RTE (Right to Education)
ધો.1 થી બાળકો ને પ્રાઈવેટ સ્કૂલમાં ફ્રી એડમિશન
(વાલીની પસંદગીની કોઈ પણ પ્રાઈવેટ સ્કૂલમાં એડમિશન)
RTE શાળા પસંદગી ત્રીજો રાઉન્ડ રિઝલ્ટ જાહેર......
RTE હેઠળ પ્રવેશનો ત્રીજો રાઉન્ડ બહાર પાડવામાં આવેલ છે,
ADMIT CARD (પ્રવેશ પત્ર) ટેબ પર ક્લિક કરી એપ્લીકેશન નંબર અને જન્મતારીખ દાખલ કર્યા બાદ પ્રવેશ ફાળવણી થયેલ બાળકનું પ્રવેશ પત્ર (એડમિટ કાર્ડ) ડાઉનલોડ કરી શકાશે. ADMIT CARD (પ્રવેશ પત્ર) ની પ્રિન્ટ મેળવી જે તે શાળામાં શાળા સમય દરમિયાન તારીખ ૧૩/૦૬/૨૦૨૫ સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ મેળવી લેવો. અન્યથા પ્રવેશ રદ થશે.
👉 રિઝલ્ટ જોવા માટે : અહી ક્લિક કરો.
*********************************************************************
RTE હેઠળ શાળા પસંદગી માટે ત્રીજો રાઉન્ડ જાહેર...
👉 શાળા પસંદગી માટે : અહી ક્લિક કરો.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
***************************************************************
RTE શાળા પસંદગી બીજો રાઉન્ડ રિઝલ્ટ જાહેર......
એપ્લીકેશન નંબર અને જન્મતારીખ દાખલ કર્યા બાદ પ્રવેશ ફાળવણી થયેલ બાળકનું પ્રવેશ પત્ર (એડમિટ કાર્ડ) ડાઉનલોડ કરી શકાશે.
ADMIT CARD (પ્રવેશ પત્ર) ની પ્રિન્ટ મેળવી જે તે શાળામાં શાળા સમય દરમિયાન તારીખ 28/05/2025 સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ મેળવી લેવો. અન્યથા પ્રવેશ રદ થશે.
>>>> જે અરજદારોની RTE હેઠળ પ્રવેશ માટેની અરજીઓ માન્ય થયેલ હોય અને, RTE પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળેલ નથી માત્ર તેવા જ અરજદારોને RTE હેઠળની ખાલી જગ્યા ધરાવતી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની પુનઃ પસંદગી કરવા તક આપવામાં આવે છે.
ખાસ સૂચના :-
👉 રિઝલ્ટ જોવા માટે : અહી ક્લિક કરો.
******************************************************************
RTE હેઠળ બીજો રાઉન્ડ માટે શાળા પસંદગી શરૂ......
>>>> RTE પ્રવેશ માટેના બીજા રાઉન્ડ અન્વયે જો આપ શાળાઓની પુનઃપસંદગી કરવા ઈચ્છતા હોવ તો તા. ૧૫/૦૫/૨૦૨૫, ગુરુવાર થી તા. ૧૭/૦૫/૨૦૨૫,શનિવાર સુધીમાં ઓનલાઈન અરજીનાં ટેબ પર જઈ Edit/View Application માં એપ્લીકેશન નંબર અને જન્મતારીખ નાખી માત્ર શાળાઓની પસંદગી બદલી શકશો.
>>>> જે અરજદારો શાળાઓની પુનઃ પસંદગી કરવા ન માંગતા હોય તો તેઓ દ્વારા અગાઉ પસંદ કરેલ શાળાઓને માન્ય રાખી નિયમાનુસાર બીજા રાઉન્ડની પ્રવેશ પ્રકિયા હાથ ધરવામાં આવશે.
👉 શાળા પસંદગી માટે : અહી ક્લિક કરો.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
*****************************************************
RTE હેઠળ પ્રથમ રાઉન્ડ ચોઈસ ફિલિંગ પરિણામ જાહેર....
RTE હેઠળ પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવેલ છે. નીચે દર્શાવેલ ટેબ પર ક્લિક કરી ADMIT CARD (પ્રવેશ પત્ર) ડાઉનલોડ કરી શકાશે. ADMIT CARD (પ્રવેશ પત્ર) ની પ્રિન્ટ મેળવી જે તે શાળામાં શાળા સમય દરમિયાન તારીખ ૦૮/૦૫/૨૦૨૫, ગુરુવાર સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ મેળવી લેવો. અન્યથા પ્રવેશ રદ થશે જેની ખાસ નોંધ લેવી
👉 રિઝલ્ટ જોવા માટે : અહી ક્લિક કરો.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
***********************************************************************************
RTE હેઠળ અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવા બાબતે...
તા.21/04/2025 થી તા.23/04/2025 દરમિયાન વેબપોર્ટલ પર ઓનલાઈન અરજીની ટેબ પર ક્લીક કરી આપના અરજી ક્રમાંક અને જન્મ તારીખ વડે અરજીમાં પ્રવેશીને ડૉક્યુમેન્ટ અપલોડ પેજ પર આપની અરજી જે અધૂરા કે ખોટા ડૉક્યુમેન્ટના કારણે રિજેક્ટ થયેલ છે તે ડૉક્યુમેન્ટ દૂર (DELETE) કરી તે ડૉક્યુમેન્ટની જગ્યાએ નવેસરથી સાચું અને સ્પષ્ટ વાંચી શકાય તેવું ઓરિજિનલ ડૉક્યુમેન્ટ જ અપલોડ કરી અરજી સબમિટ કરી શકાશે.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.


>>>> આપનું ફોર્મ રદ ન થાય તે માટે ફોર્મ ભરતા પહેલા હોમપેજ પર દર્શાવેલ ફોર્મ ભરવા માટેનાં આવશ્યક દસ્તાવેજો અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના દસ્તાવેજોની વિગત ધ્યાનપૂર્વક વાંચશો. અને માગ્યા મુજબના તમામ અસલ દસ્તાવેજો ચોક્કસાઈપૂર્વક અપલોડ કરશો. ઝાંખા, ઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રીજેક્ટ થશે.
RTE હેઠળ કઈ કઈ કેટેગરીને અગ્રતાક્રમ મુજબ પ્રવેશ ફાળવવામાં આવે છે..???
>> અગત્યની તારીખ <<

અરજી કરવા માટે અત્યાર થી ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરી રાખો.:
>>>> પાન કાર્ડ (PAN CARD) ન ધરાવતા / પાન કાર્ડ (PAN CARD) ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું આ સાથે સામેલ રાખેલ સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે.
RTE હેઠળ ઓનલાઇન અરજીને કન્ફર્મ કર્યા પછી અરજીની પ્રિન્ટ કાઢીને આપની પાસે એડમિશનની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી સાચવીને રાખવી. આપનું ફોર્મ કોઈ પણ જગ્યાએ જમા કરાવવાનું નથી.
વારંવાર પૂછાતા પ્રશ્નોના જવાબ માટે : અહી ક્લિક કરો
Help Line
For Support: 079-39276000
(During working days - 11:00 AM to 5:00 PM)
***********************************************************************************
RTE પ્રવેશ અંતર્ગત આવક મર્યાદામાં સુધારો થતા અરજી કરવાનો સમયગાળો લંબાવવા બાબતે
RTE પ્રવેશ અંતર્ગત આવક મર્યાદામાં સુધારો થતા અરજી કરવાનો સમયગાળો લંબાવવા બાબતે
શૈક્ષણિક વર્ષ 2025-26 માં RTE હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા. 16/03/2025 ના રાત્રીના 12:00 કલાક સુધી રાખવામાં આવેલ હતી. પરંતુ કેટેગરી ક્રમાંક: ૮,૯,૧૧,૧૨ અને ૧૩ના બાળકો માટે ઓનલાઈન અરજી કરવા માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક રૂ. 1.20 લાખ અને શહેરી વિસ્તારમાં રૂ. 1.50 લાખ આવક મર્યાદા હતી, જે શિક્ષણ વિભાગના તા. 13/03/2025ના પત્રથી મળેલ મંજુરી અન્વયે હવેથી ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર બન્ને માટે વાર્ષિક રૂ. 6.00લાખ (છ લાખ) કરવામાં આવેલ છે.
આથી, વાર્ષિક રૂ. 6 લાખ (છ લાખ) કે તેથી ઓછી આવક ધરાવતા બાળકોના વાલીશ્રીઓ વેબસાઈટ પર તા. 15/04/2025, મંગળવાર સુધી ઓનલાઈન અરજી કરી શકશે. તથા અન્ય કેટેગરી તથા અગાઉ કોઈ કારણસર અરજી ન કરી શકનાર અરજદારો પણ આ સમયગાળા દરમિયાન અરજી કરી શકશે.

