કોરોનામાં મૃત્યુ પામનાર મૃતકોના પરિવારને રૂપિયા 50 હજારની સહાય..... 


કોરોનામાં મૃત્યુ થનાર મૃતકોના પરિવારોને મળશે આર્થિક સહાય.... 

  • કોરોનામાં મૃત્યુ થનાર મૃતકોના પરિવારોને મળશે સહાય
  • મૃતકોની સહાય લેવા પરિવારજનોએ ભરવા પડશે ફોર્મ
જાણો કયાં વિસ્તારમાં મૃત્યુનું સર્ટિફિકેટ કોણ આપશે ?

  • મહાનગરપાલિકામાં રજિસ્ટ્રાર અને તબીબી અધિકારી
  • નગરપાલિકામાં રજિસ્ટ્રાર અને નગરપાલિકાના મુખ્ય અધિકારી
  • ગ્રામ્યકક્ષાએ રજિસ્ટ્રાર અને તલાટી-કમ-મંત્રી
  • કેન્ટોનમેન્ટ બોર્ડમાં રજિસ્ટ્રાર અને મુખ્ય કારોબારી અધિકારી
  • જંગલ વિસ્તારમાં રજિસ્ટ્રાર અને રેન્જ ફોરેસ્ટ અધિકારી

:: ફોર્મ માટે જરૂરી ડૉક્યુમેન્ટ :: 
1 સોગંદનામા ની નકલ (નમૂનો વેબસાઇટ પર મળી જશે.)
2 મરણ પામનાર ના મરણ પ્રમાણપત્રની નકલ
3 મરણ પામનાર ના આધાર કાર્ડ ની નકલ
4 સહાય મેળવનાર વારસદાર ના આધાર કાર્ડ ની નકલ
5 સહાય મેળવનાર વારસદાર ના બેંક ખાતાની પાસબુક ના પ્રથમ પાના ની નકલ/ સહાય મેળવનાર વારસદાર ના બેંક ખાતાના કેન્સલ ચેકની નકલ
6 કોવિડ-૧૯ થી મૃત્યુ થયેલ છે તે અંગેનો આધાર, નીચેનાં માથી કોઈ પણ એક.

· RT-PCR Test Report (આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ)
· RAT Test Report (રેપીડ એન્ટીજન ટેસ્ટ રીપોર્ટ)
· Molecular Test Report (મોલેક્યુલર ટેસ્ટ રિપોર્ટ)
· અન્ય - કોવિડ-૧૯ ની તબીબી સારવાર/ નિદાનનો આધાર
· ફોર્મ-4
· ફોર્મ-4 (A)

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

ફોર્મ કઈ રીતે ભરવું ??? : અહી ક્લિક કરો


કોવિડ-19 માં મૃત્યુ થયેલ વ્યકિતના વારસદારને ઘરે બેઠા સહાય મેળવવા ગુજરાત રાજ્ય ના મહેસૂલ વિભાગ દ્વારા લોન્ચ કરેલ મોબાઈલ ફ્રેન્ડલી એપ્લિકેશન માં અરજી કરવાની લિંક URL is,


________________________


દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યા બાદ હવે જે લોકો કોરોનામાં મૃત્યું પામ્યા છે તેમના પરિવારજનો માટે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. કોરોનામાં જે પરિવારોના સ્વજનો અને ઘરના મોભી ગુમાવ્યા છે તેમને કેન્દ્ર સરકારે આર્થિક સહાય ચુકવવાની જાહેરાત કરી હતી. 

કોરોનામાં મૃત્યુ થનાર મૃતકોના પરિવારોને મળશે સહાય
>>>> કોરોનામાં પરિવારોએ ઘરનું ગુજરાન ચલાવનાર સ્વજનો ગુમાવ્યા છે ત્યારે કોરોનામાં મૃત્યું પામેલા મૃતકોના સ્વજનો માટે થોડી રાહત મળે તે હેતુથી કેન્દ્ર સરકારે આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે, કોરોના કારણે મુત્યુ પામનાર મૃતકોના સ્વજનોને સહાય મળે માટે કેન્દ્રના નિર્દેશોને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપ્યા બાદ હવે 15 નવેમ્બરથી સહાય માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થનાર છે.

