અનુસુચિત જાતી કલ્યાણ ગાંધીનગર દ્વારા JEE, NEET, GUJCET વગેરે પરીક્ષા માટે તાલીમ સહાય યોજના.... 


યોજના : GUJCET, NEET, JEE, IIM, NIFT, CEPT, NLU તાલીમ સહાય... 

આ યોજનાનો લાભ ફક્ત SC કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓને મળવા પાત્ર છે... 


યોજનાનો હેતુ
>>>  નિફ્ટ, સેપ્ટ, એનએલયુમાં પ્રવેશ મેળવવા માંગતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓએ ધોરણ.૧૦માં ૭૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય અને ધોરણ. ૧૨ (કોઈપણ પ્રવાહ)માં અભ્યાસ કરતા હોવા જોઈએ. જ્યારે આઈઆઈએમમાં પ્રવેશ મેળવવા માંગતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓએ ધોરણ.૧૨ (કોઈપણ પ્રવાહ)માં ૭૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય અને સ્નાતક કક્ષા (કોઈપણ પ્રવાહ)ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હોય અથવા સ્નાતક પૂર્ણ કરેલ હોય તો સ્નાતકમાં ૭૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય તેમને વધુમાં વધુ રૂ. ૨૦,૦૦૦/- સુધીની સહાય આપવામાં આવે છે.

યોજના શરૂ થયાનું વર્ષ : વર્ષ ૨૦૧૪-૧૫

નિયમો અને શરતો
  • વિદ્યાર્થીએ આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કર્યા બાદ સબંધિત નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી દ્રારા જે વિદ્યાર્થીને ઓનલાઇન મંજુરી આપવામાં આવશે તે વિદ્યાર્થીઓને તાલીમ પૂર્ણ થયા બાદ ચૂકવણું કરવામાં આવશે.
  • વિદ્યાર્થી જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે નીચે મુજબની હોવી જોઇએ.
  • સંસ્થા ત્રણ વર્ષ કરતાં વધારે અનુભવ ધરાવતી હોવી જોઇએ
  • સંસ્થા GST નંબર/ પાનકાર્ડ ધરાવતી હોવી જોઇએ
  • સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની હાજરી માટે બાયોમેટ્રીક (ફીંગર પ્રિન્ટ) મશીન હોવું જોઇએ.
  • તાલીમ આપતી સંસ્થાની નોંધણી નીચેના પૈકી કોઈપણ એક અધિનિયમ હેઠળ થયેલ હોવી જોઈએ
  • મુંબઈ જાહેર ટ્રસ્ટ અધિનિયમ, ૧૯૫૦
  • કંપની અધિનિયમ, ૧૯૫૬
  • શોપ એન્‍ડ એસ્ટાબ્લિશમેન્‍ટ એક્ટ, ૧૯૪૮ (દુકાનો અને સંસ્થાઓના અધિનિયમ, ૧૯૪૮)
  • તાલીમ મેળવ્યા બાદ વિદ્યાર્થીએ પોતે કઈ કઈ પરીક્ષા આપી તેની વિગતો સંબંધિત નાયબ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણને સમયાંતરે મોકલવાની રહેશે.




વેબસાઇટ માટે : અહી ક્લિક કરો


ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપ ઓપન કરો. 

https://esamajkalyan.gujarat.gov.in/index.aspx?ServiceID=xytI/Lr+FGeYOBuK3qKpIw==