LRD લોકરક્ષક શારીરિક કસોટીના પરિણામ સામે મળેલી વાંધાઓ અરજી અંગેની અગત્યની સૂચના...
:: પોસ્ટ ::
LRD (લોક રક્ષક)
<< મહત્વની સૂચના :
*** તા.૨૧/૦૨/૨૦૨૨ નારોજ લોકરક્ષક કેડરની શારીરીક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવેલ. શારીરીક કસોટીના પરિણામ બાબતે ઉમેદવારો તરફથી વાંધા અરજીઓ મંગાવવામા આવેલ. જે અંગે કુલ-૧૨૫૪ વાંધા અરજીઓ મળેલ. તમામ અરજીઓનું રેકર્ડ ઉપરથી ચકાસણી કરતાં, કુલ-૧૨૫૪ અરજીઓ પૈકી ૧૦૨૯ અરજીઓના વાંધાઓને સમર્થન મળેલ નથી જે અરજીઓ ફાઇલ કરવામાં આવેલ છે. બાકી રહેલ કુલ-૨૨૫ અરજીઓની વિગત નીચે મુજબ છે.
*** ૮૭ અરજીઓમાં ઉમેદવારોએ જાહેર થયેલ પરિણામમાં પોતાની લોકરક્ષક અરજી મુજબની કેટેગીરી ન હોવા અંગે રજૂઆત કરેલ છે. આ તમામ ૮૭ ઉમેદવારોએ લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર તા.૨૨.૦૨.૨૦૨૨ના રોજ મૂકવામાં આવેલ કેટેગીરી ફેરફાર અંગેનું ૧૮૩૬નું લીસ્ટ જોઇ લેવું.