સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા માઈગ્રેશન સર્ટિફિકેટ ફોર્મ...
ઓનલાઈન માઈગ્રેશન સર્ટિફીકેટ ફોર્મ ભરનાર વિદ્યાર્થીએ નીચે દર્શાવેલ સુચનાઓ કાળજીપૂર્વક વાંચવી અને તેનુ પાલન કરવાનુ રહશે.- Migration ની કોને જરૂરીયાત પડે – જેમ કે કોઈ વિદ્યાર્થી સૌરાષ્ટ્ર યુનિ. માંથી અન્ય અભ્યાસ માટે અન્ય યુનિ. માં જવાનુ થાય ત્યારે માઈગ્રેશન સર્ટિફીકેટ ની જરૂરીયાત હોય છે.
- માઈગ્રેશન માટેની ફી રૂ| ૧૦૦/- નિયત કરવામા આવેલ છે. (Online Payment Gatewayના માધ્યમથી ફી ભરવાની રહેશે.)
- T.C. (ટ્રાન્સફર સર્ટીફીકેટ) ની અવેજીના દાખલા માટે તેની ફી Rs. -100/- નિયત કરેલ છે. માઈગ્રેશન સર્ટીફીકેટ અને T.C. (ટ્રાન્સફર સર્ટીફીકેટ) ની અવેજીના દાખલા માટે એટલે કે બન્ને સર્ટીફીકેટ માટે ફી રૂ| ૨૦૦/- થશે. (Online Payment Gatewayના માધ્યમથી ફી ભરવાની રહેશે.)
- નીચે દર્શાવેલ વેબ સાઈટ પરથી ઓનલાઈન ફોર્મ / આવેદનપત્ર ભરી શકાશે. forms.saurashtrauniversity.edu
- છેલ્લી પાસ કરેલ પરીક્ષા ની માર્કસીટની સ્કેન કરેલ JPG / PDF Minimum Upload Size: 25KB | Maximum Upload Size: 500KB ફાઈલ ઓનલાઈન ફોર્મ ભરતા સમયે સાથે રાખવી. ( સ્કેન કરેલ JPG / PDF ફાઈલ સ્પષ્ટ રીતે વંચાઈ શકે તેવી હોવી જોઈએ.)
- વિદ્યાર્થી નો ફોટો Minimum 1KB to Maximum 250KB SIZE અને સહી Minimum 1KB to Maximum 100KB SIZE JPG ફાઈલ ફોર્મેટ માં સ્કેન કરવો.
- Form ફિલઅપ અને સબમિટ થયા પછી ફોર્મની Print લઈ ને જે કોલેજમાં અભ્યાસ કર્યો હોય ત્યાં જઈને ફોર્મમાં કોલેજના પ્રિન્સીપાલ / હેડ ઓફ ડિપાર્ટમેન્ટના સહી સિક્કા કરાવવાના રહેશે, તેમજ તે કોલેજનું ઓરીજીનલ ટ્રાન્સફર સર્ટીફીકેટ લેવાનું રહેશે.
- માઈગ્રેશન ફોર્મ ની પ્રિન્ટ સાથે કોલેજના પ્રિન્સીપાલના સહી સિકકા સાથેનું ઓરીજીનલ ટ્રાન્સફર સર્ટીફીકેટ જોડીને પરીક્ષા સેલ વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રૂબરૂ અથવા પોસ્ટ દ્વારા જમા કરાવવાનુ રહેશે, ત્યાર બાદ ફોર્મ ચેક કરીને જો કોઈ પ્રકાર ની ક્વેરી નહી હોય તો જ માઈગ્રેશન સર્ટીફીકેટ આપવામા આવશે. જો કોઈ ક્વેરી (પ્રશ્ન ) હશે તો તેનું નિવારણ થયા બાદ માઈગ્રેશન સર્ટિફિકેટ આપવામાં આવશે.
- ફોર્મ સાથે જોડેલ ઓરીજીનલ ટ્રાન્સફર સર્ટીફીકેટ પરત કરવામા નહી આવે.
- T.C. ની અવેજીના દાખલાની જો જરૂર હોય તો ઓનલાઈન માઈગ્રેશન ફોર્મ એન્ટ્રી સમયે T.C. Certificate letter – પર ટીક કરવાનું રહશે અને તેની ફી રૂ| ૧૦૦/- રહેશે. (માઈગ્રેશન ફી રૂ| ૧૦૦/- + T.C. ની અવેજી નો દાખલો ફી રૂ| ૧૦૦/- = રૂ| ૨૦૦/- ભરવાના થશે)
- અન્ય જરૂરી વિગતો માઈગ્રેશન ફોર્મ માં દર્શાવવામાં આવેલ છે.
- ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ કાઢીને તે ફોર્મમાં છેલ્લે અભ્યાસ કરેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજના પ્રિન્સીપાલની સહી-સિક્કા ફ્રોર્મ માં કરાવવાના રહેશે.
- કોલેજનુ ઓરીજીનલ ટ્રાન્સફર સર્ટિફીકેટ ફોર્મ સાથે જોડવાનુ રહેશે. (એક્ષટર્નલ વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સફર સર્ટીફીકેટની જરૂર નથી.) એક્ષટર્નલ વિદ્યાર્થીએ (External Student) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક્ષટર્નલ વિભાગના વિભાગીય અધિકારીશ્રીના સહી સિક્કા કરાવવાના રહેશે.
- છેલ્લી માર્કશીટ ની ઝેરોક્ષ નકલ સ્વપ્રમાણિત કરવાની રહેશે.
(ફોર્મની પ્રિન્ટના PAGE -4 માં આપેલ PAYMENT STATUS : SUCCESS હોય તોજ ફોર્મ જમાં કરવું)
Online form ભર્યા બાદ Migration Form ની Print (Hard Copy) રૂબરુ પરીક્ષા વિભાગ ની વિન્ડો નં-૪ માં જમા કરાવવાની રહેશે.ઉપર મુજબ ની બધી વિગતો પુરી કરેલ હોય તો ઓનલાઈન ફોર્મ પ્રિન્ટ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષા સેલ વિભાગમા રૂબરૂ અથવા પોસ્ટ દ્વારા જમા કરાવવાનુ રહેશે.
ફોર્મ જમા કરાવ્યા બાદ ફોર્મ ચેક કરીને માઈગ્રેશન સર્ટીફીકેટ માટે વિદ્યાર્થીને જે પ્રમાણે માઈગ્રેશન ફોર્મની અરજીઓનો વર્કલોડ મુજબ તે સમયે તે પ્રમાણે સર્ટીફીકેટ આપવામાં આવશે.
> માઈગ્રેશન નું ફોર્મ જમાં કરાવ્યા બાદ બે દિવસ માં માઈગ્રેશન સર્ટીફીકેટ આપવામાં આવશે.
ખાસ નોધ:- ( જો કોઈ તકનીકી કે આકસ્મિક કારણો નહી હોય તો સર્ટિફિકેટ જેટલું શક્ય હશે તેટલું વહેલું આપવામાં આવશે.)
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://forms.saurashtrauniversity.edu/rulesmigrationcertificate