શ્રમિકો ને રૂ. 2 લાખની સહાય મેળવવા માટે ઇ શ્રમ કાર્ડ યોજના.... 


*ઈ શ્રમ કાર્ડ થી શું ફાયદો થશે*

- 2 લાખ રૂપિયાનો મફત વીમો
- શ્રમ વિભાગની તમામ યોજનાઓનો લાભ જેમ કે બાળકોને શિષ્યવૃત્તિ, મફત સાયકલ, મફત સિલાઈ મશીન, તમારા કામ માટે મફત સાધનો વગેરે.
ભવિષ્યમાં, રાશન કાર્ડ તેની સાથે લિંક કરવામાં આવશે, જેથી દેશની કોઈપણ રાશનની દુકાનમાંથી રાશન ઉપલબ્ધ થશે.

**** વાસ્તવમાં, આ કાર્ડ તમારી આસપાસ દેખાતા દરેક કામદારનું બનાવી શકાય છે.* વિવિધ પ્રકારના મજૂરો/ ખેત મજૂરો

ઘરની સંભાળ રાખનાર - નોકરાણી ,રસોઈ બાઈ, સફાઈ કર્મચારી, ગાર્ડ, પ્રાઇવેટ ડ્રાઈવર, ફેરિયા , ખાણીપીણી ની લારી વાળા, PF કપાતો ન હોય એવી નાની નોકરી કરવા વાળા, ઘરઘરાઉ ગૃહ ઉદ્યોગ કરતી બેનો, માછીમારો વગેરે જેની આવક ટેક્સ મર્યાદા થી ઓછી હોય.


*ઈ શ્રમ કાર્ડ કઢાવવા માટે જરૂરી વિગત*:

  • તમારા આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ ( જેમાં 2 OTP આવશે)
  • આધાર કાર્ડ
  • બેંક પાસબુક
  • વારસદાર નું નામ અને જન્મતારીખ
  • વારસદાર પુખ્ત ન હોય તો તેના વાલી નું નામ અને જન્મતારીખ.