બિન-અનામત વર્ગ માટે ધંધા-વ્યવસાય માટે લોન ના ફોર્મ શરૂ......
ડૉક્યુમેન્ટ જમા કરવા માટે જિલ્લા પ્રમાણે કચેરી લિસ્ટ : અહી ક્લિક કરો
યોજનાનું નામ : સ્વરોજગારલક્ષી યોજનાઓ.
↝ યોજનાનું સ્વરૂપ/લોનસહાયના ધોરણો:
➪ રીક્ષા, લોડીંગ રીક્ષા, મારૂતીઇકો, જીપ-ટેક્ષી વગેરેસ્વરોજગારલક્ષી વાહનોમાટે ઓનરોડ યુનિટ કોસ્ટ.
➪ વ્યવસાય કે કરીયાણાની દુકાન, મેડીકલસ્ટોર , રેડીમેડ ગારમેન્ટ સ્ટોર,બુકસ્ટોર વગેરે કોઇપણ સ્વરોજગારલક્ષી વ્યવસાય માટે રૂા.૧૦.૦૦ લાખ સુધી અથવા ખરેખરથનાર ખર્ચ એ બે પૈકી જે ઓછું હોય તે લોન પેટે નિગમ તરફથી આપવામાં આવશે.
➪ ઉપરોકત ક્ર્મ ૧ અને ૨ ની યોજના માટે લોન વાર્ષિક ૫ ટકા ના સાદા વ્યાજે મળવાપાત્રથશે. મહિલાઓ માટે ૪ ટકાના સાદા વ્યાજે લોન મળવા પાત્ર થશે.
➪ ટ્રાન્સપોર્ટ, લોજીસ્ટીક, ટ્રાવેલર્સ, ફુડ કોર્ટ વગેરે વ્યવસાય માટે વાહન જરૂરી સ્ટ્રક્ચર સહિત મેળવવા માટે બેંક માંથી રૂ. ૬.૦૦ લાખની લીધેલ લોન ઉપર ૫ ટકા વ્યાજ સહાય મળવા પાત્ર થશે.
➪ સ્વરોજગારલક્ષી યોજનાઓ માટેના ધિરાણના માપદંડ
➪ વાહન માટેની લોનની યોજનામાં અરજદાર પાસે પાકું લાયસન્સ હોવું જોઇએ.
➪ મેળવેલ વાહન નિગમ તરફે ગીરો (હાઇપોથીકેશન) કરવાનું રહેશે.
➪ વાહન મેળવ્યાના ત્રણ માસ પછી પાંચ વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોન ભરવાની રહેશે.
➪ નાના વ્યવસાય લોન મેળવ્યાના ત્રણ માસમાં શરૂ કરવાનો રહેશે તથા વ્યવસાય શરૂ કર્યા બાદ ત્રણ માસ પછી પાંચ વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોનની વસુલાત કરવામાં આવશે.
➪ લોનની કુલ રકમ રૂ. ૭.૫૦ લાખ કે તેથી ઓછી હોય તો તેટલી રકમ ભરી શકે તેવા બે સધ્ધર જામીનનું જામીન ખત રજુ કરવાનું રહેશે.
➪ લોનની કુલ રકમ રૂ. ૭.૫૦ લાખ કરતા વધતી હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઇ સગા સબંધીની સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.
➪ દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ બ્લેન્ક ચેક આપવાના રહેશે.
➪ સ્વરોજગારલક્ષી તમામ યોજનામાં નીચે મુજબની પાત્રતા પણ રહેશે.
➪ અરજદાર ગુજરાતના વતની હોવા જોઇએ અને બિન અનામત વર્ગના હોવા જોઇએ.
➪ અરજદારની ઉંમર ૧૮ વર્ષ થી ૫૦ વર્ષ સુધીની હોવી જોઇએ.
➪ ધિરાણનો વ્યાજ દર વાર્ષિક ૫ ટકા સાદા વ્યાજ અને મહિલાઓ માટે ૪ ટકા રહેશે. પ્રતિ વર્ષ જેટલુ ધિરાણ આપવામાં આવશે. તે મુજબ જ સાદુ વ્યાજ ગણવામાં આવશે.
➪ વ્યાજનો દર : ક્ર્મ ૧ અને ૨ માટે વાર્ષિક ૫ ટકા લેખે સાદુ વ્યાજ અને મહિલાઓ માટે ૪ ટકા રહેશે.
➪ આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૬.૦૦ લાખ કે તેથી ઓછી.
ડૉક્યુમેન્ટ જમા કરવા માટે જિલ્લા પ્રમાણે કચેરી લિસ્ટ : અહી ક્લિક કરો
➪ ચાર સહાય ની યોજના માટે અરજી કન્ફોર્મ થઇ ગયા પછી જે તે જીલ્લામાં અભ્યાસ કરતા હોય એ જીલ્લાની જીલ્લા કચેરીની ઓફિસે અરજીની પ્રીન્ટ અને ડોક્યુમેન્ટ્સ ૧૫ દિવસની અંદર જમાં કરાવી દેવા.
➪ લોન યોજના માટેની અરજીઓ કન્ફોર્મ થઇ ગયા પછી જે જીલ્લામાં રહેઠાણ હોય એ જીલ્લાની જીલ્લા કચેરીની ઓફિસે અરજીની પ્રીન્ટ અને ડોક્યુમેન્ટ્સ ૧૫ દિવસની અંદર જમાં કરાવી દેવા.
➪ લોન/સહાયની રકમ આધારકાર્ડ સાથે જોડાણ કરેલ બેંકના ખાતામાંજ જમા કરાવવામાં આવશે
➪ લોન માટે કરેલ અરજીની હાર્ડ કોપી તમામ દસ્તાવેજોની ખરી નકલ સહિત સંબંધિત જીલ્લાના જીલ્લા મેનેજરશ્રીની કચેરીમાં રૂબરૂ આપવાની રહેશે. સરનામાં મેળવવા અહી ક્લિક કરો
➪ સહાય માટે કરેલ અરજીની હાર્ડકોપી, તમામ દસ્તાવેજો ની ખરી નકલ સહિત સંબંધિત જીલ્લાના નાયબ/ સમાજ કલ્યાણ અધિકારીશ્રી ની કચેરીમાં મોકલવાની રહેશે. અડ્રેસ માટે અહી ક્લિક કરો.
➪ તમારી અરજીનું સ્ટેટ્સ જાણવા માટે Know Application Status પર ક્લિક કરો.
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
https://gueedc.gujarat.gov.in/self-employment-scheme-2.html
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)
વધારે માહિતી માટે : અહી ક્લિક કરો