RTE અંતર્ગત ફોર્મમાં ખૂટતા ડૉક્યુમેન્ટ અપલોડ કરવા બાબત.... 


RTE પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્‍ડ તા. ૨૭/૦૭/૨૦૨૧, મંગળવારનાં રોજ જાહેર કરવામાં આવશે.


>>>   RTE પ્રવેશ પ્રક્રિયા ૨૦૨૧-૨૨ માટે અમાન્‍ય થયેલ ઓનલાઈન અરજીઓમાં ડોક્યુમેન્‍ટ અપલોડ કરવા માટે અરજદારોને તક આપવા બાબત... 

ખાસ સૂચના:- તા.17/07/2021 થી તા.19/07/2021 દરમિયાન વેબપોર્ટલ પર ઓનલાઈન અરજીની ટેબ પર ક્લીક કરી આપના અરજી ક્રમાંક અને જન્મ તારીખ વડે અરજીમાં પ્રવેશીને ડૉક્યુમેન્ટ વાળા પેજ પર આપની અરજી જે અધૂરા કે ખોટા ડૉક્યુમેન્ટના કારણે રિજેક્ટ થયેલ છે તે ડૉક્યુમેન્ટ દૂર (DELETE) કરી તે ડૉક્યુમેન્ટની જગ્યાએ નવેસરથી સાચું અને પૂર્ણ વાંચી શકાય તેવું ઓરિજિનલ ડૉક્યુમેન્ટ જ અપલોડ કરી અરજી સબમિટ કરવાની રહેશે.


>>>  RTE પ્રવેશ પ્રક્રિયા ૨૦૨૧-૨૨ અંતર્ગત આપની અરજી જો નામંજુર થયેલ હોય સદર અરજીમાં આપ કોઈ ડોક્યુમેન્‍ટ અપલોડ કરવા ઈચ્છતા હોવ, તો તા. ૧૭/૦૭/૨૦૨૧ થી તા. ૧૯/૦૭/૨૦૨૧ સુધીમાં વેબપોર્ટલ પર જઈ એપ્લીકેશન નંબર અને જન્મતારીખ નાખી આપની અરજીમાં જરૂરી ડોક્યુમેન્‍ટ જોડી અરજી ફરીથી સબમિટ કરી શકશો.

SMS દ્રારા જાણ થયે આ માટે નીચેની કોઇ પણ લીંક દ્રારા આ કામગીરી કરી શકો છો.

>>> જો RTI અંતર્ગત યોજનામાં ફોર્મ ભરેલ હોય અને તમારા મોબાઇલમા મેસેજ આવેલ હોય કે આ ડૉક્યુમેન્ટ અપલોડ કરવાનું છે તો જ આ બાબત લાગુ પડશે... 


ડોકયુમેન્ટ અપલોડ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 

https://rte3.orpgujarat.com/