JEE, GUJCET, NEET પરીક્ષા માટે કોચીંગ સહાય...
બિનઅનામત વર્ગના ધોરણ-૧૨ના વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓને ધોરણ-૧૨પછી મેડીકલ, એન્જીનીયરીંગમાં પ્રવેશ ની જરૂરી પરીક્ષાઓ જેવી કે જી(JEE),ગુજકેટ, નીટ,ની તૈયારી ના કોચિંગ માટે, ધોરણ-૧૦માં ૭૦ ટકા હોય તેવા વિદ્યાર્થીઓ ને ત્રણ વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતી સંસ્થાઓમાં કોચીંગ માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂા.૨૦,૦૦૦ અથવા ખરેખર ફી એ બે પૈકી જે ઓછુ હોય તે કોચિંગ સહાય આપવામાં આવશે.
>>> ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા:૩૦/૯/૨૦૧૭ના ઠરાવ:ક્રમાંક:સશપ/૧૨૨૦૧૭/૫૬૮૪૫૧/અ થી ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના કરવામાં આવી છે.નિગમની રચનાનો ઉદ્દેશ બિનઅનામત વર્ગના જ્ઞાતિના લોકોના આર્થિક, અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ ક્રમાંક:ઇબીસી/૧૦૨૦૧૮/૮૧૪/અ. તા:૧૫/૦૮/૨૦૧૮ તથા તા:૨૫/૦૧/૨૦૧૯ થી વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ. જે પૈકી બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ પછી મેડિકલ, એન્જીનીયરીંગ માં પ્રવેશ ની જરૂરી પરીક્ષાઓ જેવી કે,જી(JEE), ગુજકેટ(GUJCET),નીટ(NEET)માટે તૈયારી માટે કોચિંગ માટે ધોરણ-૧૦ માં ૭૦ ટકા હોય તેવા વિદ્યાર્થીઓ માટે ત્રણ વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતી સંસ્થાઓમાં કોચિંગ મેળવતા ધોરણ-૧૨ નાં વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ રુ.૨૦,૦૦૦/- અથવા ખરેખર ફી એ બે પૈકી જે ઓછી હોય તે મુજબ સીધી સહાય(ડી.બી.ટી.)તરીકે મળવાપાત્ર થશે.” જી(JEE),ગુજકેટ(GUJCET),નીટ(NEET)પરીક્ષા માટે કોચિંગ સહાય અમલમાં મુકવામાં આવી છે.
યોજનાનું સ્વરૂપ
- બિનઅનામત વર્ગના ધોરણ-૧૨ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ધોરણ-૧૨પછી મેડીકલ, એન્જીનીયરીંગમાં પ્રવેશની જરૂરી પરીક્ષાઓ જેવી કે જી(JEE),ગુજકેટ(GUJCET), નીટ(NEET),ની તૈયારી ના કોચિંગ માટે,
- ધોરણ-૧૦માં ૭૦ ટકા કે તેથી વધારે હોય તેવા વિદ્યાર્થીઓને
- ત્રણ વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતી સંસ્થાઓમાં કોચીંગ
- વિદ્યાર્થીને રૂા.૨૦,૦૦૦ અથવા ખરેખર ફી એ બે પૈકી જે ઓછુ હોય તે કોચિંગ સહાય આપવામાં આવશે.
- પાત્રતા ના માપદંડો
- સહાય મેળવવા માટે ધો૨ણ-૧૦ મા ૭૦ ટકા કે તેથી વધુ ગુણ હોવા જોઇશે.
- ધોરણ -૧૨ માં અભ્યાસ કરતા લાભાર્થીને સહાય મળવા પાત્ર થશે.
- આવકમર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૪.૫૦ લાખ કે તેથી ઓછી.
- આ યોજનાનો લાભ લેવા માટે અરજદારે સંસ્થાની પસંદગી અંગે નીચે મુજબના ધારા ધોરણોને ધ્યાને લેવાના રહેશે.
- સંસ્થા પબ્લિક ટ્રસ્ટ એક્ટ,કંપની એક્ટ -૨૦૧૩ અગર તો સહકારી કાયદા હેઠળ રજીસ્ટ્રેશન ધરાવતી હોવી જોઇશે.
- સંસ્થા સરકારશ્રીના વિવિધ કાયદાઓ જેવા કે, GST, Income Tax,અગરતો પ્રોફેશનલ ટેક્ષ વિગેરે કાયદા હેઠળ જરૂરી કિસ્સામાં નોંધણી નંબર ધરાવતી હોવી જોઇશે.
- સંસ્થા ન્યુનત૨મ ૦ વિદ્યાર્થીઓનો તાલીમ વર્ગ ચલાવતી હોવી જોઇશે.
- તાલીમાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં ક્વોલીફાઇડ ટીચીંગ સ્ટાફ હોવો જોઇશે.જેમ કે, ૨૦ તાલીમાર્થી સુધી ૨(બે),૨૧ થી ૫૦ તાલીમાર્થી સુધી૩(ત્રણ), ૫૧ થી ૭૦ તાલીમાર્થી સુધી ૪(ચાર), ૭૧ થી ૧૦૦ તાલીમાર્થી સુધી ૫(પાંચ) ટીચીંગ સ્ટાફ હોવો જોઇશે.
જરૂરી ડૉક્યુમેન્ટ
- આધારકાર્ડની નકલ
- ઉંમરનો પુરાવો(જન્મનું પ્રમાણપત્ર/લિવિંગ સર્ટિફીકેટ)
- રહેઠાણનો પુરાવો
- બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર
- આવકનું પ્રમાણપત્ર
- ધોરણ-૧૦ ની માર્કશીટની નકલ
- ધોરણ-૧૧ ની માર્કશીટની નકલ
- શાળાનું વિદ્યાર્થીનું ચાલુ અભ્યાસ અંગેનું બોનાફાઇડ સર્ટીફીકેટ
- કોચિંગ ક્લાસ સમાજ / ટ્રસ્ટ / સંસ્થા સંચાલિત છે. તો તેનો રજીસ્ટ્રેશન નંબર તેમજ સંસ્થાનાં ૩ વર્ષના અનુભવનો પુરાવો
- અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ
નોંધ : આ યોજનાનો લાભ ફક્ત ઓપન /EWS કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓને મળવા પાત્ર છે...
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
રજીસ્ટ્રેશન માટે
https://gueedconline.gujarat.gov.in/Account/Registration
લૉગિન માટે
https://gueedconline.gujarat.gov.in/