળામાંતી મુકત કરવાના રહેશે. દાકતરી પ્રમાણપત્રના આધારે તેને ફરીથી પ્રવેશને માટે વિચારવામાં આવશે
  • નિવાસી શાળામાંથી કે છાત્રાલયમાંથી વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ્દ કરવામાં આવશે કે, વિદ્યાર્થી સ્વૈચ્છિક રીતે છુટો થાય તો શાળાના કેમ્પસમાંથી તેના અંગત સામાન સાથે તુરત જ જવું પડશે કોઇપણ સંજોગોમાં તે અન્ય કોઇ વિદ્યાર્થીના રૂમ પર કે શાળા છાત્રાલયના કોઇ રૂમમાં સામાન રાખી શકશે નહીં. શાળા છોડ્યા પહેલા શાળામાંથી આપવામાં આવેલ ચીજ વસ્તુઓ પરત કરવાની રહેશે.
  • નિવાસી શાળાનો વિદ્યાર્થી શાળાની કોઇ મિલ્કત કે ચીજ વસ્તુઓને તેની બેદરકારીથી નુકશાન કરશે તો નુકશાનની રકમ વાલીએ ભરપાઇ કરવાની રહેશે.
>> <> <> વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
>> <> <> વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

https://esamajkalyan.gujarat.gov.in/index.aspx