અસ્થિ વિષયક દિવ્યાંગોને ટુ-વ્હીલર ખરીદવા સહાય યોજના....

કોને લાભ મળી શકે ?
  • ૪૦% કે તેથી વધુ ફક્ત અસ્થિવિષયક દિવ્યાંગતા ધરાવતા સ્ત્રી અને પુરુષ બંન્નેને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
  • ૧૮ થી ૫૦ વર્ષના દિવ્યાંગ વ્યક્તિને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
મળવાપાત્ર સહાય
  • આ યોજના હેઠળ લાભાર્થી સહાય મંજુર થયા બાદ લાભાર્થીએ પોતાના ફંડમાંથી સ્કુટરની ખરીદી કર્યા બાદ રૂા. 25,000/- ની સહાય લાભાર્થીના બેંક અકાઉન્ટમાં સીધીજ (D.B.T.) જમા કરવામાં આવશે.
  • જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની લેખિત જાણકારી / મંજૂરી આદેશ તારીખથી લાભાર્થીએ 30 દિવસની મુદતમાં સ્કુટરની ખરીદી કરવાની રહેશે પરંતુ અરજદારના આર્થિક સંજોગો તપાસતા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીને યોગ્ય જણાશે તો આવી મુદતમાં વધુમાં વધુ 60 દિવસ સુધી લંબાવી શકાશે.
  • મંજુર કરેલ લાભાર્થીએ આ યોજના હેઠળ પસંદ કરેલ સ્કૂટર માટે ડ્રાઇવિંગ લાઇસન્સની જરૂરિયાત હશે તો તે પણ લાભાર્થીએ રજૂ કરવાનું રહેશે.
ફોર્મ તા. : 02/11/2025 થી 20/11/2025 સુધી..



>>> વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

>>> વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.