GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ) દ્વારા ભરતી...

પોસ્ટ : હેલ્પર

>> અગત્યની તારીખ <<
  • ફોર્મ શરૂ થયાની તા. : 06/12/2024
  • ફોર્મ છેલ્લી તા. : 05/01/2025
  • ફી ભરવા માટે છેલ્લી તા. : 07/01/2025
કુલ જગ્યા : 1658

પગાર : Rs. 21,100/- (પાંચ વર્ષ માટે ફિક્સ)

ઉંમર : 18 થી 35 વર્ષ

લાયકાત :- 
સરકાર માન્ય ITIનો મીકેનીક મોટર વ્હીકલ અથવા મીકેનીક ડીઝલ અથવા જનરલ મીકેનીક અથવા ફીટર અથવા ટર્નર અથવા ઇલેક્ટ્રીશીયન અથવા શીટ મેટલ વર્કર અથવા ઓટો મોબાઇલ્સ બોડી રીપેરર અથવા વેલ્ડર અથવા વેલ્ડર કમ ફેબ્રીકેટર અથવા મશીનીસ્ટ અથવા કારપેન્ટર અથવા પેઇન્ટર જનરલ અથવા ઓટો મોબાઇલ પેઇન્ટે રીપેરરનો ઓછામાં ઓછો એક વર્ષનો કોર્ષ પાસ.



>> OMR લેખિત પરીક્ષા સિલેબઝ <<
👇👇

>> ભરતી મેરીટ પ્રક્રિયા <<
👇👇


>>>> લઘત્તુમ શૈક્ષણિક લાયકાત તરીકે ITI.ના 55% વેઈટેજ તથા અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત તરીકે એપ્રેન્ટિસના 15% વેઈટેજ એમ કુલ - 70 % વેઈટેજ માંથી મેળવેલ મહત્તમ વેઈટેજના આધારે જાહેરતમાં દર્શાવેલ અનામત / બિનઅનામત જગ્યાઓ ધ્યાને લઈ, 100 ગુણની OMR લેખિત પરીક્ષા માટે 1:15 ના રેશિયો મુજબ ઉમેદવારોને બોલાવવામાં આવશે.1:15 મુજબ ઉમેદવારોને બોલાવવામાં આવે તયારે છેલ્લા કટ ઓફ મુજબનું સરખુ વેઈટેજ ધરાવતા તમામ ઉમેદવારોને 100 ગણુ ની OMR. લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે.

>>>> OMR. લેખિત પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારો પૈકી ઓપ્ટીકલ માર્ક રીડીંગ (O.M.R) લેખિત પરીક્ષામાંથી મેળવેલ ગુણના 30 % વેઈટેજ તથા શૈક્ષણિક લાયકાતના 70% વેઈટેજ (ITI.ના 55 % તેમજ એપ્રેન્ટિસના 15 %) એમ કુલ - 100 % વેઈટેજમાંથી મેળવેલ વેઈટેજ મુજબ સૌથી ઉંચુ વેઈટેજ ધરાવતા ઉમેદવારોની જાહેરાતમાં દર્શાવેલ અનામત / બિનઅનામત જગ્યાઓ ધ્યાને લઈ, મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ મેરિટ યાદીનાં આધારે આખરી દસ્તાવેજ ચકાસણી માટે 1 જગ્યા સામે ૧.૫ (દોઢ) ગણા મુજબના ઉમેદવારોને અથવા નિગમની જરૂરિયાતના પ્રમાણમાં એક સાથે / તબક્કાવાર ઉમેદવારોને બોલાવવામાં આવશે અને તેમાંથી યોગ્ય માલુમ પડ્યેથી પ્રોવિઝનલ પસંદગીયાદી / પ્રતિક્ષાયાદી બનાવવામાં આવશે.

👉 ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો.

:: ચલણ ::
જનરલ માટે : Rs. 300/- + GST
અન્ય માટે : Rs. 200/- + GST

>>> જરૂરી ડૉક્યુમેન્ટ <<<
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • (તા. 01/04/2022 થી 07/01/2025 દરમ્યાન ઇશ્યુ થયેલ હોવું જોઈએ)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • (તા. 20/12/2021 થી 07/01/2025 દરમ્યાન ઇશ્યુ થયેલ હોવું જોઈએ)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • માર્કશીટ (ITI ટ્રેડ મુજબની માર્કશીટ અને સર્ટિફિકેટ)
  • એપ્રેંટિસ કરેલું હોય તો તેની માર્કશીટ અને સર્ટિફિકેટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
  • હાલ સરકારી નોકરી કરતાં હોય તો જોઇન થયાની તારીખ
  • જો અગાઉ Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો ID પાસવર્ડની જરૂર પડશે
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક સિલેક્ટ કરી ઓપન કરો કરો.
👇👇👇
https://ojas.gujarat.gov.in/ojas3/AdvtList.aspx?type=lCxUjNjnTp8=