ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અ.જા.) હસ્તક લોન યોજના....
::: યોજના :::
- મહિલા સમૃધ્ધિ યોજના ફક્ત
- પશુપાલનની યોજના
- નાના ધંધા/વ્યવસાય ધિરાણ યોજના
- પેસેન્જર વાહન/માલવાહક યોજના
ફોર્મ ભરવાની છેલ્લી તા. : 23/02/2024 થી 23/03/2024
>> યોજનાની વિગત <<
👇👇
::: સૂચના :::
- અરજદાર મુળ ગુજરાતના વતની અને અનુસૂચિત જાતિ પૈકી (અતિપછાત) જાતિના અંત્યોદય સમાજના બેરોજગાર હોવા જોઇએ.(સફાઇકામદાર અથવા તેના આશ્રિત ન હોય તેવા)
- અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂ!.૩.૦૦ લાખથી વધુ હોવી જોઇએ નહી.
- અરજદારની ઉંમર જાહેરાતની તારીખે ૧૮ વર્ષથી ઓછી જોઇએ નહીં.(યોજનાકીય ધિરાણ માટે)
- અરજદારના કુટુંબના કોઇ સભ્ય સરકારી કે અર્ધસરકારી કચેરીમાં ફરજ બજાવતા હોવા જોઇએ નહીં.
- અરજદાર કે તેમના કુટુંબના સભ્યએ આ નિગમની કે સરકારશ્રીની કોઇપણ યોજના હેઠળ અગાઉ ધિરાણ મેળવેલ ન હોય તેવા જ અરજદારો આ જાહેરાત અન્વયે અરજી કરી શકશે.
- બી.પી.એલ./વિધવા/ત્યક્તા/વિકલાંગને અગ્રિમતા આપવામાં આવશે
- મહિલા સમૃધ્ધિ યોજના, પશુપાલન ધિરાણ યોજના, નાના ધંધા/વ્યવસાય ધિરાણ યોજના અને પેસેન્જર વાહન/માલવાહક યોજના માટે તા:23/02/2024 થી અરજી કરી શકશે.
- લોન યોજના માટેની અરજીઓ કન્ફર્મ થઇ ગયા પછી આપની પાસે અરજીફોર્મની પ્રિન્ટ તથા આપના દ્વારા રજુ કરેલ દસ્તાવેજોની નકલ રાખવાની રહેશે. જે તે સમયે અત્રેની કચેરી દ્વારા માંગવામાં આવે ત્યારે રજુ કરવાની રહેશે.
- લોન/સહાયની રકમ આધારકાર્ડ સાથે જોડાણ કરેલ સક્રિય (active) રાષ્ટ્રીયકૃત (Schedule) બેંકના ખાતામાં જ જમા કરાવવામાં આવશે.
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://daadconline.gujarat.gov.in/