માનવ કલ્યાણ યોજના.... 
(ગરીબ કલ્યાણ મેળો)....
રૂ. 25000/- ની કિંમતના સાધનો ફ્રી (મફત) માં...
(ધંધા માટે સાધનો ફ્રી માં)

અંદાજિત 28 ધંધા/રોજગાર માટે 25 હજારની કિંમતના સાધનો વિનામુલ્યે (મફત)માં

>>>  યોજનાનો હેતુ
નાનો ધંધો-રોજગાર કરવા ઇચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા- રોજગાર અનુરૂપ કિટ્‍સ આપવામાં આવે છે.

>>>  નિયમો અને શરતો

*****  ગ્રામ્‍ય વિસ્‍તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે.
*****  ૦ થી ૧૬નો સ્કોર ધરાવતાં લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી. અથવા 
*****  અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂ.૬,૦૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.
*****  અરજદારશ્રીની વય મર્યાદા ૧૮ થી ૬૦ વર્ષ હોવી જોઇએ.
*****  અનુસૂચિત જાતિના લોકો કે જેઓની વાર્ષિક મર્યાદા ગ્રામ્યવિસ્તારમાં ₹ ૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તારમાં ₹. ૧,૫૦,૦૦૦ ધરાવતા હોય.
*****  અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિ માટે કોઇ આવક મર્યાદા નથી.
***** લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાવ લાભ લીધેલ હશે તો પુન: આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર નથી.
***** સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના ઇસમોને તેઓનું જીવન ગરિમા પુર્ણ રીતે જીવી શકે અને જાતે જ નાના વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે માનવ ગરીમા યોજના અમલમાં આવેલ છે.
*****  માનવ ગરીમા યોજનામાં રૂ.૨૫,૦૦૦/-ની મર્યાદામાં વિના મુલ્યે સાધન સહાય (ટૂલ કીટ્સ) આપવામાં આવે છે

>>> માનવ કલ્યાણ યોજના હેઠળ મળવા પાત્ર ટૂલકીટસ (યાદી નીચે મુજબ છે.)
  • દૂધ દહીં વેચનાર
  • ભરતકામ
  • બ્યુટી પાર્લર
  • પાપડ બનાવટ
  • વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
  • પ્લમ્બર
  • સેન્ટિંગ કામ
  • ઇલેકટ્રીક એપ્લાયૅન્સીસ રીપેરીંગ
  • અથાણા બનાવટ
  • પંચર કિટ
ફોર્મ શરૂ થાય તે પહેલા બધા જરૂરી ડૉક્યુમેન્ટ તૈયાર કરી રાખવા...

ફોર્મ ભરવા માટે છેલ્લી તા. : 22/05/2025


>>>  રજુ કરવાના ડોક્યુમેન્‍ટ
  • ફોટો/સહી 
  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • રેશંકાર્ડમાં નામ હોય તે બધા સભ્યોના આધારકાર્ડ નંબર
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ/પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજો પૈકી કોઈ એક)
  • અરજદારની જાતિ નો દાખલો
  • વાર્ષિક આવક નો દાખલો
  • અભ્યાસનો પુરાવો
  • ઇ શ્રમ કાર્ડ
  • બાંહેધરીપત્રક (ઓનલાઇન વેબ સાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે..)
  • મોબાઈલ નંબર (ચાલુ હોય તે અને કાયમી હોય તેવો જ મોબાઈલ નંબર આપવો.)
  • ઈમેઈલ આઇડી (ઈમેઈલ ચાલુ હોય તે આપવું.)
બાંહેધરીપત્રક ડાઉનલોડ માટે : અહી ક્લિક કરો

વારંવાર પૂછાતા પ્રશ્નોના જવાબ માટે : અહી ક્લિક કરો.

>>> ફોર્મ ભરતા સમયે ખૂબ જ કાળજી લેવી, અને ફોર્મની સંપૂર્ણ વિગત ધ્યાનપૂર્વક વાંચી લેવી, ફોર્મ ભર્યા બાદ તમામ વિગત એક વાર જાતે તપાસી લેવી... 
>>> ફોર્મ ભરતા સમયે જો બની શકે તો તમામ ઓરીજનલ ડૉક્યુમેન્ટ અપલોડ કરવા.

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

👉 રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો.

👉 લૉગિન માટે : અહી ક્લિક કરો.

હેલ્પલાઇન નંબર અહી ક્લિક કરો