સ્ટેટ એક્ઝમીનેશન બોર્ડ ગાંધીનગર દ્વારા NMMS ના ફોર્મ શરૂ....
NMMS-2019 અંતર્ગત હાલ NMMS પરીક્ષા-2019ના ફોમ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. જેમાં અમુક શાળાના ડાયસ કોડમાં કેટેગરીની ભુલો હોવાના કારણે અમુક શાળાઓ ફોમ ભરી શકતી ન હતી તે રજુઆતને ધ્યાને લઇ NMMS પરીક્ષા ના ફોમ તારીખ:-૨૧/૧૦/૨૦૧૯ ને સોમવાર ૧૫:૦૦ કલાક સુધી ભરી શકાશે અને ફી ઓનલાઇન ત-૨૧/૧૦/૨૦૧૯ ને સોમવાર રાત્રે ૧૨:૦૦ કલાક સુધી ભરી શકાશે.
તા-૧૮/૧૦/૨૦૧૯ ને શુક્રવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકથી સાંજે ૬:૦૦ કલાક સુધી સર્વરમાં અન્ય કામગીરી ચાલતી હોવાથી NMMS પરીક્ષા અંગેની કોઇ ઓનલાઇન કામગીરી થઇ શકશે નહી.
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
http://sebexam.org/ApplyOnline
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)