મૃતકોની સહાય લેવા પરિવારજનોએ ભરવા પડશે ફોર્મ

ગુજરાત સરકાર દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનોને સર્ટિફિકેટ આપવા માટે સમિતિ તૈયારી કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા વિવિધ મુદ્દાઓ ચકાસ્યા બાદ દર્દીનું મોત કોરોનાથી થયું છે કે નહીં એના પર ખરાઈ કરીને સર્ટિફિકેટ આપશે, કોરોના સહાય માટે સર્ટિફિકેટમાં મૃત્યુનું કારણ કોરોના હોવું જરૂરી છે અને કોરોનાથી થયું છે કે નહીં તેના પર ખરાઈ બાદ જ સર્ટિફિકેટ આપવામાં આવશે.

મહત્વનું છે કે કોરોનામાં મૃત્યુ પામેલા નાગરિકોનાં પરિવારજનોને 50 હજાર રૂપિયાનું વળતર ચૂકવવા સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. આવામાં કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોનું સર્ટિફિકેટ ફરજિયાત કરાયું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તૃત ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે સુપ્રીમ કોર્ટે સહાય માટે મંજૂરી આપતા જણાવ્યું છે કે આ આર્થિક મદદ અન્ય કલ્યાણ યોજનાથી અગલ હશે જે રાજ્યના આપદા પ્રબંધન ફંડમાંથી આપવામાં આવશે એટલું જ નહીં કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજના દાવો કરે એના 30 દિવસની અંદર આ સહાય મળી જશે.

કેન્દ્ર સરકારે 50 હજાર આર્થિક મદદની કરી છે જાહેરાત
આપને જણાવી દઈએ કે કોરોના કાળમાં કેટલાક લોકોના હોસ્પિટલમાં મોત નિપજ્યા હતા જ્યારે કેટલાકના ઘરોમાં જ મોત નિપજ્યા હતા જેને લઈને સુપ્રીમ કોર્ટે નિર્દેશ એ પણ કર્યો છે કે ઘરે કે હોસ્પિટલમાં જે પણ કોલોના કોવિડના કારણે મૃત્યું પામ્યા હશે તે તમામને આ વળતર આપવું, સુપ્રમી કોર્ટે NDMA આરોગ્ય મંત્રાલય રાજ્યો માટે દિશા નિર્દેશ જાહેર કરતા કહ્યું છે કે આ વળતર સહાય માટે ફરિયાદ નિવારણ સમિતી પુરાવાઓની તપાસ કરી શકે છે તેમજ સમિતીને હોસ્પિટલનો રેકોર્ડ મંગાવવાનો પણ અધિકાર આપવામાં આવશે.

કોરોના મૃતકોના પરિવારજનોને આર્થિક મદદ મળશે

કોરોના કાળમાં આરોગ્યની અપૂર્તી સુવિધાઓને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા, દેશ અને રાજ્યોમાં સ્થિતિ એટલી વણસી હતી કે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાવવા લાગી હતી, તો કેટલીક હોસ્પિટલોમાં ઓક્સિઝન અને દવાઓના અભાવના કારણે પણ વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી, પરિસ્થિતિ એટલી હદી વણસી હતી કે હોસ્પિટલમાં દર્દીઓ માટે પૂરતા બેડ પણ ઉપલબ્ધ નહોતા થઈ શકતા, અને દર્દીને હોસ્પિટલોમાં લઈ જવા 108માં પણ કલાકો અને દિવસો સુધી વેટિંગ બોલાતું ત્યારે કોરોનામાં મુત્યું પામેલા મૃતકોને થોડા ઘણા અંશે આર્થિક સહાય મળે તે માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય કર્યો હતો જેને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપ્યા બાદ હવે સહાય માટે ફોર્મ ભરવાનું શરૂ થનાર છે.