ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના...

યોજનાનુ નામ :- 

 1. નમો લક્ષ્મી યોજના

ધો. 12 સુધીના અભ્યાસ દરમ્યાન Rs. 50,000/- સુધીની સહાય

  • ધો. 9 અને 10માં વાર્ષિક 10,000/- ની સહાય
  • ધો. 11 અને 12માં વાર્ષિક 15,000/- ની સહાય

2. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના

ધો. 11 અને 12 વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ પૂર્ણ કર્યેથી Rs. કુલ 25,000/- હજાર સુધીની સહાય

  • ધો. 11 માટે 10,000/- ની સહાય
  • ધો. 12 માટે 15,000/- ની સહા

કોને મળવા પાત્ર છે... ???

રાજ્યની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને નીચે મુજબની પાત્રતાને આધીન આ મળવા પાત્ર સહાય થશે.

A) રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ-૮નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ ૯માં પ્રવેશ મેળવેલ હોય, અથવા
B) રાજ્યની માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં RTE અંતર્ગત પ્રવેશ મેળવી ધોરણ ૧ થી ૮નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ ૯માં પ્રવેશ મેળવેલ હોય, અથવા

C) ઉપર (a) અને (b) સિવાયની જે વિદ્યાર્થિનીઓએ ધોરણ-૮ પૂર્ણ કર્યા બાદ ધોરણ ૯માં પ્રવેશ મેળવેલ હોય અને જેઓના કુટુંબની વાર્ષિક આવક રૂ.૬ લાખ કે તેથી ઓછી હોય.

મળવાપાત્ર સહાય :-

આ યોજના હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ પૂર્ણ કર્યેથી પાત્રતા ધરાવનાર દરેક વિદ્યાર્થિનીને કુલ રૂ. ૫૦,૦૦૦/- સુધીની સહાય નીચે મુજબ મળવાપાત્ર રહેશે.

A) ધોરણ ૯ અને ૧૦ ના મળી કુલ રૂ. ૨૦,000/- સહાય ચૂકવવામાં આવશે. આ સહાય પૈકી ૯ અને ૧૦ ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમ્યાન ૧૦ માસ માટે માસિક રૂ. ૫૦૦/- મુજબ વાર્ષિક રૂ. ૫,૦૦૦/- પ્રમાણે બંને વર્ષના મળી કુલ રૂ. ૧૦,૦૦૦/-ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના રૂ. ૧૦,૦૦૦/- ધોરણ ૧૦ ની બોર્ડ પરીક્ષા પાસ કર્યેથી મળવાપાત્ર રહેશે

B) ધોરણ ૧૧ અને ૧૨ના મળી કુલ રૂ. ૩૦,૦૦૦/- સહાય ચૂકવવામાં આવશે. આ સહાય પૈકી ૧૧ અને ૧૨ ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમ્યાન ૧૦ માસ માટે માસિક રૂ. ૭૫૦/- મુજબ વાર્ષિક રૂ. ૭,૫૦૦/- પ્રમાણે બંને વર્ષના મળી કુલ રૂ. ૧૫,૦૦૦/- ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના રૂ. ૧૫,૦૦૦/- ધોરણ ૧૨ની બોર્ડ પરીક્ષા પાસ કર્યેથી મળવાપાત્ર રહેશે.

>>>> નમો લક્ષ્મી યોજનાનું ફોર્મ ઓનલાઇન ભરવાનું રહશે
>>>> વિધ્યાર્થી જાતે ફોર્મ ભરી શકશે નહીં.
>>>> વિધ્યાર્થીએ ધોરણ 9 માં જે તે શાળામાં પ્રવેશ મેળવેલ છે તે શાળાના શિક્ષકો દ્વારા ફોર્મ ભરવાનું રહશે.

>> ફોર્મ ભરવા માટે ડોકયુમેન્ટ <<
  • વિધ્યાર્થીનું આધાર કાર્ડ
  • માતા - પિતા નું આધાર કાર્ડ
  • માતાના બેન્ક પાસબુકની નકલ
  • આવકનો દાખલો
  • જન્મ તારીખ નો દાખલો
  • સ્કૂલ લિવિંગ (LC)
  • વાલીનો મોબાઈલ નંબર