બેટરી સંચાલિત ત્રિ ચક્રીય વાહન યોજના 2023-24.... 

રિક્ષા લેવા માટે Rs.48000/- ની સહાય... 

::: બેટરી વાળી રિક્ષા મેળવવા અંગેની યોજના ::: 


::::  આ યોજના માટે કોણ અરજી કરી શકે ???? ::::  

>>> વ્યક્તિગત અથવા સંસ્થાકીય અરજદારો

::: અરજી પત્રક ક્યાંથી મળશે... ??? ::: 

>>> જેડા દ્વારા અધિકૃત ઉત્પાદકોના ડીલર્સ તથા વેબસાઇટ પરથી... 

*** ફોર્મ માટે : અહી ક્લિક કરો 

*** વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

::: ફોર્મ ક્યાં જમા કરવાનું રહેશે ??? ::: 

>>> અરજીપત્રક ઉત્પાદક તથા મોડેલની પસંદગી કરીને તા. : 31/12/2020 સુધીમાં પસંદ કરેલ ઉત્પાદકોના ડીલર્સ / જેડા કચેરીમાં જમા કરાવવાનું રહેશે. 

::: આ અંગે રાજ્ય સરકારની કેટલી સબસિડી મળવાપાત્ર છે ??? ::: 

>>> Rs. 48,000/- પ્રતિ વાહન 

::: સબસિડીનો લાભ લઈ રીતે મળશે ??? ::: 

>>> જેડા દ્વારા યોજનાની શરતો મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીના બેન્ક ખાતામાં વાહનની ખરીદી કર્યા પછી જમા કરાશે. 

::: અરજી સાથે આપવાના થતાં ડૉક્યુમેન્ટ લિસ્ટ ::: 

  • વ્યક્તિગત અરજદાર 
>>> આધારકાર્ડની સ્વપ્રમાણિત નકલ 
>>> ત્રિ ચક્રીય વાહન ચલાવવા માટે લાઇસન્સની સ્વપ્રમાણિત નકલ 
>>> જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો) 
  • સંસ્થાકીય અરજદાર માટે 
>>> સંસ્થાના નોંધણીના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ 
>>> સંસ્થાના  લાઇટબિલ /પ્રોપર્ટી ટેક્ષ બિલની સ્વપ્રમાણિત નકલ 
>> સંસ્થાનો ત્રિ ચક્રીય વાહન ખરીદવા અને વપરાશ કરવા અંગેનો ઠરાવ 

>>> પ્રાથમિકતાના ધોરણો 

  • વ્યક્તિગત : રિક્ષાચાલક/મહિલા સાહસિક/યુવા સ્ટાર્ટટપ સાહસિક/શિક્ષિત બેરોજગાર/અનુસુચિત જાતિ/સામાજિક આર્થિક મોજણી અંતર્ગત જાહેર કરેલા ગરીબ.અતિ ગરીબ/અનુસુચિત જનજાતિ/દિવ્યાંગ/બિનઅનામત વર્ગના આર્થિક પછાત
  • સંસ્થાકીય : સહકારી મંડળીઓ/યાત્રાધામો/બિન નફાકારક સંસ્થાઓ/સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ/શૈક્ષણિક સંસ્થાઓ

સંપર્ક ( કોંટેક્ટ) માટે : ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી (જેડા), ગાંધીનગર ફોન નં: 079-23257251/53 

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો