ભારતીય ટપાલ વિભાગ (India Post) દ્વારા ગ્રામીણ ડાક સેવક (GDS) ભરતી 2026 માટેનું સત્તાવાર નોટિફિકેશન જાન્યુઆરી 2026 માં જાહેર થવાની પૂરી શક્યતા છે.

આ વર્ષે સમગ્ર ભારતમાં આશરે 30,000 થી વધુ જગ્યાઓ પર ભરતી આવવાનું અનુમાન છે, જેમાં ગુજરાત સર્કલ માટે પણ મોટી સંખ્યામાં વેકેન્સી હશે.

આ ભરતી પ્રક્રિયા અંગેની અત્યાર સુધીની સંભવિત વિગતો નીચે મુજબ છે. 

::  મહત્વપૂર્ણ સંભવિત તારીખો ::
  • જાહેરાત બહાર પડવાની તા. : જાન્યુઆરી 2026
  • ઓનલાઇન અરજી શરૂ થવાની તા. : જાન્યુઆરી 2026 ના બીજા અથવા ત્રીજા સપ્તાહમાં
  • અરજી કરવાની છેલ્લી તા. ફેબ્રુઆરી 2026
  • પહેલું મેરિટ લિસ્ટ (પરિણામ) : માર્ચ 2026 ના અંતમાં
લાયકાત અને માપદંડ (Eligibility) :-

>>> શૈક્ષણિક લાયકાત : ઉમેદવાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ હોવો જોઈએ. જેમાં ગણિત અને અંગ્રેજી વિષયો ફરજિયાત હોવા જરૂરી છે.

>>>ભાષાનું જ્ઞાન : જે તે રાજ્યની સ્થાનિક ભાષા (ગુજરાત માટે ગુજરાતી) નું જ્ઞાન હોવું જોઈએ.

>>>ઉંમર મર્યાદા : ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ. (સરકારી નિયમો મુજબ અનામત વર્ગોને છૂટછાટ મળશે).

>>>અન્ય : સાઈકલ ચલાવતા આવડવું જોઈએ અને કોમ્પ્યુટરનું પ્રાથમિક જ્ઞાન હોવું જોઈએ.
પસંદગી પ્રક્રિયા (Selection Process)

>>>GDS ભરતીમાં કોઈ પરીક્ષા લેવામાં આવતી નથી.

>>>મેરિટ લિસ્ટ : ઉમેદવારોની પસંદગી માત્ર તેમના ધોરણ 10 ના ગુણ (Percentage) ના આધારે કરવામાં આવે છે.

>>>ડોક્યુમેન્ટ વેરિફિકેશન : મેરિટમાં નામ આવ્યા પછી અસલ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવે છે.