ભરતી પ્રક્રિયા કોઇ પણ જાતની ગેરરીતી ના થાઈ તેના માટેના પગલાં


શારીરીક કસોટી માટે :

  • શારીરીક કસોટી માટે R.F.I.D.નો ઉપયોગ કરવામાં આવશે.
  • શારીરીક કસોટી માટેની દોડમાં CCTV Camera લગાડવામાં આવશે. જેથી દોડમાં કોઇ ટુકો માર્ગ (Short Cut) અપનાવી શકે નહીં. શારીરીક માપ કસોટીમાં પણ CCTV Camera લગાડવામાં આવશે જેથી કોઇ ગેરરીતીનો અવકાશ ન રહે.
  • શારીરીક કસોટી અને શારીરીક માપ કસોટીમાં ઉતીર્ણ થનાર ઉમેદવારોના બાયોમેટ્રીકસ અને ફોટોગ્રાફસ લેવામાં આવશે જેને આધારે ત્યાર પછીની પરિક્ષાઓમાં બાયોમેટ્રીકસ અને ફોટોગ્રાફનું વેરીફિકેશન કરવામાં આવશે.

લેખિત પરિક્ષા માટે :
  • લેખિત પરિક્ષા માટે શહેર/જીલ્‍લા કક્ષાએ જયાં CCTV Camera ની સુવિધા છે તેવા જ પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે.
  • લેખિત પરિક્ષાના સાહીત્‍યની સુરક્ષા માટે સ્‍ટ્રોંગ રૂમો બનાવવામાં આવશે જે સ્‍ટ્રોંગ રૂમો ઉપર સતત ૨૪ કલાક માટે CCTV Camera કાર્યરત રહેશે.
  • સામાન્‍ય રીતે સ્‍પર્ધાત્‍મક પરીક્ષામાં પ્રશ્‍નપત્ર A,B,C,D એમ ચાર સીરીઝમાં જ કાઢવામાં આવે છે પરંતુ લોકરક્ષક ભરતીની લેખિત પરિક્ષામાં ૩૦ (ત્રીસ) સીરીઝમાં કાઢવામાં આવશે જે વર્ગ દીઠ સમાવિષ્‍ટ કુલ-૩૦ ઉમેદવારોને અલગ-અલગ સીરીઝના પ્રશ્‍નપત્ર આપવામાં આવશે કે જેથી ગેરરીતી કરવાનો અવકાશ રહેશે નહીં.