અગ્નિવીર આર્મીના ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાનમાં લેવાની સૂચનાઓ...
- અગાઉ આર્મીની ભરતી માં ફોર્મ ભરાવેલ હોય તો તે જ મેઇલ આઇડી ચાલુ હોવી જોઈએ તે જ રજીસ્ટ્રેશન ઉપર ફોર્મ ભરી શકાશે.
- દરેક વ્યક્તિ નું આધારકાર્ડમાં નામ ધો. 10 ની માર્કશીટ પ્રમાણે હોવું જોઈએ.
- દા. તરીકે જો માર્કશીટમાં અટક આગળ હોય તો આધારકાર્ડ માં પણ ફરજીયાત આગળ હોવી જોઈએ અને કોઈ પણ શબ્દ ની ભૂલ ના હોવી જોઈએ જો કોઈ પણ વ્યક્તિ ને આધારકાર્ડ માં જો ભૂલ હોય તો આજે જ આધારકાર્ડ સુધારો કરવાની પ્રોસેસ કરાવી દેવી
- જ્યાં સુધી આધારકાર્ડ માં સુધારો ના થઈ જાય ત્યાં સુધી કોઈએ ફોર્મ ભરાવવું નહિ.
- પાસપોર્ટ સાઈઝ નો ફોટો (20 કોપી) તાજેતરનો ( 3 મહિના અંદરનો ) વાઇટ બેકગ્રાઉન્ડમાં જ હોવો જોઈએ... ફોટોશોપમાં કટિંગ કરી બૅકગ્રાઉન્ડમાં મુકેલ ફોટો નહીં ચાલે.
- તમારો અભ્યાસ દા.8,10,12, ડિપ્લોમા કોઈપણ એક એની માર્કશીટ પણ સાથે લઈ ને આવવી.
- મેઇલ આઇડી ચાલુ હોય અને મોબાઈલ નંબર ચાલુ હોય તે જ આપવો.