અનુસૂચિત જાતિના નાના વ્યવસાયકારો માટે વ્યવસાયનું સ્થળ /દુકાન ખરીદવા માટે વ્યાજ સહાય યોજના...


>>>  લોનની રકમ 
રૂપિયા 10 લાખ 

યોજનાનો હેતુ
>>>>  અનુસૂચિત જાતિના લોકોને ધંધાના યોગ્ય સ્થળના અભાવે તેઓ ધંધાનો વિકાસ કરી શકતા નથી. ધંધાના વિકાસ માટે શહેરી વિસ્તારમાં વ્યવસાયનું સ્થળ/દુકાન ખરીદવા માટે બેન્ક દ્વારા વધુમાં વધુ ₹.૧૦.૦૦ લાખની લોન આપવામાં આવે છે. બેંકેબલ યોજના અંતર્ગત ₹.૧૫૦૦૦/- સબસિડી સહાય તરીકે પણ આપવામાં આવે છે.

નિયમો અને શરતો
  • કોઇ આવકમર્યાદા નથી.
  • લાભાર્થીને ફકત એક જ સ્થળે દુકાન અથવા વ્યવસાયના હેતુ માટે લોન સહાય આપવામાં આવે છે.
  • બાજપેયી બેંકેબલ યોજના અને કુટીર ઉદ્યોગમાં ચાલતી બેંકેબલ યોજના અનુસાર સદર યોજના અમલમાં છે.
  • દુકાન શરૂથયાના ત્રણ માસ પછી સબસીડી ચૂકવવામાં આવશે.
  • આ યોજનાનો લાભ શિક્ષિત બેરોજગાર, બેકાર મીલ કામદાર, તાંત્રિક અને વ્યવસાયિક અનુભવ અને સ્વરોજગારીની લાયકાતો ધરાવતાં લોકોને પ્રથમ અગ્રતા આપવામાં આવશે.
  • વધુમાં વધુ રૂ.૧૦.૦૦ લાખની લોન બેંકેબલ યોજના હેઠળ લાભાર્થીને મળવાપાત્ર થશે. જેનું ૪% સુધીનું વ્યાજ લાભાર્થીએ ભોગવવાનું રહેશે અને, ૪% થી ઉપરનું જે બેંક વ્યાજ ચૂકવવાનું થાય તે સરકાર વ્યાજ સહાય પેટે ત્રણ વર્ષ માટે ચૂકવશે.
  • રાજ્ય સરકાર અથવા રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ/નિગમો, શહેરી વિકાસ સત્તા મંડળ, સ્થાનિક સ્વરાજ્ય હસ્તકની સંસ્થાઓ અથવા ગ્રામ/નગર પંચાયતે લાંબાગાળાના ભાડા પેટે ફાળવેલ દુકાનો/વ્યવસાયનું સ્થળ માટે પણ લોન/સહાય આપવામાં આવે છે. પરંતુ ફાળવવામાં આવેલ દુકાન/વ્યવસાયનું સ્થળ માટે લોનની રકમ ભરપાઇ થાય ત્યાં સુધી દુકાન/વ્યવસાયનું સ્થળ સરકારને મોર્ગેજ કરવાની રહેશે.
  • જો અરજદાર પોતાની જમીનમાં બાંધકામ કરે તો પોતાની જમીનના ટાઇટલ કલીયર છે,અને જમીન ‘બીનખેતી’થયેલ છે તે મુજબના પુરાવા રજૂ કરવાના રહેશે.

રજુ કરવાના ડોક્યુમેન્‍ટ
  • અરજદાર નું આધાર કાર્ડ
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • સક્ષમ અજિકારીશ્રી પાસેથી મેળવેલ અરજદાર ની જાતિ/પેટા જાતિ નો દાખલો
  • જન્મનું પ્રમાણ પત્ર / શાળા છોડયા નું પ્રમાણ પત્ર
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
  • કરાર અથવા બાનાખત ની નકલ
  • બાંહેધરીપત્રક (નોટરાઇઝ સોગદનામું)
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો


ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 
રજીસ્ટ્રેશન માટે 
https://esamajkalyan.gujarat.gov.in/Registration.aspx
લૉગિન માટે 
https://esamajkalyan.gujarat.gov.in/index.aspx