>> પ્રવેશ માટે નવી તારીખો <<
👇👇

:: ખાસ સૂચના :
ફોર્મ વ્યવસ્થિત ભર્યા પછી સંપૂર્ણ પણે ચેક કરી લેવું જેથી કઈ ભૂલ ન રહી જાય....
ફોર્મની પ્રિન્ટ આવે ત્યારે પણ એક વાર ફોર્મ વ્યવસ્થિત ચેક કરી લેવું....
- અસલ ડોક્યુમેન્ટ અપલોડ કરવા.
- ઝાંખી અથવા વાંચી ન શકાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરશો તો ફોર્મ રીજેક્ટ કરવામાં આવશે.
- ડોક્યુમેન્ટ ની સાઈઝ 450KB થી વધારે હોવી જોઈએ નહિ.
- જો ભાડા-કરાર (રજીસ્તર્ડ) હોય તો એક કરતા વધારે પેજ PDF ફોમેટર્માં અપલોડ કરવા જેની સાઈઝ 5 MB થી નાની રાખવી
વાલીઓ માટે ફોર્મ ભરવા અંગેની ખાસ સુચના :-
>>>> આપનું ફોર્મ રદ ન થાય તે માટે ફોર્મ ભરતા પહેલા હોમપેજ પર દર્શાવેલ ફોર્મ ભરવા માટેનાં આવશ્યક દસ્તાવેજો અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના દસ્તાવેજોની વિગત ધ્યાનપૂર્વક વાંચશો. અને માગ્યા મુજબના તમામ અસલ દસ્તાવેજો ચોક્કસાઈપૂર્વક અપલોડ કરશો. ઝાંખા, ઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રીજેક્ટ થશે.
>>>> સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો, તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઈન્કમટેક્ષ રીટર્ન, તથા ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (લાગુ પડતુ હોય ત્યાં) વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે.
>>>> ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.
ફોર્મ ભરવા માટે બાળકની જન્મ તારીખ : 02-06-2018 થી 01-06-2019 વચ્ચેની હોવી જોઈએ.
(એટલે કે બાળકના 6 (છ) વર્ષ પૂર્ણ થયેલ હોવા જોઈએ...)
શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માં RTE હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ તા. 28/02/2025 થી તા. 12/03/2025 ના રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી ભરી શકાશે.
- અનાથ બાળક
- સંભાળ અને સંરક્ષણની જરૂરીયાતવાળુ બાળક
- બાલગૃહનાં બાળકો
- બાળમજુર/સ્થળંતરીત મજૂરનાં બાળકો
- મંદ બુદ્ધિ/સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરીયાતવાળા બાળકો/શારીરિક રીતે વિકલાંક અને વિકલાંગ ધારા-૨૦૧૬ની કલમ ૩૪(૧)માં દર્શાવ્યા મુજબનાં તમામ દિવ્યાંગ બાળક
- (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો
- ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી/અર્ધ લશ્કરી/પોલિસદળનાં જવાનનાં બાળકો
- જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી
- રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો
- ૦ થી ૨૦ આંક ધરાવતા તમામ કેટેગરી (SC, ST, SEBC, જનરલ તથા અન્ય) ના BPL કુંટુંબના બાળકો
- અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીના બાળકો
- સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ / અન્ય પછાત વર્ગ / વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો
- જનરલ કેટેગરી/ બિન અનામત વર્ગના બાળકો

