રાજય સરકાર દ્વારા વન રક્ષક પરીક્ષા કંફર્મેશન (સંમતિ) ફોર્મ અંગે...

પોસ્ટ : ફોરેસ્ટ ગાર્ડ (બીટ ગાર્ડ)

જાહેરાત ક્રમાંક : FOREST/202223/1

કુલ જગ્યા : 823

કંફર્મેશન (સંમતિ) ફોર્મ તા. : 24/07/2023 થી 07/08/2023 સવારે 11:00 કલાક સુધી....


>> ખાસ નોંધ <<

પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ’ OJAS વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર ઓનલાઇન સબમીટ કરશે, ત્યારે તે પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો કોડ જનરેટ થશે, અને સંમતિ ફોર્મ સબમીટ કર્યા બદલ રસીદ જનરેટ થશે, જેની ઉમેદવારે પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખવાની રહેશે. CI- કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો કોડ ઉમેદવારે સાચવી રાખવાનો રહેશે. કોડ વિના ઉમેદવાર પરીક્ષામાં પ્રવેશ માટેનો કોલલેટર ડાઉનલોડ કરી શકશે નહીં જેની ઉમેદવારોને ખાસ નોંઘ લેવી





જાહેરાત ક્રમાંક- FOREST 202223/1 વનરક્ષક વર્ગ- ૩

ઉમેદવારો માટેની અગત્યની સુચના  👇👇

>>> વનરક્ષક વર્ગ ૩ની સીધી ભરતીની જાહેરાત અન્વયે નોંધાયેલ ઉમેદવારોની પરીક્ષા ટૂંક સમયમાં યોજવાની પ્રક્રિયા  હાથ ધરવામાં આવી રહેલ છે.

>>> વનરક્ષક વર્ગ-૩ની જગ્યાઓ જિલ્લા આધારિત છે. ઉમેદવારોએ જે તે જિલ્લા માટે ઉમેદવારી નોંધાવાની હોય છે પરંતુ જે ઉમેદવારોએ એક કરતાં વધારે જિલ્લા માટે અરજી કરેલ હશે તો છેલ્લે જે જિલ્લા માટે અરજી કરેલ હશે તે જ માન્ય ગણવામાં આવશે અને તે માન્ય રાખી તે જિલ્લા માટે સંમતિપત્રક ભરવાનું રહેશે.

>>> આમ ઉપરોક્ત તમામ બાબતો ધ્યાને લઈ વનરક્ષક વર્ગ-૩ માટે નોંધાયેલ ઉમેદવારો પાસેથી ''પરીક્ષા આપવા માટેની સંમતિ'' મેળવવાનું વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલ છે અને આ અંગેની સંમતિ અંગેનું ફોર્મ OJAS વેબસાઈટ ઉપર તા. ૨૪/૦૭/૨૦૨૩ થી તા. ૦૭/૦૮/૨૦૨૩ પર ઉપલબ્ધ કરવામાં આવશે. જે માટે ઉમેદવારે OJAS વેબસાઈટ ઉપરના હોમ પેજ પર OTHER એપ્લીકેશન  મેનૂ માં CONSENT FOR EXAM માં  માં ઉમેદવારે પોતાના કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખથી લોગીન કરીને વનરક્ષક વર્ગ-૩ની પરીક્ષા આપવા માટેની પોતાની સંમતિ અંગેનું કોર્મ તા. ૨૪/૦૭/૨૦૨૩ના રોજ સવારે ૧૧.૦૦ કલાકથી તા. ૦૭/૦૮/૨૦૨૩ના રોજ સવારે ૧૧.૦૦ કલાક દરમ્યાન ભરવાનું રહેશે. છેલ્લી તારીખ : ૦૭/૦૮/૨૦૨૩ના રોજ સવારે ૧૧.૦૦ કલાકં બાદ કોઈપણ ઉમેદવાર પરીક્ષા આપવાનું સંમતિ ફોર્મ ભરી શકશે નહિ.

>>> જે ઉમેદવારો  વનરક્ષક વર્ગ-૩ની ''પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ'' OJAS  વેબસાઈટ  ઓનલાઈન સબમીટ કરશે ત્યારે તે પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો કોડ જનરેટ થશે અને સંમતિ ફોર્મ સબમીટ કર્યા બદલ રસીદ જનરેટ થશે. જેની ઉમેદવારે પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખવાની રહેશે.

>>> કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો કોડ ઉમેદવારે સાચવી રાખવાનો રહેશે. કોડ વિના ઉમેદવાર પરીક્ષામાં પ્રવેશ માટેનો કોલલેટર ડાઉનલોડ કરી શકશે નહીં જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.

>>> જે ઉમેદવારો નિયત સમયમાં આ સંમતિ ફોર્મ નહીં ભરે તેવા ઉમેદવારોની  વનરક્ષક વર્ગ- ૩ની જાહેરાત અન્‍વયે કરેલી ઓનલાઈન અરજીઓ આપોઆપ રદ થશે. અને આવા ઉમેદવારો વનરક્ષક વર્ગ-૩ની આગામી ટૂંક સમયમાં યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા માટેના પોતાના કોલ લેટર પણ ડાઉનલોડ કરી શકશે નહીં અને પરીક્ષામાં બેસી શકશે નહીં અને આ અંગેની કોઈપણ રજુઆતો પાછળથી ખાતા દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ.

>>> વનરક્ષક વર્ગ-૩ અન્વયે જો કોઈ ઉમેદવાર દ્વારા અલગ અલગ કન્ફર્મેશન નંબરના અલગ અલગ સંમતિ ફોર્મ ઉમેદવાર દ્વારા ભરેલ હોવાનું જણાઈ આવશે તો તેવા ઉમેદવારને ગુજરાત રાજ્યની તમામ ભરતી સંસ્થાઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી કરવામાં આવશે.

>>> વનરક્ષક વર્ગ-૩ની આગામી ટૂંક સમયમાં યોજાનાર પરીક્ષા આપવા માટેના સંમતિ ફોર્મ માત્ર ઓનલાઈન OJAS વેબસાઈટ ઉપર જ ભરી શકાશે. અન્ય કોઈ માધ્યમથી સંમતિ ફોર્મ ખાતા દ્વારા સ્વીકારવામાં આવશે નહિ.

>>> ભરતી સમયની માહિતી જોવા માટે : અહી ક્લિક કરો.