બિન હથિયારી PSI અને લોકરક્ષક કેડરની અરજીઓને રદ કરવા તેમજ મર્જ કરવા બાબતેની જરૂરી સુચનાઓ....
PSI. તથા લોકરક્ષક કેડરની ભરતીની જાહેરાત તા.૧૨/૦૩/૨૦૨૪ નારોજ બહાર પાડવામાં આવેલ. ઓનલાઇન અરજી તા.૦૪/૦૪/૨૦૨૪ થી તા.૩૦/૦૪/૨૦૨૪ દરમ્યાન મેળવવામાં આવેલ હતી. ભરતીની અરજીઓ એપ્રિલ માસમાં મંગાવવામાં આવેલ હોઇ ત્યારબાદ ઉનાળા તથા ચોમાસાના કારણે ભરતીની શારીરીક કસોટી થઇ શકે તેમ ન હોઇ શારીરીક કસોટી નવેમ્બર-૨૦૨૪ માં યોજવાનો નિર્ણય કરવામાં આવેલ. તેને ધ્યાનમાં લેતા જે વિધાર્થીઓ ધોરણ-૧૨ માં અથવા સ્નાતકના છેલ્લા વર્ષમાં ભણતા હોય પરંતુ તેમની પરીક્ષા થયેલ ન હોય / પરિણામ આવેલ ન હોય તેવા ઉમેદવારો ભરતીથી વંચિત ન રહે તે હેતુથી ઓગષ્ટ/સપ્ટેમ્બર માસમાં ફરીથી અરજી મેળવવામાં આવશે, તેવી જાહેરાત કરવામાં આવેલ. અને તે મુજબ ફેઝ-૧ તથા ફેઝ-૨ માં નીચે જણાવ્યા મુજબ ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ
>>> ફેઝ - 1 એટલે કે તા.૦૪/૦૪/૨૦૨૪ થી તા.૩૦/૦૪/૨૦૨૪ દરમ્યાન મેળવવામાં આવેલ ઓનલાઇન અરજીઓ.
>>> ફેઝ - 2 એટલે કે તા.૨૬/૦૮/૨૦૨૪ થી તા.૦૯/૦૯/૨૦૨૪ દરમ્યાન મેળવવામાં આવેલ ઓનલાઇન અરજીઓ.
જે ઉમેદવારોએ ફેઝ - 1 અથવા ફેઝ - 2 અથવા બંન્ને ફેઝમાં PSI અને લોકરક્ષકમાં અલગ-અલગ અરજી કરેલ છે, તેઓને જુદી જુદી અરજીઓ પર શારીરીક કસોટીના જુદા જુદા કોલલેટર ઇશ્યુ ન થાય અને તેઓને એકથી વધુ વખત શારીરીક કસોટી આપવાની તક ન મળે તેમજ એક કરતા વધુ વખત શારીરિક કસોટી આપવી ના પડે, ઉપરાંત સમગ્ર શારીરીક કસોટી પ્રક્રિયા ઉમેદવારના એક જ કન્ફર્મેશન નંબર સાથે પૂર્ણ થાય તે હેતુથી આવા પ્રકારની અરજી મર્જ કરવી જરૂરી છે.
દા.ત. ઉમેદવારનો PSI ભરતી માટે કન્ફર્મેશન નંબ રઃ 11111111 છે અને તે જ ઉમેદવારનો લોકરક્ષક કેડર ભરતી માટે કન્ફર્મેશન નંબરઃ 22222222 છે તો આવી અરજીઓને મર્જ કરી કન્ફર્મેશન નંબ રઃ 11111111 ઉપર શારીરિક કસોટીના કોલલેટર ઇશ્યુ કરવામાં આવશે.
વધુ માં જે ઉમેદવાર શારીરીક કસોટી પાસ કરે છે તે ઉમેદવારને પો.સ.ઇ.ની લેખિત પરીક્ષા કન્ફર્મેશન નંબર : 11111111 ઉપર તેમજ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા કન્ફર્મેશન નંબર : 22222222 ઉપર આપવાની રહેશે અને જે-તે સંવર્ગ માટે ઓનલાઇન અરજી કરેલ હોય તે મુજબની માહિતી ધ્યાને લેવામાં આવશે.