જાહેરાત બહાર પડ્યાની તા. : 19/02/2025
ફોર્મ શરૂ થવાની તા. : 28/02/2025
ફોર્મ છેલ્લી તા. : 12/03/2025
>>> અગત્યની તારીખો <<<
⇓⇓⇓

બધા ડૉક્યુમેન્ટ ઓરીજનલ અપલોડ કરવા
:: R.T.E અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ :::
- ૧. વિદ્યાર્થીનો જન્મનો દાખલો
- ૨. વિદ્યાર્થીનું આધાર કાર્ડ
- ૩. માતાપિતાનું આધાર કાર્ડ
- ૪. આવકનો દાખલો (મામલતદારનો)
- ૫. લાઇટબિલ , રેશનકાર્ડ , વેરા બીલ (કોઈ પણ એક)
- ૬. બેંક પાસબુક (માતા અથવા પિતા અથવા બાળકની બેન્ક પાસબુક)
- ૭. વિદ્યાર્થીના બે ફોટા
- ૮. જાતિનો દાખલો
- ૯ પાન કાર્ડ
- ૧૦ વોર્ડ નંબર
- ૧૧ .BPL નો દાખલો (જો BPL કેટેગરીમાં આવતા હોય તો)
- બાળક આંગણવાડીમાં અભ્યાસ કરતો હોય તો આંગણવાડી દ્વારા પ્રમાણિત કરેલ દાખલો
>>>> આંગણવાડી પ્રમાણપત્રનો નમૂનો : અહી ક્લિક કરો.
>>>> વધારાના ડોકયુમેન્ટનું લિસ્ટ જોવા માટે : અહી ક્લિક કરો.
>>>> પાન કાર્ડ (PAN CARD) ન ધરાવતા / પાન કાર્ડ (PAN CARD) ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું આ સાથે સામેલ રાખેલ સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે.
👉સેલ્ફ ડિકલેરેશન ફોર્મ માટે : અહી ક્લિક કરો.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.
નોંધ :
>>>> તમામ પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન રહેશે વાલીઓએ ઓનલાઈન ફોર્મ ભરી ક્યાય પણ જમા કરાવવા જવાનું નથી...
>>>> જેથી કરી ફોર્મ કાળજી પૂર્વક ભરવું..., ક્યાય પણ ભૂલ ના રહે તેની કાળજી લેવી.
>>> કન્ફર્મ કરેલ અરજીમાં અરજદાર પોતાનો રજીસ્ટર મોબાઇલ નંબર બદલવા માગતા હોય તેઓ ઓનલાઈન એપ્લીકેશનમાં Edit નો ઉપયોગ કરી સુધારો કરી શકશે. નવા રજીસ્ટર મોબાઈલ નંબર ઉપર હવે પછીના મેસેજ આવશે તેનું ધ્યાન રાખવું.
>>>> તમામ પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન રહેશે વાલીઓએ ઓનલાઈન ફોર્મ ભરી ક્યાય પણ જમા કરાવવા જવાનું નથી...
>>>> જેથી કરી ફોર્મ કાળજી પૂર્વક ભરવું..., ક્યાય પણ ભૂલ ના રહે તેની કાળજી લેવી.
>>> કન્ફર્મ કરેલ અરજીમાં અરજદાર પોતાનો રજીસ્ટર મોબાઇલ નંબર બદલવા માગતા હોય તેઓ ઓનલાઈન એપ્લીકેશનમાં Edit નો ઉપયોગ કરી સુધારો કરી શકશે. નવા રજીસ્ટર મોબાઈલ નંબર ઉપર હવે પછીના મેસેજ આવશે તેનું ધ્યાન રાખવું.
Help Line
For Support: 079-39276000
(During working days - 11:00 AM to 5:00 PM)
>> એડમિશન પ્રોસેસ <<
👇👇👇

>> વાલી જોગ ખાસ સૂચના <<
👇👇👇
