પોલીસ ભરતી શારીરિક કસોટી તારીખ બદલવા બાબતે...

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની લેખિત પરીક્ષા સમયસર યોજી શકાય તે હેતુથી સૌ પ્રથમ તા.૦૮/૦૧/૨૦૨૫ થી તા.૩૧/૦૧/૨૦૨૫ દરમ્યાન બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરના (BOTH) અને ફકત બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરના ઉમેદવારોની શારીરિક કસોટી યોજાનાર છે અને ત્યારબાદ ફકત લોકરક્ષક કેડરના ઉમેદવારોની શારીરિક કસોટી યોજાનાર છે.

તા.૦૧/૦૧/૨૦૨૫ નારોજ વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ સુચના અનુસાર જે કોઇ ઉમેદવારોને યોગ્ય કારણસર શારીરિક કસોટીની તારીખ બદલવાની જરૂરીયાત ઉભી થાય તો તેઓને બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર માટે પુરૂષ ઉમેદવારોની છેલ્લી તા.૩૧/૦૧/૨૦૨૫ (SRPF ગ્રુપ-૧૧, વાવ અને PHQ, ભરૂચ ખાતે છેલ્લી તા.૩૦/૦૧/૨૦૨૫), મહિલા ઉમેદવારોની છેલ્લી તા.૨૯/૦૧/૨૦૨૫ (PHQ રાજકોટ ખાતે છેલ્લી તા.૨૭/૦૧/૨૦૨૫) સુધી જ ફાળવવામાં આવશે.

ફકત લોકરક્ષક કેડર માટે પુરૂષ ઉમેદવારોની છેલ્લી તા.૦૧/૦૩/૨૦૨૫ અને મહિલા ઉમેદવારોની છેલ્લી તા.૨૨/૦૨/૨૦૨૫ સુધી જ ફાળવવામાં આવશે.

માજી સૈનિક ઉમેદવારોની તારીખ બદલવા માંગતા હોય તેવા ઉમેદવારોને તા.૨૮/૦૧/૨૦૨૫ અને તા.૨૯/૦૧/૨૦૨૪ દિવસ સિવાય અન્ય કોઇ તારીખ ફાળવી શકાશે નહીં.

ઉપરોકત બાબતે તમામ ઉમેદવારે નોંધ લેવી.