ફેઝ - 2 માં અરજીઓ મંગાવવાનો હેતુ એ હતો કે ફેઝ - 1ની અરજીના સમયગાળામાં ધોરણ - ૧૨ અને સ્નાતકની પરીક્ષાઓ થયેલ હતી પરંતુ પરીણામ બાકી હોવાના કારણે ઉમેદવારો અરજી કરી શકેલ ન હતા તેમજ કોઇપણ કારણસર ફેઝ - 1 માં અરજી કરી શકેલ ન હતા આવા જ ઉમેદવારો માટે ફેઝ - 2માં અરજી મંગાવવામાં આવેલ. આમ જે ઉમેદવારે ફેઝ-૧માં જે સંવર્ગમાં અરજી કરેલ હતી તેઓને ફેઝ-૨માં તે જ સંવર્ગમાં અરજી કરવાની છૂટ ન હતી છતાં પણ કેટલાક ઉમેદવારોએ ફેઝ - 2 માં ફરીવાર અરજી કરેલ છે. આવા ઉમેદવારોએ એક જ સંવર્ગમાં એક કરતા વઘારે કરેલ અરજીઓ રદ કરવાપાત્ર થાય છે. એ જ રીતે જે ઉમેદવારોએ ફેઝ-૧ માં એક જ સંવર્ગમાં એક કરતા વઘુ અરજી કરવાની રહેતી ન હતી છતાં ૫ણ એક કરતા વઘારે અરજી કરેલ હોય તેઓની એક અરજી માન્ય રાખી બાકીની અરજી રદ કરવાપાત્ર થાય છે. તે જ રીતે ઉમેદવારે ફે-૧ માં અરજી કરેલ ન હોય ૫રંતુ ફેઝ-ર માં એક જ સંવર્ગમાં એક કરતા વઘુ અરજી કરેલ હોય તો તે પૈકીની એક અરજી માન્ય રાખી બાકીની અરજીઓ રદ કરવાપાત્ર થાય છે. આ રીતે રદ કરવાપાત્ર અરજીઓ રદ કરી માન્ય અરજી જો બે સંવર્ગમાં જુદી જુદી હોય તો તે બંને સંવર્ગની અરજી મર્જ કરવામાં આવેલ છે અને મર્જ કરવામાં આવેલ અરજીના કિસ્સામાં ઉ૫ર જણાવ્યા મુજબ શારીરિક / લેખિત કસોટી વખતે કોલલેટર ઇશ્યૂ કરવામાં આવશે. ઉમેદવારોએ જુદા જુદા ફેઝમાં એક કરતા વઘુ અરજી કરેલ હોય ત્યારે કઇ અરજી માન્ય રાખવામાં આવેલ છે,
>>> તેની વિગતો PDF માં જોવા માટે : અહીં કલીક કરો.
>>> મર્જ કરેલ અરજીઓની વિગતો જોવા માટે : અહીં કલીક કરો.
>>> એક થી વધુ અરજી કરનાર ઉમેદવારોની રદ કરેલ અરજીઓની વિગતો જોવા માટે : અહીં કલીક કરો.
આ અંગે જો કોઇપણ ઉમેદવાર રજુઆત કરવા માંગતા હોય તો તા. ૧૦/૧૧/૨૦૨૪ ના કલાકઃ ૧૭.૦૦ વાગ્યા સુધીમાં કચેરી સમય દરમ્યાન (જાહેર રજાના દિવસો સિવાય) જરૂરી દસ્તાવેજો સાથે ભરતી બોર્ડની કચેરી ખાતે આવી તેમની અરજી કરી શકશે.
ખાસ નોંધ : ઉપરોકત તમામ કાર્યવાહી બાદ માન્ય રહેતી અરજીઓ માટે નીચેની બાબતો ધ્યાને લેવાની રહેશે.
ઉમેદવારની બંન્ને સંવર્ગમાં માન્ય અરજી ફેઝ -૧ ની હશે તેવા કિસ્સામાં ઉમેદવારની વય મર્યાદા, જાતિ પ્રમાણપત્ર, શૈક્ષણીક લાયકાત તથા વધારાના ગુણ માટેના પ્રમાણપત્રો વિગેરે અરજી કરવાની છેલ્લી તારીખ : ૩૦/૦૪/૨૦૨૪ ની સ્થિતીએ ગણવાનુ રહેશે.
ઉમેદવારની બંન્ને સંવર્ગમાં માન્ય અરજી ફેઝ -૨ ની હશે તેવા કિસ્સામાં ઉમેદવારની વય મર્યાદા, જાતિ પ્રમાણપત્ર, શૈક્ષણીક લાયકાત તથા વધારાના ગુણ માટેના પ્રમાણપત્રો વિગેરે અરજી કરવાની છેલ્લી તારીખ ૦૯/૦૯/૨૦૨૪ ની સ્થિતીએ ગણવાનુ રહેશે.
ઉમેદવારની બંન્ને સંવર્ગની માન્ય અરજી ફેઝ -૧ અથવા ફેઝ-૨ની હશે તેવા કિસ્સામાં જે સંવર્ગની અરજી જે ફેઝમાં માન્ય હશે તે ફેઝની ઉમેદવારની વય મર્યાદા, જાતિ પ્રમાણપત્ર, શૈક્ષણીક લાયકાત તથા વધારાના ગુણ માટેના પ્રમાણપત્રો વિગેરે જે તે ફેઝની અરજી કરવાની છેલ્લી તારીખ સુધીના માન્ય રહેશે.
દા.ત. :-
ઉમેદવારની ફેઝ -૧ માં લોકરક્ષકની અરજી માન્ય થઇ હશે તો લોકરક્ષકની અરજી માટે ઉમેદવારની વય મર્યાદા, જાતિ પ્રમાણપત્ર, શૈક્ષણીક લાયકાત તથા વધારાના ગુણ માટેના પ્રમાણપત્રો વિગેરે તા. ૩૦/૦૪/૨૦૨૪ ની સ્થિતિેએ લાયક હોવા જોઇએ. અને ઉમેદવારની ફેઝ-૨ માં પો.સ.ઇ.ની અરજી માન્ય થયેલ હોય તો પો.સ.ઇ.ની અરજી માટે વય મર્યાદા, જાતિ પ્રમાણપત્ર, શૈક્ષણીક લાયકાત તથા વધારાના ગુણ માટેના પ્રમાણપત્રો વિગેરે તા.૦૯/૦૯/૨૦૨૪ની સ્થિતિેએ લાયક હોવા જોઇએ.