MKBU (મહારાજકૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી) દ્વારા પરીક્ષા ફોર્મ શરૂ... 


કોર્સ :
  • PG -પોસ્ટ ગ્રેજ્યુએટ
  • UG -અંડર ગ્રેજ્યુએટ
  • ડિપ્લોમા કોર્સિસ
ફોર્મ તારીખ : 16/11/2021 01/12/2021 

વિદ્યાર્થીએ ઓન-લાઈન ફોર્મ ભરતી વખતે કરવાની પ્રક્રિયા

દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી દવારા આપવામાં આવતી સવલતો અંગે નું માર્ગદર્શન મેળવવા માટે અહીં કિલક કરો... click here વધુમાં, ઉક્ત સવલતો માટે દિવ્યાંગ પરિક્ષાર્થી એ જે તે પરીક્ષા કેન્દ્ર/ પરીક્ષા વિભાગને હોલ ટિકિટ મળ્યાથી તાત્કાલીક નિયત ફોર્મ ભરીને જાણ કરવાની રહેશે..
આથી દરેક વિધાર્થીને જણાવવાનું કે પ્રથમ વખત ફી ભર્યા પછી જો ફી કન્ફોર્મ ન બતાવે તો 48 કલાક સુધી રાહ જોવાની રહશે ફરીવાર ફી ભરવાની જરૂર નથી, જો 48 કલાક સુધીમાં ફી ભર્યા નું કન્ફોમેશન ન આવે તો પરીક્ષા વિભાગ નો સંપર્ક કરવાનો રહશે અથવા તો
આ ઈ-મેલ ( exam-conduct@mkbhavuni.edu.in ) પર મેલ કરવાનો રહશે. મેલ માં ટ્રાન્જેક્શન નંબર અને ફોર્મ નંબર ખાસ લખવો.
સૌ પ્રથમ વિદ્યાર્થીએ પોતાના કોર્ષની પસંદગી કરવાની રહેશે.
કોર્ષની પસંદગી બાદ વિદ્યાર્થીએ પોતાનું વર્ષ / સેમેસ્ટરની પસંદગી કરવાની રહેશે.
ત્યારબાદ વિદ્યાર્થીએ પોતાનો UNIQ-ID અથવા Enrollment Number અથવા BU-ID એન્ટર કરવાનો રહેશે. (ઉક્ત ત્રણ પૈકી લાગુ પડતો કોઈપણ એક નંબર એન્ટર કરવાનો રહેશે.) 1. નવી વાર્ષિક પદ્ધતિના SYBA - TYBA ના વિદ્યાર્થીને UNIQ-ID 2. નવી વાર્ષિક પદ્ધતિના FYBA ના વિદ્યાર્થીને Enrollment Number તથા 3. CBCS પદ્ધતિના વિદ્યાર્થીને BU-ID
ત્યારબાદ વિદ્યાર્થીએ પોતાનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે.
એન્ટર કરેલ મોબાઈલ નંબર પર એક વન ટાઈમ યુઝર પાસવર્ડ SMS દ્વારા મળશે। જે એન્ટર કર્યા બાદ વિદ્યાર્થીનું પરીક્ષા ફોર્મ ખુલશે.
ખુલેલા ફોર્મ માં વિદ્યાર્થીએ જ્યાં ઓપ્શનલ વિષયો હોય ત્યાં જ માત્ર પરીક્ષાના વિષયો જ સિલેક્ટ કરવાના છે. જ્યાં બધા કમ્પલસરી વિષયો હોય ત્યાં વિષયો સિલેક્ટ કરવાના રહેશે નહિ. વધુમાં અન્ય કોઈપણ સુધારો કરી શકાશે નહિ.
જો વિદ્યાર્થીને અગાઉના વર્ષમાં FAIL કે ATKT હશે અને ચાલુ વર્ષની રેગ્યુલર પરીક્ષા એમ બંને પરીક્ષાઓ માટે અલગ - અલગ પરીક્ષા ફોર્મ ભરવાના રહેશે.
(નોંધ :)
જે વિધાર્થીઓ પ્રથમ વર્ષના ફ્રેશ વિદ્યાર્થી હોય તો તેવા વિદ્યાર્થીઓએ પોતાનો ફોટો અપલોડ કરવાનો રહેશે.
ફોટો અપલોડ કર્યા સિવાયનું ફોર્મ આગળ વધશે નહી.
ફોર્મ ભરાયા પછી વિદ્યાર્થીએ પરીક્ષા ફી ONLINE ભરવાની કાર્યવાહી કરવાની રહેશે.
વિદ્યાર્થીએ ઓનલાઈન ફી ભરવા માટે ONLINE PAYMENT GATEWAY પર જવાનું રહેશે.
વિદ્યાર્થી ONLINE PAYMENT માટે કોઈપણ ATM CARD / DEBIT CARD થી ફી ભરી શકશે.
ATM CARD / DEBIT CARD પર છાપેલ નંબર એન્ટર કર્યા બાદ તેના પર છાપેલ કાર્ડની વેલીડીટી એન્ટર કર્યાબાદ મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે.
ફરી એન્ટર કરેલ મોબાઈલ નંબર પર બીજો વન ટાઈમ યુઝર પાસવર્ડ SMS દ્વારા મળશે જે એન્ટર કર્યા બાદ PAYMENT ની પ્રક્રિયા ચાલુ થશે.
જે પૂર્ણ થયા બાદ નવી સ્ક્રીન ખુલશે જેમાં પ્રિન્ટનો ઓપ્શન આવે ત્યારબાદ ફોર્મ ની પ્રિન્ટ કરી લેવી ત્યારબાદ જ આપનું પરીક્ષા ફોર્મ / પરીક્ષા ફી ભરાયેલી માન્ય રહેશે.
જો ઉક્ત પ્રક્રિયા પૂર્ણ કર્યા પહેલા આપ BROWSER બંધ કરી દેશો તો આપનું પરીક્ષા ફોર્મ ભરાશે નહિ જે અંગે સંપૂર્ણ જવાબદારી આપની રહેશે.

ઉપરોક્ત ફોર્મ / ફી રિસીપ્ટની પ્રિન્ટ કર્યા બાદ આપની પાસે સાચવી રાખવી અને કોલેજ દ્વારા આપનું ફોર્મ એલીજીબલ / નોટ એલીજીબલ થયા બાદ આપના મોબાઈલમાં તે અંગેનો SMS આવશે. આપનું ફોર્મ એલીજીબલ ના થાય તો કોલેજનો સંપર્ક કરવો.
આપનું ફોર્મ જો કોલેજ દ્વારા એલીજીબલ થશે તો યુનીવર્સીટી WEBSITE પર જઈ આપની હોલ-ટીકીટ પ્રિન્ટ કરવા અત્રેથી પ્રેસનોટમાં જણાવ્યા મુજબ કાર્યવાહી કરવાની રહેશે.

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

https://www.mkbhavuni.edu.in/mkbu-examform.php