LRD (લોક રક્ષક દળ) દ્વારા પોલીસ કોન્સ્ટેબલ ભરતી માટે હેલ્પ ડેસ્ક... 

પોસ્ટ : કોન્સટેબલ 

>>>  ગુજરાત પોલીસદળમાં વર્ગ -3 ની હથિયારી / બિન હથિયારી કોન્સ્ટેબલ – લોકરક્ષક અને એસ.આર.પી.એફ. કોન્સ્ટેબલ સંવર્ગની ભરતી સંબંધિત કાર્યરત કરવામાં આવેલ હેલ્પલાઇન અને હેલ્પડેસ્ક અંગેની... અગત્યની જાહેરાત... 

>>>  બોટાદ જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગારવાંચ્છુઓ માટે ગુજરાત પોલીસદળમાં વર્ગ -3 ની હથિયારી / બિન હથિયારી કોન્સ્ટેબલ – લોકરક્ષક અને એસ.આર.પી.એફ.કોન્સ્ટેબલ સંવર્ગની ભરતી સંબંધિત માહિતી અને માર્ગદર્શન હેતુ હેલ્પલાઈન નં. ૬૩૫૭૩૯૦૩૯૦ કાર્યરત કરવામાં આવેલ છે. સેવા, સુરક્ષા અને શાંતિની ધ્યેયપ્રાપ્તિ માટે સાહસ, શૌર્ય અને સમર્પણ ભાવના સાથે ગુજરાત પોલીસ દળમાં કારકિર્દી ઇચ્છુક યુવાનો સંકલ્પબદ્ધ મનોબળ અને આયોજનબદ્ધ પરિશ્રમ થકી પ્રારબ્ધની પ્રાપ્તિકરી શકે તેવા ઉમદા આશયથી કચેરી ખાતે કચેરી સમય દરમિયાન ભરતી સંબંધિત માહિતી અને માર્ગદર્શન માટે હેલ્પડેસ્ક કાર્યરત કરવામાં આવેલ છે. ખમીરવંતા યુવાનોહેલ્પલાઈન અને હેલ્પ ડેસ્ક પર સંપર્ક કરી માહિતી અને માર્ગદર્શન મેળવી શકે છે.