ડૉ. પી. જી. સોલંકી અનુસૂચિત જાતિના વકીલોને નાણાંકીય સહાય યોજના (સ્ટાઈપેન્ડ)


યોજનાનો હેતુ
કાયદાની પદવી મેળવીને પ્રેક્ટીસ કરવા માંગતા અનુસૂચિત જાતિના યુવાનોની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે વકીલાતની સ્વતંત્ર પ્રેક્ટીસ કરી શકતા નથી અને અધવચ્ચે પ્રેક્ટીસ છોડી દેતા હોય છે તેથી આવી અનુસૂચિત જાતિની વ્યક્તિઓને તાલીમ આપનાર સીનીયર વકીલને માસિક ૫૦૦/- લેખે ત્રણ વર્ષ સુધી આપવામા આવે છે,વકીલાતની તાલીમ શરૂ કરે તે પ્રથમ વર્ષેથી -પ્રથમ વર્ષેઃ માસિક ₹.૧૦૦૦/-,બીજા વર્ષેઃ માસિક ₹.૮૦૦/-,ત્રીજા વર્ષેઃ માસિક ₹૬૦૦/- આપવામા આવે છે.

નિયમો અને શરતો
  1. ગુજરાત બાર કાઉન્સીલમાં નોંધણી કરાવ્યેથી બે વર્ષમાં અરજી કરવાની રહેશે.
  2. સિનિયર વકીલ ઓછામાં ઓછા ૧૦ વર્ષથી વધુ સમયથી પ્રેક્ટીસ કરતા હોવા જોઇએ.
  3. આ યોજનામાં આવકમર્યાદા નથી.
  4. સિનિયર વકીલ વધુમા વધુ બે જુનીયર વકીલોને તાલીમ માટે રાખીશકશે.
  5. તાલીમાર્થી જુનિયર વકીલોએ દર માસે સિનિયર વકીલ પાસે તાલીમ લીઘા અંગેનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
  6. અનુસૂચિત જાતિ પૈકીની અતિ ૫છાત જાતિના અરજદારો ઓછામાં ઓછા ૧૫ ટકા હોવા જોઇએ.
  7. વકીલાતની તાલીમ જિલ્લા મથકે આ૫વાની રહેશે. તેમાં સુઘારો કરી આ પ્રકારની તાલીમ તાલુકા મથકે ૫ણ આપી શકાશે.
  8. આ યોજનાનો લાભ એક વ્યક્તિને એક જ વખત મળવાપાત્ર રહેશે.

રજુ કરવાના ડોક્યુમેન્‍ટ
  • જુનિયર વકીલનું આધાર કાર્ડ
  • જુનિયર વકીલનો જાતિનો દાખલો
  • જુનિયર વકીલનું શાળા છોડયાનું પ્રમાણપત્ર
  • થર્ડ એલ.એલ.બી.પાસ કર્યાની માર્કશીટ
  • જુનિયર વકીલની સનદની અથવા એનરોલમેન્ટ નંબર- તારીખની નકલ
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • જુનિયર વકીલનું બાર કાઉન્સીલનું ઓળખપત્ર
  • બઁક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (જુનિયર વકીલના નામનું)
  • સીનીયર વકીલનું આધાર કાર્ડ
  • સીનીયર વકીલની સનદની અથવા એનરોલમેન્ટ નંબર- તારીખની નકલ
  • સીનીયર વકીલનું બાર કાઉન્સીલનું ઓળખપત્ર
  • સીનીયર વકીલ દશ વર્ષથી વધુ સમયથી પ્રેકટીસ કરે છે તે મતલબનું જે તે સીનીયરનું પ્રમાણપત્ર
  • સીનીયર વકીલના હાથ નીચે હાલમાં કેટલા જૂનિયર વકીલો તાલીમ લે છે તે અંગેની લેખિત વિગતો જે તે સીનીયર વકીલ પાસેથી લેખિતમાં મેળવેલ પત્રક
  • સીનીયર વકીલનું તાલીમ આપવા અંગેનું સંમતિ પત્રક
  • બઁક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (સિનીયર વકીલના નામનું)

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો


ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 
રજીસ્ટ્રેશન માટે 
https://esamajkalyan.gujarat.gov.in/Registration.aspx
લૉગિન માટે 
https://esamajkalyan.gujarat.gov.in/index.aspx