ખેડૂતોને તદન ફ્રી મા મળશે..
ફોર્મ ભરવા માટેની તારીખ :
તા. 15/08/2021 થી 31/08/2021 સુધી
યોજના : ડ્રમ તેમજ બે પ્લાસ્ટિકના ટોકર(ટબ)
સહાયનું ધોરણ : ખેડૂતોને મલ્ટીપર્પઝ ઉપયોગ હેતુ ડ્રમ તેમજ બે પ્લાસ્ટિકના ટોકર(ટબ) ખરીદી માટે સહાય આપવાની યોજના
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
સહાયનું ધોરણ : ખેડૂતોને મલ્ટીપર્પઝ ઉપયોગ હેતુ ડ્રમ તેમજ બે પ્લાસ્ટિકના ટોકર(ટબ) ખરીદી માટે સહાય આપવાની યોજના
રાજ્યના ખેડૂતોને વિના મૂલ્યે
નોંધ : આ યોજનામાં રાજ્યના ખેડુતોને મલ્ટીપર્પઝ ઉપયોગ હેતુ ૨૦૦ લિટરનું પ્લાસ્ટિકનું ડ્રમ તેમજ ૧૦ લિટરના બે પ્લાસ્ટિકના ટોકર(ટબ)ની કીટ વિનામૂલ્યે આપવામાં આવશે. આ યોજનાનો લાભ રાજ્યમાં જમીન ધારણ કરતા તમામ ખેડૂતોને મળવાપાત્ર રહેશે. એક ખાતા દીઠ (નમૂના નંબર ૮-અ મુજબ) એક લાભાર્થીને સહાય મળવાપાત્ર થશે. એક ખેડૂતને મહત્તમ એક જ ખાતા માટે સહાય મળવાપાત્ર થશે. દિવ્યાંગ અને મહિલા ખેડૂતોની અરજીને અગ્રીમતા આપવામાં આવશે. આઇ-ખેડૂત પોર્ટલમાં ઓનલાઇન અરજી કર્યા બાદ અરજીની પ્રિંટ મેળવી, સહી/અંગુઠો કરી અરજીમાં દર્શાવેલ સાધનિક કાગળો સહિત જે તે તાલુકા અમલીકરણ અધિકારી/વિસ્તરણ અધિકારી (ખેતી)ની કચેરી ખાતે નિયત સમયમર્યાદામાં રજૂ કરવાની રહેશે. અરજદાર તરફથી મળેલ અરજી તથા સાધનિક કાગળોને ધ્યાને લઇ તેમની પાત્રતા ચકાસી, લક્ષ્યાંકની મર્યાદામાં પૂર્વમંજુરી આપવામાં આવશે. પસંદ થયેલ અરજદારને ડ્રમ તથા બે પ્લાસ્ટીકના ટોકર(ટબ)ની કીટ મેળવવા સંબંધિત કચેરીએથી જણાવવામાં આવશે.
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_SchemeDetails.aspx